ETV Bharat / city

Toykathon 2021: રમકડા ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓનુ સમાધાન લાવવામાં આવશે

author img

By

Published : Jun 24, 2021, 12:16 PM IST

ભારતીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (Indian Ministry of Human Resources and Development) દ્વારા ટોયકેથોન 2021 (Toykathon 2021)નો શુભારંભ કરવામાં આવ્યો છે. જુદાં-જુદાં 68 પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર ભારતની 14,000 ટીમે ભાગ લઈ રહી છે. ગુજરાત રાજ્યમાંથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને ( GTU ) નોડલ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે.

xxx
Toykathon 2021: રમકડા ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓનુ સમાધાન લાવવામાં આવશે

  • GTUમાં ટોયકાથોન 2021નો પ્રારંભ
  • 80 ટકા રમકડાની આયાત કરવી પડે છે
  • આત્મનિર્ભર ભારતને વેગ આપવા પ્રયાસ

અમદાવાદ: ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માની હાજરીમાં GTUમાં ટોયકેથોન 2021નો શુભારંભ કરવામાં આવ્યો છે. 24 જૂનના રોજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજીટલ માધ્યમથી સંવાદ કર્યો હતો.

વિદેશથી આયાત ઘટે તેવો પ્રયાસ

આ પ્રસંગે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં 1.5 મીલીયન ડૉલરનું રમકડાં માર્કેટ છે, જેમાંથી 80 ટકા રમકડાની વિદેશમાંથી આયાત થાય છે. આ પ્રકારના “ટોયકાથોન”થી આત્મનિર્ભર ભારતને વેગ મળશે અને વિદેશી આયાત ઘટશે.

આ પણ વાંચો : ટોય ફેર 2021નું વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન, Hand Made in Indiaની માંગ વધી

વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે

GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ભાગ લઈ રહેલાં વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, GTU વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહશે. ભારત સરકારે રમકડાં ઉધોગનો વિકાસ થાય અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે અર્થે “ટોયકાથોન 2021” નું આયોજન કર્યું છે.

toy
Toykathon 2021: રમકડા ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓનુ સમાધાન લાવવામાં આવશે

વિવિધ મંત્રાલય સહભાગી

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પણ ટોયકેથોનના આયોજનમાં સહભાગી થયું છે. ત્રણ દિવસીય ટોયકેથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા રમકડાં ઉદ્યાગને લગતાં વિવિધ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર કાર્યરત રહીને ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ, રચનાત્મકત્તા અને લોજીકલ વિષયો પર રમકડા નિર્માણ માટેના આઈડિયાઝ રજૂ કરાશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી ટોયકૈથૉન -2021ના સહભાગીઓ સાથે કરશે સંવાદ

GTUને 30 ટીમો ફાળવવામાં આવી

શિક્ષણ મંત્રાલય દ્વારા GTUને કુલ 30 ટીમો ફાળવવામાં આવી છે, જેમાંથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજિટલ સ્તરે 10 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે આગામી સમયમાં સામાન્ય સંજોગોમાં ફિઝીકલ મોડમાં અન્ય 20 ટીમો ભાગ લેશે. આ ટોયકેથોનનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી રમકડાં ઉદ્યોગમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.