ETV Bharat / city

Economy Of India: ભારતમાં ગરીબોને મફતમાં અપાતી સુવિધાઓથી શું શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાશે?

author img

By

Published : Apr 16, 2022, 7:06 PM IST

ભારતમાં ગરીબોને મફતમાં અપાતી સુવિધાઓથી શું શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાશે?
ભારતમાં ગરીબોને મફતમાં અપાતી સુવિધાઓથી શું શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાશે?

અઢી કરોડથી પણ ઓછી વસ્તી ધરાવતા શ્રીલંકામાં આર્થિક કટોકટી સર્જાઈ છે. આ જોતા ભારતમાં પણ શું આવી સ્થિતિ સર્જાશે તે પ્રશ્નએ જોર પકડ્યું છે. ભારતમાં ગરીબો (Economy Of India)ને મફતમાં અપાતી સુવિધાઓથી પણ કટોકટી સર્જાશે તેવી અફવાઓ ફેલાઈ છે. આ વિશે અર્થશાસ્ત્રના અધ્યાપક પ્રોફેસર હેમંત શાહે વાતચીત કરી હતી.

અમદાવાદ: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia Ukraine War 2022)થી આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસમાં વિક્ષેપ (international imports and exports)સર્જાતા અને ઈંધણ જેવા જરૂરી સામાનનો પુરવઠો ઘટતા મોંઘવારી (inflation in world 2022) વધી છે. 2.19 કરોડ જેટલી વસ્તી ધરાવતા શ્રીલંકા જેવા નાના દેશમાં આર્થિક કટોકટી (Economic Crisis in Sri Lanka)નું નિર્માણ થયું છે. ભારતમાં કેટલાક તત્વો દ્વારા એવી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે, જો ભારત પણ મફતમાં બધુ આપશે (Poverty And Economy In India) તો તેની હાલત પણ શ્રીલંકા જેવી થશે. આ બાબતમાં કેટલું તથ્ય છે તે જાણીએ આ વિસ્તૃત અહેવાલમાં.

બંધારણના આમુખની લાઇન 'અમે ભારતના લોકો...'માં ગરીબોનો સમાવેશ થાય છે?

શ્રીલંકામાં આર્થિક કટોકટી સર્જાવાનું કારણ- શ્રીલંકાના અર્થતંત્રમાં મોટો ફાળો પર્યટન ક્ષેત્ર (tourism sector in sri lanka)નો છે, પરંતુ કોરોના (Corona Pandemic In The World)ને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો બંધ રહેતા શ્રીલંકામાં પર્યટન ક્ષેત્રની આવક ઘટી અને ડોલરની તંગી સર્જાઇ. બીજી તરફ ચીન પાસેથી ઋણ મેળવવા તેને પોતાની મિલકતો વેચી મારી. શ્રીલંકાએ ઓર્ગેનિક ખેતી (organic farming in sri lanka)ના ઉત્પાદન માટે કાયદો ઘડ્યો અને રાસાયણિક ખાતર ઉપર પ્રતિબંધ મુક્યો જેથી શ્રીલંકાની વસ્તીની સામે ખોરાકના ઉત્પાદનમાં આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. શ્રીલંકા ઉપર 45 અરબ ડોલરનું દેવું (debt on sri lanka) થયું. જેની ચૂકવણી માટે અને આયાત માટે ડોલર ઉપલબ્ધ નથી. આથી શ્રીલંકામાં આર્થિક કટોકટીનો નિર્માણ થયું છે. આ કારણોમાં શ્રીલંકન સરકારની અણઆવડતને પણ જવાબદાર ગણી શકાય, પરંતુ તેમાં ગરીબોને સરકાર (government aid to poor in india) દ્વારા થતી મફત સહાયને કોઈ લેવાદેવા નથી.

ગરીબોને સહાય આપવાથી આર્થિક સંકટ સર્જાય- અમદાવાદની પ્રસિદ્ધ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂકેલા હેમંત શાહે એ વાતને ફગાવી દીધી છે કે, જરૂરિયાતમંદોને સરકાર દ્વારા કરાતી સહાયથી શ્રીલંકા જેવી હાલત ભારતની (Economy Of India)થઈ શકે છે. હેમંત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે, ભારતમાં મોટા પાયે આર્થિક અસમાનતા (economic inequality in india) જોવા મળે છે. અહીં તક, આવક અને વંહેંચણીની મોટી અસમાનતા છે. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (guiding principles of indian constitution)માં પણ સરકારે ગરીબો (Poor In India), મહિલાઓ, વૃદ્ધો, બાળકો, બેરોજગારો (unemployed youth in india) અને અશક્ત લોકોની કાળજી લેવાની પ્રાથમિકતા દર્શાવી છે. સરકારે કોરોનાકાળ (Corona In India)માં ગરીબોને મફત અનાજ આપ્યું જ છે. સરકારી આંકડા દર્શાવે છે કે, ભારતમાં 80 કરોડ લોકોને મફતમાં અનાજ અપાય છે. એટલે કે, આટલા લોકો એક રીતે ગરીબ જ છે. જો આર્થિક રીતે અક્ષમ લોકોને સરકારી મદદ ન મળે તો તેઓ ગરીબી રેખાની નીચે ધકેલાઈ જાય અને દેશ પર વધુ બોજ પડે.

