ETV Bharat / city

સોલા પોલીસના નાક નીચે રેડ કરી PCBએ ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

author img

By

Published : Jul 20, 2020, 3:30 PM IST

PCBએ ફરી એકવાર ઈંગ્લીશ દારૂ પકડ્યો છે. સોલા વિસ્તારમાંથી ગાડીમાં રાખેલી 60 દારૂની ઈમ્પોર્ટેડ બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. સોલા પોલીસ સ્ટેશનની હદમાં રેડ કરી દારૂ સાથે આરોપીને પકડ્યો હતો. આરોપીને સોલા પોલીસને સોંપ્યો છે.

The PCB seized English liquor by raid
સોલા પોલીસના નાક નીચે રેડ કરી PCBએ ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

અમદાવાદઃ PCBએ ફરી એકવાર ઈંગ્લીશ દારૂ પકડ્યો છે. સોલા વિસ્તારમાં ગાડીમાં રાખેલી 60 દારૂની ઈમ્પોર્ટેડ બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. સોલા પોલીસ સ્ટેશનની હદમાં રેડ કરી દારૂ સાથે આરોપીને પકડ્યો હતો. આરોપીને સોલા પોલીસને સોંપ્યો છે.

The PCB seized English liquor by raid
સોલા પોલીસના નાક નીચે રેડ કરી PCBએ ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

શહેરના સોલા વિસ્તારમાં ભાગવત વિદ્યાપીઠ પાસે આવેલા સુદર્શન સ્ટેટ્સ ફ્લેટના પાર્કિંગ બાતમીના આધારે PCBએ રેડ કરી હતી. રેડ દરમિયાન 60 નંગ ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. 60 હજારની દારૂનો બોટલો સાથે કુલ 4 લાખ 62 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આરોપીને દારૂ સાથે પકડીને PCBએ સોલા પોલીસને મુદ્દામાલ અને આરોપીને સોંપ્યા છે.પરંતુ આ મામલે સોલા પોલીસ ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર દારૂનો જથ્થો પકડાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.