ETV Bharat / city

સમગ્ર ગુજરાતના માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા અમદાવાદ પહોંચ્યા

author img

By

Published : Aug 12, 2021, 5:26 PM IST

ગુજરાતમાં ધોરણ 10 અને 12માં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેથી અનેક વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હતા. આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની બીજી તક આપવામાં આવી છે. આજે 12 ઓગસ્ટના રોજ ધોરણ 12 સાયન્સના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની અમદાવાદમાં પરીક્ષા યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી 72 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા.

પરિક્ષા
પરિક્ષા

  • રાજ્યભરમાંથી 72 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા
  • એક વર્ગખંડમાં માત્ર 10 વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા
  • કેન્દ્રો પર સેનેટાઇઝ તેમજ માસ્કની વ્યવસ્થા

અમદાવાદ: આજે 12 ઓગસ્ટના રોજ ધોરણ 12 સાયન્સના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ છે. જેમાં સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદમાં એક જ કેન્દ્ર આપવામાં આવ્યું હતું. 72 વિદ્યાર્થીઓ હોવાથી અન્ય કોઈ જગ્યાએ કેન્દ્ર આપવામાં આવ્યું નથી, જેથી રાજ્યના અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદ પરીક્ષા આપવા આવ્યા હતા.

અસંતુષ્ટ વિદ્યાર્થીઓએ અમદાવાદમાં આપી પરિક્ષા

વિદ્યાર્થીઓ સારા પરિણામની આશાએ આપશે પરિક્ષા

એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું જામનગરથી અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો છું. મને 99.50 પર્સનટાઈલની આશા હતી, જેની સામે 96 પર્સનટાઈલ જ આવ્યા છે. જેથી આજે અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો છું. પરિક્ષાની પૂરી તૈયારી કરી છે અને હવે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરિવાર સાથે અમદાવાદમાં જ રહીશ. અન્ય એક વિદ્યાર્થી કહ્યું હતું કે, હું વડોદરાથી અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો છું. જેમાં માસ પ્રમોશનથી અસંતુષ્ટ છું. માટે આજે પરીક્ષા આપવા આવ્યો છું. માસ પ્રમોશનના કારણે મારા 65 ટકા હતા, મારી આશા 75 ટકાની હતી. જેથી આજે પરીક્ષા આપીને સારું પરિણામ લાવીશ. પરીક્ષા આપવા હું રોજ બરોડાથી અપ ડાઉન કરીશ.

આ પણ વાંચો- રાજયમાં વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ, હવે પરીક્ષા આપીને મેળવશે નવું પરિણામ

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે લેવાશે પરિક્ષા

વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી અમદાવાદ પરીક્ષા આપવા આવ્યા છે. ત્યારે ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો પર સેનેટાઇઝ તેમજ માસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારે એક વર્ગખંડમાં માત્ર 10 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.