આ પણ વાંચો: Inflation In Gujarat: કમરતોડ મોંઘવારી અને રોજગારીની તકો ન હોવાને કારણે ભાવનગરની મહિલાઓ નારાજ, ઠાલવ્યો આક્રોશ

ગરીબોને આપો તે બોજ આ વાત જ ખોટી- સૌપ્રથમ તો એ વિચાર જ ખોટો છે કે, ગરીબોને સહાય કરવાથી દેશને આર્થિક નુકસાન જાય છે. દેશનો શ્રમ સપ્લાય ગરીબો થકી જ આવે છે. તેમના શ્રમના પ્રમાણમાં તેમને વેતન પણ મળતું નથી. અર્થતંત્ર સક્ષમ રીતે ચાલે એટલા માટે જ સરકાર પણ માર્કેટ કરતા સરકારી નોકરીમાં પગાર વધુ આપે છે. ગરીબને આર્થિક પગભર કરવા સરકારી સહાય જરૂરી છે. દેશની 130 કરોડની વસ્તીમાં 80 કરોડની વસ્તી કોઈને ખૂંચે એ ચલાવી લેવાય નહીં. દેશમાં આર્થિક અસમાનતા દૂર કરવા તે જરૂરી છે. ધનિક દેશો પણ ગરીબલક્ષી પગલાં ભરતા જ હોય છે. વળી, દેશ આઝાદ થયો ત્યારથી ગરીબી દૂર કરવા અને આત્મનિર્ભર થવા પંચવર્ષીય યોજનાઓ બની જ છે. જે સરકારની સહાય વગર શક્ય નથી. સરકાર પણ લોકો વચ્ચેથી જ આવે છે, પરંતુ જેમાં ગરીબોનું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી.

ભારતમાં ધનિકોને અધધ સહાય મળે છે- 2013થી 2016માં ભારત સરકારે 17.26 લાખ કરોડની સબસિડી (Subsidy to the rich in india) ધનવાનો અને કંપનીઓને આપી છે, જે હાલ પણ ચાલું જ છે. જ્યારે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ રજૂ થાય ત્યારે સૌપ્રથમ વિચાર ધનિકોનો અને કંપનીઓનો જ કરવામાં આવે છે. આ વર્ગ વિવિધ માંગ લઈને નાણાંપ્રધાનની ઓફિસના દરવાજે ઉભેલા નજરે પડે છે. જ્યારે કંપનીઓ સ્થાપવાની હોય ત્યારે સરકાર સસ્તા દરે લોન, મફતના ભાવે પાણી અને વીજળીની ઉપલબ્ધતા, પાણીના ભાવે જમીન આપે છે. તે કોની છે? તેમ છતાં રોજગારનું સર્જન થતું નથી. બેન્કોની લોન ડૂબી જાય છે. ટેક્ષની ચોરી થાય છે. કાળા નાણાંનું સર્જન થાય છે, પરંતુ આમ છતાંય ધનવાનોને આપવામાં આવે તેને વિકાસ અને ગરીબોને આપવામાં આવે તેને મફતિયું કહેવાય છે. આવી વ્યવસ્થાથી ધનવાન વધુ ધનવાન અને ગરીબ વધુ ગરીબ બને છે. તેની પેઢીઓ ગરીબીમાંથી બહાર આવી શકતી નથી.

ભારતમાં શ્રીલંકા જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા કેટલી- રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઇને મોંઘવારી વધી છે તે વાત સાચી. પરંતુ શ્રીલંકાના અર્થતંત્ર કરતા ભારતનું અર્થતંત્ર (India's economy 2022) ઘણું જ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. શ્રીલંકાના 45 અરબ ડોલરના દેવા સામે ભારતનું વિદેશી દેવું (india's foreign debt 2022) 570 અરબ ડોલર છે, પરંતુ સામે ભારત પાસે 605 અરબ ડોલરનું વિદેશી ભંડોળ (foreign capital in india) છે. એટલે કે ભારત આ ઋણ ચૂકવવા સક્ષમ છે. ભારતની વૈશ્વિક બજારમાં શાખ છે. વળી ભારત પાસે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (foreign direct investment in india) અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ આવે છે. જ્યાં સુધી આંતરિક દેવાની વાત છે, તો તે મોટો પ્રશ્ન નથી.

