ETV Bharat / city

8ના મોત, આરોપીઓની પૂછપરછ ચાલુ કોઈ બેદરકારી હશે તો કડક કાર્યવાહી : ACP ઝાલા

author img

By

Published : Sep 15, 2022, 5:08 PM IST

8ના મોત, આરોપીઓની પૂછપરછ ચાલુ કોઈ બેદરકારી હશે તો કડક કાર્યવાહી : ACP ઝાલા
8ના મોત, આરોપીઓની પૂછપરછ ચાલુ કોઈ બેદરકારી હશે તો કડક કાર્યવાહી : ACP ઝાલા

અમદાવાદની અસ્પાયર 2 બિલ્ડીંગના બાંધકામ દરમિયાન (Aspire lift accident case) મજુરના મૃત્યુ થતાં રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. જેને લઈને પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી છે. Aspire 2 building accident case in Ahmedabad, Aspire lift accident by Gujarat University

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પાસે અસ્પાયર 2 બિલ્ડીંગના બાંધકામ (Aspire lift accident case) ચાલી રહ્યું હતું, ત્યારે 14માં માળની લિફ્ટનું કામ કરતા 6 મજૂર અને 6ઠ્ઠા માળેથી 2 મજૂર એમ કુલ 8 મજૂર નીચે પડ્યા હતા. જેમાંથી 7 મજૂરના મોત થયા હતા. સમગ્ર મામલો બેદરકારી બદલ સાઈટના કોન્ટ્રાકટર સૌરભ શાહ, પેટા કોન્ટ્રાકટર દિનેશ પ્રજાપતિ અને નેમિશ પટેલ વિરુદ્ધ સરકાર તરફ ફરિયાદ નોંધીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. (Aspire lift accident by Gujarat University)

8ના મોત, આરોપીઓની પૂછપરછ ચાલુ કોઈ બેદરકારી હશે તો કડક કાર્યવાહી : ACP ઝાલા

કેવી રીતે નીચે પડ્યા સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. FSLની ટીમને સાથે રાખીને વિડિઓ સાથે પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં 14માં માળનું કામ કરતા મજૂર સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે પાલખ પર ઉભા હતા તે પાલખ 16 MMનું જ હતું. 3 ઇંચના પાટિયામાં લાકડું પણ ખરાબ થઈ ગયું હતું જેની ઉપર ઉભા રહીને કામ કરતા હતા, ત્યારે વજનના કારણે હંગામી સ્ટ્રક્ચર તૂટી ગયું હતું અને 186 ફુટથી મજૂર નીચે પડ્યા હતા.

2 મજૂર અવાજ સાંભળીને ગભરાયા 6 મજૂર પડતા 6ઠ્ઠા માળના 2 મજૂર અવાજ સાંભળીને ગભરાયા અને જોવા ગયા ત્યારે 6ઠ્ઠા માળનું પાટિયું પણ તૂટી ગયું હતું. જેથી 2 મજૂર નીચે પડ્યા હતા. જેમાંથી 1નું મોત થયું અને 1ને ગંભીર ઇજા થઇ હતી. સમગ્ર બનાવ 9:30 વાગે બન્યો હતો અને પોલીસને 10:50 વાગે સોલા સિવિલ હોસ્પિટલમાંથી જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. (Aspire 2 Building Construction Accident Case)

મજૂરોના નિવેદન પોલીસની તપાસમાં સાઇટ પર મજૂરો કામ હતા, ત્યાં સુરક્ષાના સાધનો નહોતા ઉપરાંત જે નેટ હોવી જોઈએ. તે અલગ અલગ માળ પર તે નેટ પણ લગાવવામાં નહોતી આવી. આ ઉપરાંત દરેક માળે સીડી હતી, પરંતુ સીડીની બાજુમાં કઠરડા હોવા જોઈએ તે કઠરડા નહોતા જેથી તે પણ જોખમી હતું. પોલીસે કેટલાક મજૂરોના નિવેદન નોંધ્યા છે. તો હજુ કેટલાક મજૂરોના નિવેદન નોંધવામાં આવશે.(8 killed in Ahmedabad Make shift lift crashes)

પોલીસે આરોપીને પુછપરછ કરી B ડિવિઝન ACP એલ.બી.ઝાલાએ જણાવ્યું હતું કે, અમે અત્યારે આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છીએ. પ્રોપરાઈટરની પણ પૂછપરછ કરવામાં આવશે. જવાબદાર અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે. કોઇ અધિકારીની બેદરકારી કે ખામી હશે અને નિયમ મુજબ ઇન્સ્પેકશન કે તપાસ ના કરી હોય તો તેવા અધિકારીની પૂછપરછ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે. Aspire 2 Building Construction Accident Case, Aspire 2 building accident case in Ahmedabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.