ETV Bharat / city

બાવળા હાઈવે પરના અકસ્માતનો કમકમાટી ભર્યો વીડિયો થયો વાયરલ

author img

By

Published : Jul 28, 2021, 8:22 PM IST

Updated : Jul 28, 2021, 9:25 PM IST

અમદાવાદ નજીક બાવળા હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો હતો. 15 વર્ષનો કિશોરના બન્ને પગ પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે, તેમાં તે કિશોર કણસતો હતો કે મને બચાવો. સ્થાનિકોએ રોડ પર આવીને ડમ્પરને ખસેડીને તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.

બાવળા હાઈવે પરના અકસ્માતનો કમકમાટી ભર્યો વીડિયો થયો વાયરલ
બાવળા હાઈવે પરના અકસ્માતનો કમકમાટી ભર્યો વીડિયો થયો વાયરલ

  • બાવળા સાણંદ હાઈવે પર ભયાનક અકસ્માત
  • પુરપાટ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી
  • બાઈક પાછળ બેસનાર બાળક ટાયર નીતે છૂંદાઈ ગયો

અમદાવાદ : બાવળા સાણંદ હાઈવે પર એક હચમચાવી દે તેવો અકસ્માત થયો હતો. જેમાં ડમ્પરે બાઈકને ટક્કર માર્યા બાદ બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. બાવળા પાસેના ડરણ રોડ પર પહેલા ગણેશ બરડિયા નામનો શખ્સ પાડોશીનું બાઇક લઈને બપોરના 3 વાગ્યે કોઈ કામસર બજાર જઈ રહ્યો હતો, આ દરમિયાન તે તેના કુટંબી કાકાના દીકરા અમિત (ઉંમર વર્ષ 15)ને બાઈક પાછળ બેસાડીને લઈ ગયો હતો. હાઈવે જતા બેફાઈમ થયેલું નંબરપ્લેટ વગરનું ડમ્પર પાછળથી આવી ચડ્યું હતું.

આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત

અકસ્માતનો અરેરાટી ભર્યો વીડિયો

ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલક અને પાછળ બેઠેલા બન્ને ફંગોળાઈ ગયા હતા. પાછળ બેસનાર અમિત હાઈવે રોડ પર પડ્યો અને તેના કમરથી નીચેના ભાગ પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. આથી, આ બાળકના બન્ને પગ છૂંદાઈ ગયા હતા, અને પુષ્કળ લોહી વહી ગયું હતું. આ અકસ્માતનો અરેરાટી ભર્યો વીડિયો સામે આવ્યો છે. આ બાળક કસણતો હોય તેવો તેનો અવાજ આવતો હતો.

સારવાર દરમિયાન અમિતનું મોત

ડમ્પર ચાલક અકસ્માત જોઈને ત્યાંથી ભાગી છૂટયો હતો. હાઈવે પર આજુબાજુના માણસો અને પોલીસ આવી જતાં ડમ્પરને ધક્કો મારીને પગ પરથી ટાયરને નીચે ઉતાર્યું હતું. આ બાદ 108ને ફોન કરીને બોલાવી હતી, અને 108 ખૂબ જ ઝડપથી સ્પોટ પર આવી ગઈ હતી. આ બાદ અમિતને બાવળા સરકારી દવાખાને લઈ ગયા હતા, ત્યા તેની પ્રાથમિક સારવાર કરીને તેને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બાવળા હાઈવે પર ડમ્પર અને બાઈકના અકસ્માતનો કરુણ વીડિયો આવ્યો સામે, લોકોએ ડમ્પરને ધક્કો મારીને બાઈકચાલકને બહાર કાઢ્યો
બાવળા હાઈવે પર ડમ્પર અને બાઈકના અકસ્માતનો કરુણ વીડિયો આવ્યો સામે, લોકોએ ડમ્પરને ધક્કો મારીને બાઈકચાલકને બહાર કાઢ્યો

આ પણ વાંચો: BRTS Accident : સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયાનું અકસ્માત દરમિયાન મોત

બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો

બાવળા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી છે. બાવળા પોલીસે અક્સમાતે ગુનો નોંધીને અકસ્માત કરીને નાસી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા તજવીજ હાથ ઘરી છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Jul 28, 2021, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.