ETV Bharat / city

Politics of Gujarat : રાજકારણ હવે વ્યવસાય બન્યો છે કે વ્યાવસાયિકો રાજકારણી !

author img

By

Published : Apr 30, 2022, 8:09 PM IST

જે દેશનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી એવી એક સૂચક કહેવત છે. આ વાત યાદ કરાવવાનું કારણ એ છે કે રાજકારણમાં આવવું એક પ્રોફેશન (professionals politicians ) બનતું જઇ રહ્યો છે.ગુજરાતના રાજકારણમાં (Politics of Gujarat) તાજેતરમાં તેની ચર્ચાઓ જાગી છે. ત્યારે વાંચો ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ.

Politics of Gujarat : રાજકારણ હવે વ્યવસાય બન્યો છે કે વ્યાવસાયિકો રાજકારણી !
Politics of Gujarat : રાજકારણ હવે વ્યવસાય બન્યો છે કે વ્યાવસાયિકો રાજકારણી !

અમદાવાદ- દરેક વ્યક્તિ જ્યારે રાજકારણમાં પ્રવેશે છે. ત્યારે તે કહે છે કે તે લોકોની સેવા કરવા આવ્યો છે. દેશની વર્તમાન સમસ્યાઓને દૂર કરવા આવ્યો છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આવ્યો છે. પરંતુ જો ખરેખર દરેક વ્યક્તિ (Politics of Gujarat) આવા જ ઉદ્દેશ સાથે આવ્યો હોય તો લોકોની મુશ્કેલીઓ દૂર કેમ થતી (Discussion on Ethical Politics )નથી?

લાભ મળે ત્યાં જવું - વર્તમાન ચૂંટણીની સિઝનમાં પક્ષપલટુઓ જોવા મળે છે. જ્યારે તે એક પક્ષ સાથે જોડાય ત્યારે તે પક્ષમાં તેને કામ કરવાની મોકળાશ મળશે. તે પક્ષની વિચારધારા દેશ હિતમાં છે. જેવી વાતો કરતો હોય છે. પરંતુ તે જ વ્યક્તિ જ્યારે બીજા પક્ષમાં જોડાય (Politics of Gujarat)ત્યારે જૂના પક્ષમાં તેને અકળામણ થતી હતી. તે પક્ષની વિચારધારા યોગ્ય નહોતી. તેમાં તાનાશાહી છે. જેવા આક્ષેપો કરતા હોય છે. મૂળતઃ તેમાં ફાયદાની વાત અને પોતાનું ભવિષ્ય (Career) જોવાનું હોય છે. એટલે કે વ્યાવસાયિક દ્રષ્ટિની (professionals politicians )વાત છે.

સશક્ત અને અશક્ત -વ્યક્તિ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં રાજકીય અને આર્થિક લાભ (Politics of Gujarat)લેવા જતા હોય છે. તે મજબૂરીમાં કે સ્વેચ્છાએ પણ જાય છે. ત્યારે આર્થિક અને સંગઠન રીતે સશક્ત પાર્ટી બીજી પાર્ટીના સશક્ત નેતાઓને પોતાની તરફ ખેંચી લે છે. પહેલાના સમયમાં મૂલ્યોની કિંમત હતી. પરંતુ વર્તમાનમાં કયો વ્યક્તિ પાર્ટીને ઉપયોગી થશે ? તે નક્કી કરીને યેનકેન પ્રકારે તેને પાર્ટીમાં (Discussion on Ethical Politics )લાવવામાં આવે છે. ત્યારબાદ તેને કામની સોંપણી કરવામાં આવે છે. જો નક્કી થયું હોય તો હોદ્દો અને પ્રધાનપદ પણ મળે છે.

અબ્રાહમ માસ્લોનો નિયમ -પ્રસિદ્ધ અમેરિકન સાઈકોલોજિસ્ટ અબ્રાહમ માસ્લો જણાવે છે કે, જ્યારે વ્યક્તિની સામાન્ય જરૂરિયાતો સંતોષાઇ જાય. ત્યારે પોતાના ક્ષેત્રમાં સૌ લોકો તેને ઓળખે અને તેના શિખર પર પહોંચવા તે પ્રયત્ન કરતો હોય છે. અત્યારે રાજકારણીઓમાં (Politics of Gujarat) પણ આવું જ જોવા મળે છે. પક્ષમાં કાર્યકર તરીકે જોડાઈને જુદા-જુદા હોદ્દા મેળવવા, અધ્યક્ષ પદ મેળવવું, પ્રધાનપદ મેળવવું વગેરે તેના લક્ષ્ય (Development of political science)હોય છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: ભારતની રાજનીતિમાં પક્ષ પલટો કરવોએ સામાન્ય બાબત બની ગઈ

આજના નેતાઓ વધુ પ્રેક્ટિકલ -આજના યુવાનો દરેક ક્ષેત્રમાં પોતાની પ્રગતિ જોતા હોય છે. જૂનવાણી પદ્ધતિની જગ્યાએ ઝડપી પ્રગતિમાં તેમને રસ છે. જ્યાં તેમને પ્રગતિ દેખાતી નથી તો તે સંસ્થા તેઓ છોડી જાય છે. રાજકારણમાં પણ (Politics of Gujarat) આવું જ છે. લોકોના પ્રશ્નોને વાચા આપવાની જગ્યાએ કે ,સત્યની સાથે ઉભા રહેવાની જગ્યા હવે વ્યક્તિ અંગત પ્રગતિને (Discussion on Ethical Politics )વધારે મહત્વ આપતો થયો છે. પોતાની પ્રજામાં ચાહ અને આવડત થકી જે તે કરે એ સાચું.

આ પણ વાંચોઃ કોંગ્રેસના નેતાઓ કેમ પક્ષ પલટો કરી રહ્યાં છે.. શું ભાજપ તેમને લાલચ આપે છે?

રાજકારણમાં પ્રોફેશનલ્સની એન્ટ્રી - વ્યવસાયિકતા અને રાજકારણમાં (professionals politicians ) ફેર છે. દરેક વસ્તુને વ્યવસાય સાથે કે નફા નુકસાન સાથે જોડી શકાય નહીં. નહીં તો દેશને નુકસાનમાં જવાનો વારો આવે છે. પરંતુ વર્તમાન રાજકારણીઓમાં (Politics of Gujarat) તેવા ચિહ્ન દેખાતા નથી.જેઓ પોતે કશું ન કરી શકે કે વિરોધી પાર્ટીને જવાબ ન આપી શકે તેવા લોકો પાર્ટીને જીતાડવા પૈસા ખર્ચીને વ્યાવસાયિક સ્ટ્રેટેજીસ્ટ (Political strategist ) રાખે તેમાં કંઈ ખોટું નથી. બીજી તરફ વ્યાવસાયિકોમાં પણ રાજકારણનું (Discussion on Ethical Politics ) આકર્ષણ જોવા મળી રહ્યું છે. IT, ડોકટર, પ્રોફેસર, લોયર વગેરે ક્ષેત્રના લોકો રાજકારણમાં જોડાઈ રહ્યા છે.

પ્રજાને છેતરવી જોઈએ નહીં -આ મુદ્દે રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, જો કોઈ રાજકારણને (Politics of Gujarat) પ્રોફેશન તરીકે પસંદ કરી રહ્યું હોય તો તેને પ્રજા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે તેને પાર્ટીની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. તે વ્યક્તિગત લાભ માટે પાર્ટીમાં (Discussion on Ethical Politics ) જોડાઈ રહ્યો છે. પરંતુ પ્રશ્ન એ જ છે કે કોણ આવું કરશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.