ETV Bharat / city

Garib Kalyan Melo 2022: કોરોનાના કેસોમાં ઘટાડો થતા આખરે રાજ્યમાં ગરીબો માટો આ આયોજન થશે

author img

By

Published : Feb 7, 2022, 3:25 PM IST

Garib Kalyan Melo 2022: કોરોનાના કેસોમાં ઘટાડો થતા આખરે રાજ્યમાં ગરીબો માટો આ આયોજન થશે
Garib Kalyan Melo 2022: કોરોનાના કેસોમાં ઘટાડો થતા આખરે રાજ્યમાં ગરીબો માટો આ આયોજન થશે

રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને કારણે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Melo 2020-21)નું આયોજન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Melo 2022)નું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને કારણે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Melo 2020-21)નું આયોજન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Melo 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત કેબિનેટ બેઠકમાં પણ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી (Education minister jitu vaghani)એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે 24, 25 અને 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે.

Garib Kalyan Melo 2022: કોરોનાના કેસોમાં ઘટાડો થતા આખરે રાજ્યમાં ગરીબો માટો આ આયોજન થશે

ગરીબોને સાયકલ અને જીવનજરૂરી ચીજ વસ્તુઓ

રાજ્ય સરકારના પંચાયત વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે, લાભાર્થીઓને જીવન જરૂરિયાત કીટ, સાયકલ વિતરણ ઉપરાંત સરકારની બીજી યોજનાઓ જેવી કે આવાસ યોજના લોકાર્પણ ભૂમિપૂજન અને જુદા જુદા પ્રકારના રાજ્ય સરકારના હસ્તકના કાર્ડનું વિતરણ પણ આ ગરીબ કલ્યાણ મેળામાં કરવામાં આવશે આ ગરીબ કલ્યાણ મેળો તમામ જિલ્લાઓમાં સવારે 9થી 10 કલાકે યોજાશે.

આ પણ વાંચો: Rajkot CP Extortion Money Case: ભાજપમાં ભ્રષ્ટાચાર ના કરેતો નેતા ના બની શકે: ઇન્દ્રનીલ

સમિતીની કરાઈ રચના

ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને સંપૂર્ણપણે યોગ્ય ન્યાય મળે અને કોઈપણ ગરીબ લાભથી વંચિત ન રહી જાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે એક સમિતિની રચના પણ કરી છે. ગરીબ કલ્યાણ મેળાનું સ્થળ અને સમય પત્રક સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવશે, જ્યારે મેળામાં કોરોનાની ગાઈડલાઈન ચુસ્ત પણે પાલન થાય તે બાબતે સૂચના પણ તમામ જીલ્લા કલેક્ટરોને આપી છે.

આ પણ વાંચો: Reopened Schools In Gujarat: બગીચાના ફુલ ફરી બુકેમાં ગોઠવાયા, આજથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.