ETV Bharat / city

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા અમદાવાદ, જાણો 2 દિવસનો તેમનો તમામ કાર્યક્રમ

author img

By

Published : Oct 28, 2021, 3:55 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા અમદાવાદ, જાણો 2 દિવસનો તેમનો તમામ કાર્યક્રમ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા અમદાવાદ, જાણો 2 દિવસનો તેમનો તમામ કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે અમદાવાદમાં એરપોર્ટ ખાતે તેમનુ્ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, તેમજ અમદાવાદનાં મેયર ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12:30 કલાકે રામનાથ કોવિંદ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતાં. 29 અને 30 ઓક્ટોબરે ભાવનગરની મુલાકાતે જશે. ત્યારબાદ 30 ઓક્ટોબરે સવારે નવી દિલ્હી જવા રવાના થશે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા અમદાવાદ
  • 2 દિવસ માટે રાષ્ટ્રપતિ રહેશે ગુજરાતમાં
  • આવતીકાલે ભાવનગરની મુલાકાત લેશે

અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના સ્વાગત માટે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના પ્રધાન જગદીશ પંચાલ, મુખ્ય અધિક સચિવ અને સચિવ સહિત અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યા હતા. આજનો શું છે કાર્યક્રમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે બપોરે ગુજરાતની મુલાકતે આવેલા રામનાથ કોવિંદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન ગયા હતા.

બપોરે 12:30 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ 12:30 કલાકે તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા અને ત્યાર બાદ હવે બપોરનું ભોજન બાદ તેઓ અઢી કલાક થી સાંજના સાડા પાંચ કલાક સુધી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય જસ્ટીસ અને અન્ય જસ્ટિસ સાથે ખાસ બેઠક યોજશે જેમાં ગુજરાતમાં કાયદાની પરિસ્થિતિ, હાઈ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં એ બાબતો અને ગુજરાતમાં કેટલા કેસો પેન્ડિંગ છે તે બાબતની પણ વિગતો લેશે તેવું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા અમદાવાદ, જાણો 2 દિવસનો તેમનો તમામ કાર્યક્રમ

સાંજે ડિપ્લોમ્સી ડિનરનું આયોજન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત હાઇકોર્ટના જજ સાથેની બેઠક કર્યા બાદ સાંજે રાજભવન ખાતે એક ખાસ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારનાં તમામ પ્રધાનો હાજર રહે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે આ ઉપરાંત ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમ અંગેનો વધુ માહિતી પણ રાજભવન ખાતે તેમને આપવામાં આવશે.

29 અને 30 ઓક્ટોબરે ભાવનગરની મુલાકાતે

29 અને 30 ઓક્ટોબર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગરની મુલાકાતે જશે 29 તારીખે સવારે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા 11 કલાકની આસપાસ ભાવનગર એરપોર્ટ થી હેલિકોપ્ટર મારફતે મહુવા મોરારી બાપુનાં આશ્રમ ખાતે મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ મહુવા થી હેલિકોપ્ટર મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચશે અને બપોરનાં ૩ કલાકની આસપાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. જેમાં પાંચ જેટલા લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે મકાનની ચાવી આપવામાં આવશે અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે કાર્યક્રમ દરમ્યાન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા અમદાવાદ, જાણો 2 દિવસનો તેમનો તમામ કાર્યક્રમ

મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટધામની પણ મુલાકાત

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ભાવનગર જિલ્લાના મહુવા શહેર નજીક સ્થિત મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટધામની પણ મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. સાંજે, રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર શહેરમાં પરત ફરશે જ્યાં તેઓ મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ EWS કેટેગરીના લોકો માટે બાંધવામાં આવેલા 1,088 મકાનોની ચાવી તેમના માલિકોને સોંપવાના જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

રાષ્ટ્રપતિ પાંચ લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ આપશે

રાષ્ટ્રપતિ 5 લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે તેમના ઘરની ચાવીઓ આપશે. તે જ સ્થળે, રાજ્ય સરકારના અધિકારીઓ મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ ચાલી રહેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર રાષ્ટ્રપતિને પ્રેઝન્ટેશન આપશે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગરમાં રાત્રિ રોકાણ કરશે અને 30 ઓક્ટોબરે સવારે નવી દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે, આવાસ યોજનાના લાભાર્થીઓને આપશે ચાવી

આ પણ વાંચો : 28મી ઓકટોબરે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, શહેરમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.