ETV Bharat / city

અમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે

author img

By

Published : Apr 14, 2021, 10:02 AM IST

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા મહાનગરપાલિકાએ પોતાની સધન કામગીરી વધારી છે. દૈનિક ધોરણે વધી રહેલા કોરોનાના કેસને જોતા અમદાવાદ મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલમાં 20 ટકા બેડ આરક્ષિત રાખવા માટે કમિશ્નરે આદેશ બહાર પાડ્યો છે.

અમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે
અમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે

  • અમદાવાદ મનપાના કમિશ્નરનો ખાનગી હોસ્પિટલને બેડ આરક્ષિત રાખવા આદેશ
  • 20 ટકા બેડ મનપા દ્વારા રાખવામાં આવેલા દર્દીઓ માટે આરક્ષિત રાખવા
  • 108 સેવા મારફતે મનપા દ્વારા રીફર કરાયેલા દર્દીઓને સારવાર આપવી પડશે

અમદાવાદ: કોરોના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલમાં 20 ટકા બેડ આરક્ષિત રાખવા માટેનો ઓર્ડર અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નરે બહાર પાડ્યો છે. આ સર્ક્યુલર મુજબ મનપાએ કોવીડ-19 માટે ડેઝીગ્નેટેડ કરેલી તમામ ખાનગી હોસ્પિટલે કોવિડ-19ના સારવારના કુલ બેડમાંથી 20 ટકા બેડ મનપા દ્વારા રીફર કરવામાં આવેલા દર્દીઓ માટે આરક્ષિત રાખવા પડશે. બાકીના બેડ ખાનગી હોસ્પિટલ પોતાની રીતે કોવિડ 19ના દર્દીઓ માટે ઉપયોગ કરી શકશે. આ ખાનગી હોસ્પિટલમાં 108 સેવા મારફતે મનપા દ્વારા રીફર કરાયેલા દર્દીઓને મોકલવામાં આવશે. જેમની સારવાર હોસ્પિટલે કરવી પડશે.

આ પણ વાંચો: AMCએ નવા 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા

ઓર્ડર મુજબ ન કરનારાઓ સામે થશે કાર્યવાહી

અમદાવાદ મનપા કમિશ્નરે કરેલા ઓર્ડર મુજબ જો ખાનગી હોસ્પિટલ આદેશનું પાલન નહી કરવામાં આવે તો હોસ્પિટલનનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. તેમજ હોસ્પિટલ વિરુદ્ધ એપિડેમીક એકટ અંતર્ગત અને ધ ગુજરાત એપિડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ મનપાની પહેલઃ ગાડીમાંથી ઉતર્યા વગર જ કરાવી શકાશે RT-PCR ટેસ્ટ

31 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે કરાયા જાહેર

શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકાએ નવા 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. નવા જાહેર કરાયેલા વિસ્તારોમાં સૌથી વધુ 8 વિસ્તારો દક્ષિણ ઝોનના સામેલ કરાયા છે, જ્યારે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં સાત-સાત વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં એક- એક વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.