આ પણ વાંચો: Garib Kalyan Melo 2022: કોરોનાના કેસોમાં ઘટાડો થતા આખરે રાજ્યમાં ગરીબો માટો આ આયોજન થશે

ભારતે આ ક્ષેત્રોમાં વધુ ખર્ચ કરવો જોઈએ- ખરેખરમાં ભારતે બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ તેમજ શિક્ષા અને આરોગ્ય પાછળ ખર્ચો વધારવો જોઈએ. 2017ની આરોગ્ય નીતિ પ્રમાણે ભારતે GDPના 02 થઈ 2.5 ટકા અને બજેટના 08 ટકા જેટલો ખર્ચ આરોગ્ય સેવા પાછળ કરવાની જરૂર છે, પરંતુ તે ખર્ચ થતો નથી. 2020ની શિક્ષણ નીતિ પ્રમાણે GDPના 06 ટકાથી વધુ ખર્ચ શિક્ષા પાછળ કરવાની જરૂર છે, પરંતુ તેટલો ખર્ચ થતો નથી. એમ પણ ભારતના બજેટની કુલ રકમના 10 ટકા જેટલી જ રકમ ગરીબો પાછળ વપરાય છે.

ગરીબોને સહાય તે આર્થિક માંગ જ નહીં પરંતુ પોલિટિકલ ડિમાન્ડ છે- ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈને કેન્દ્રની ચૂંટણીઓ યોજાય ત્યારે દરેક પાર્ટી પોતાનું ઘોષણાપત્ર જાહેર કરે છે. જેમાં દરેક વર્ગના લોકોને કંઇકને કંઇક આપવાની જાહેરાત કરાય છે. જ્યારે તે પાર્ટી ચૂંટાઈને આવે ત્યારે ઘોષણાપત્રના વાયદા પ્રમાણે સહાય આપે તેમાં કશું ખોટું નથી. ગુજરાતમાં પણ કોલેજના છોકરાઓને મોંઘા ટેબલેટ 1,000 રૂપિયામાં અપાય છે. તેની પાછળની 250 કરોડનો ખર્ચ થાય છે.

ગુજરાતમાં શિક્ષણ પાછળ GDPના 1.5 ટકા જ ખર્ચ થાય છે- ગુજરાતમાં 37 હજાર સરકારી શાળાઓ છે, જે મફતમાં શિક્ષા આપે છે. તેની પાછળ પણ રાજ્યની GDPના 1.5 ટકા જ ખર્ચાય છે. કેશુભાઈ પટેલની સરકારે ગુજરાતમાં 1995માં 50 યુનિટ સુધીનો વીજ વપરાશ મફત કરી આપ્યો હતો. આજે પણ દેશમાં 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા મળે છે. પોષણ સ્તર ઊંચુ લાવવા તે જરૂરી છે. ખેડૂતોના અને ગરીબોના ખાતામાં સીધી સબસિડી ટ્રાન્સફર થાય છે. દરેક રાજ્યો આવું કરે છે.

ભારતના લોકોમાં ગરીબોનો સમાવેશ થાય છે કે કેમ- ખરેખર તો સહાયના રાજકારણમાં જ્યારે કોઈ એક પાર્ટી તરફ લોકોનો ઝોક વધે ત્યારે બીજી પાર્ટી તેને કાઉન્ટર કરવા વિવિધ પ્રકારના તિકડમ ચલાવે છે, આવું જ આ એક તિકડમ છે. વળી દેશના કુદરતી સ્ત્રોતો, ખેડૂતો, આદિવાસીઓની જમીન લૂંટીને ધનવાન થયેલા લોકો અને વાસ્તવિક્તા જાણ્યા વગર પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા બની બેઠેલા ઓફિસરો આવી ફાલતું વાતો ચલાવે છે. ત્યારે હવે દેશના લોકોએ નક્કી કરવાનું છે કે, ભારતના બંધારણની શરૂઆત જે આમુખથી થાય છે તેમાં પહેલી લાઈન આવે છે કે, 'અમે ભારતના લોકો...' આ લાઈનમાં ગરીબોનો સમાવેશ થાય છે કે કેમ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.