ETV Bharat / city

અમદાવાદ કોર્પોરેશનની અંતિમ સામાન્ય સભા મળી, 689 કરોડના કામો બાકી રહ્યાનો આક્ષેપ

author img

By

Published : Dec 12, 2020, 8:10 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શનિવારે અંતિમ સામાન્ય સભા મળી હતી. ત્યારે બોર્ડ પૂર્ણ થતાં જ વિપક્ષના નેતા કમળા ચાવડાએ શાસક પક્ષ ઉપર આક્ષેપો કર્યા છે. તેમના આક્ષેપો મુજબ કેમેરા દ્વારા આપવામાં આવેલા વાયદાઓ અને વચનો પૂર્ણ કરવામાં અસમર્થ રહ્યા છે.

અમદાવાદ કોર્પોરેશનની અંતિમ સામાન્ય સભા મળી
અમદાવાદ કોર્પોરેશનની અંતિમ સામાન્ય સભા મળી

  • વિપક્ષ નેતાનો મેયર પર આરોપ
  • વિવાદિત મેયર રહ્યા હોવાનું વિપક્ષ નેતાનું નિવેદન
  • આપેલા વાયદા પ્રમાણે કામ કરવામાં મેયર રહ્યા અસમર્થ
  • મુદ્દા સાંભળ્યા વગર મેયરે સભાઓ કરી બરખાસ્ત

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની શનિવારે અંતિમ સામાન્ય સભા મળી હતી. ત્યારે બોર્ડ પૂર્ણ થતાં જ વિપક્ષના નેતા કમળા ચાવડાએ શાસક પક્ષ ઉપર આક્ષેપો કર્યા છે. તેમના આક્ષેપો મુજબ કેમેરા દ્વારા આપવામાં આવેલા વાયદાઓ અને વચનો પૂર્ણ કરવામાં અસમર્થ રહ્યા છે.
મહત્વનું છે કે રવિવારે તમામ કોર્પોરેટરોના પાંચ વર્ષ સંપૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે શનિવારે અંતિમ બોર્ડ મળ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના લગતા કોઈપણ પ્રકારના કાર્યો ચર્ચા વગર જ પાસ કરી દેવામાં આવ્યા હોવાનું પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે.

અમદાવાદ કોર્પોરેશનની અંતિમ સામાન્ય સભા મળી

ચર્ચા કર્યા વગર જ બોર્ડ બરખાસ્ત કરવાનો આરોપ

સામાન્ય સભા દરમિયાન તમામ પક્ષના લોકોને બોલવા માટેની તક આપવામાં આવતી હોય છે, ત્યારે એક પણ બોર્ડ મિટિંગમાં વિપક્ષને બોલવા માટેની તક આપવામાં ન આવ્યો હોવાનો પણ કમળા ચાવડાએ આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ પાંચ વર્ષ દરમિયાન 689 કરોડના કામો બાકી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 94 પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. જેમાં શાસક પક્ષ દ્વારા કોઈપણ પ્રકારની પૂરતી કામગીરીઓ કરવામાં નથી આવી.

689 કરોડના કામોની વિગતવાર માહિતી

વર્ષ 2016-17માં 106.50 કરોડના કામ
વર્ષ 2017-18માં 71 કરોડનાં કામ
વર્ષ 2018-19માં 108.84 કરોડના કામ
વર્ષ 2019-20માં 140 કરોડના કામ
વર્ષ 2020માં 21માં 263 કરોડના કામો બાકી રહ્યા હોવાનું વિપક્ષના નેતાએ આરોપ કર્યા છે.

સ્ટેન્ડીંગ ચેરમેન અને મેયરને તેમના કામનો સંતોષ

વિપક્ષ નેતા દ્વારા મેયર અને સ્ટેન્ડિગ ચેરમેન દ્વારા કોઈ કામ ન કરવાના અને તેમના વચનો પુરા ન કરવાનો આક્ષેપ તો બીજી તરફ સ્ટેન્ડીંગ ચેરમેન અને મેયર દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન પ્રજાને આપવામાં આવેલા વાયદાઓ અને અમદાવાદના નાગરિકો માટે તમામ વિકાસ લક્ષી કર્યો પૂર્ણ કર્યાનો સંતોષ માની રહ્યા છે. મેયર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે પોતાના કરેલા કાર્યોથી તેમને સંતોષ છે.

અંતિમ બેઠક બાદ અઢી વર્ષમાં કરવામાં આવેલા કાર્યોની માહિતી

સામાન્ય સભાની અંતિમ બેઠક બાદ પોતાના દ્વારા છેલ્લા અઢી વર્ષમાં કરવામાં આવેલા કાર્યો અંગેની પણ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી હતી. તો બીજી તરફ અમદાવાદમાં આગામી દિવસોમાં ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનરને ચાર્જ સોંપવામાં આવશે અને કામગીરી તે સંભાળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.