ETV Bharat / city

BJP One Day One District: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપના આ મોટા નેતાઓ એકસાથે કરશે શક્તિ પ્રદર્શન...

author img

By

Published : May 4, 2022, 4:08 PM IST

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ સંતોષ(General Secretary of BJP National Organization) બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ RSSના નેતાઓ અને ભાજપના નેતાઓ સાથે કમલમમાં બેઠક કરી ચર્ચા(RSS BJP Meeting) કરશે.

BJP One Day One District: ભાજપના કયા બે નેતાઓ એકસાથે કરશે શક્તિ પ્રદર્શન...
BJP One Day One District: ભાજપના કયા બે નેતાઓ એકસાથે કરશે શક્તિ પ્રદર્શન...

અમદાવાદ: ગુજરાતમાં વહેલી ચૂંટણીઓ(Gujarat Assembly Election 2022) યોજાવવાની હવા વચ્ચે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રવાસનું આયોજન(Central leaders travel to Gujarat) કરી રહ્યા છે. આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી(General Secretary of BJP National Organization) બી.એલ. સંતોષ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે.

બી.એલ સંતોષનો પ્રવાસ - બે દિવસના પ્રવાસ દરમ્યાન બી.એલ સંતોષ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ સાથે કમલમમાં બેઠક યોજશે. ભાજપમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંઘનો વ્યક્તિ ગણાય છે. ત્યારે બી.એલ સંતોષ સંઘના નેતાઓ સાથે પણ બેઠક યોજે તેવી શકયતા છે. આથી અમદાવાદના મણિનગરમાં આવેલ સંઘની ઓફીસ 'હેડગેવાર ભવન'ની(Hedgewar Bhavan office in Ahmedabad) મુલાકાત લે તેવી શકયતા છે. પેહલા દિવસે બી.એલ સંતોષ ઝાંઝરકામાં સામાજિક આગેવાનો(Social leaders in Zanzarka) સાથે બેઠક કરી ચર્ચા કરશે.

આ પણ વાંચો: Arvind Kejriwal Rajkot Visit: કેજરીવાલ હવે બનશે રાજકોટના મહેમાન, કયા કાર્યક્રમમાં હાજરી આપશે, જૂઓ

સી.આર.પાટીલનો વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણીઓ પહેલા સમગ્ર ગુજરાત ભાજપના સંગઠનને મજબૂત કરવા દરેક જિલ્લાનો પ્રવાસ(BJP One Day One District) કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે બી.એલ.સંતોષ અમદાવાદના ધંધુકાના ઝાંઝરકામાં સામાજિક આગેવાનો સાથે બેઠક યોજશે. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ બેઠક યોજશે. આ બેઠક દરમિયાન આગામી ચૂંટણીઓને લઈને સંગઠનના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પત્ર લખીને કહી મહત્વની વાત

પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે - આ બેઠકોમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને સંઘના પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.