ETV Bharat / city

વિશ્વના પાવરફુલ નેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના જીવનની કહાની

author img

By

Published : Sep 16, 2022, 7:54 PM IST

Updated : Sep 16, 2022, 10:31 PM IST

વિશ્વના પાવરફુલ નેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના જીવનની કહાની
વિશ્વના પાવરફુલ નેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના જીવનની કહાની

વિશ્વના પાવરફુલ નેતામાં જેમનું નામ આવે છે તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ખૂબ જ સાદગીભર્યુ જીવન જીવી રહ્યા છે. હાલ હીરાબા 100 વર્ષના છે અને તેમના નાના પુત્ર પંકજ મોદીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને રહે છે. પીએમ મોદીના જન્મદિવસે ( PM Modi 72nd Birthday) તેમના માતા હીરાબાના જીવન ( PM Modi Mother Heeraba Family ) પર એક નજર કરીશું.

અમદાવાદ મૂળ વતન મહેસાણા પાસેના વડનગરના દામોદરદાસ મૂળચંદ મોદી સાથે હીરાબા ( PM Modi Mother Heeraba Family ) ના લગ્ન થયાં હતાં. તેઓ મોઢ ઘાંચી (OBC) માં ગણાય. દામોદરદાસની વડનગરના રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે હીરાબા ઘરકામ કરવા જતા હતાં અને તેમના પતિને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં. પણ નાની વયે દામોદરદાસને કેન્સર થતાં તેમનું અવસાન થયું હતું.

પાંચ પુત્રો અને એક દીકરી છે હીરાબાને ( PM Modi Mother Heeraba Family ) પાંચ પુત્રો અને એક દીકરી છે. એટલે કે પીએમ મોદીના 4 ભાઈઓ ( PM Modi Brothers ) અને એક બહેન છે. હીરાબાનાં સૌથી મોટા પુત્ર સોમાભાઈ મોદી ગુજરાતમાં હેલ્થ વિભાગમાંથી રીટાયર્ડ ઓફિસર છે. તેમનાથી નાના અમૃતભાઈ મોદી લેથ મશીન ઓપરેટર હતાં. તે રીટાયર્ડ થઈ ગયા છે. તેમનાથી નાના છે પ્રહલાદભાઈ મોદી જેેમની સસ્તા અનાજની દુકાન છે.ચોથાનંબરે નરેન્દ્ર મોદી જેઓ હાલ દેશના વડાપ્રધાન પદ પર છે. તેમનાથી નાના પંકજ મોદી છે, તે ગુજરાત સરકારના માહિતી વિભાગમાં ફરજ બજાવે છે. હીરાબાને વસંતીબહેન ( PM Modi Sister ) નામે એક દીકરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આખો મધ્યમવર્ગીય પરિવાર સાદગીભર્યુ જીવન જીવે છે.

માતા હીરાબા પાસેથી શીખામણોને જીવનમાં ઉતારવા સદા પ્રયત્નશીલ રહે છે પીએમ મોદી
માતા હીરાબા પાસેથી શીખામણોને જીવનમાં ઉતારવા સદા પ્રયત્નશીલ રહે છે પીએમ મોદી

હીરાબાને ગૌરવ કેમ ન હોય હીરાબાએ ( Memories of PM Modi with Mata Heeraba )નરેન્દ્ર મોદી 13 વર્ષના હતાં ત્યારે તેમની સગાઈ જશોદાબહેન સાથે કરાવી હતી. નરેન્દ્રભાઈ 18 વર્ષના થયા ત્યારે તેમના લગ્ન કરાવી દીધા હતાં. જો કે નરેન્દ્ર મોદી હિમાલય ચાલ્યા ગયાં હતાં. નરેન્દ્ર મોદી નાનપણથી સંઘને ફોલો કરતાં હતા અને સંઘ પરિવારનો હિસ્સો બની ગયાં હતાં. રાજકારણમાં જોડાયા અને ત્યાર પછી તેઓ એકપછી એક સફળતાની સીડી ચઢતા ગયાં હતાં. તેનું હીરાબાને ( PM Modi Mother Heeraba Family ) ગૌરવ કેમ ન હોય.

હીરાબાની શીખ બેટા કદી લાંચ ન લઈશ નરેન્દ્ર મોદી જ્યારે 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં હતાં, ત્યારે હીરાબાના આર્શીવાદ લેવા ગયા હતાં. ત્યારે હીરાબા ( PM Modi Mother Heeraba Family ) એ નરેન્દ્ર મોદીને શીખ આપી હતી કે ‘બેટા કદી લાંચ ન લઈશ’. તે પછી નરેન્દ્ર મોદી ગુજરાતના ચાર વખત સીએમ બન્યાં અને સૌથી લાંબા કાર્યકાળમાં સીએમ રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

2014માં હીરાબાને પગે લાગીને આર્શીવાદ લીધાં 2014માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ લોકસભાની ચૂંટણી લડ્યો અને જીત પણ મેળવી હતી. 16 મે, 2014ના રોજ જીત મેળવ્યા પછી નરેન્દ્ર મોદીએ હીરાબાના આર્શીવાદ લેવા માટે ગયાં હતાં. ત્યારે તેમણે હીરાબા ( PM Modi Mother Heeraba Family ) ને પગે પડીને તેમના આર્શીવાદ લીધાં હતાં. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના દેશના 14માં વડાપ્રધાન પદે શપથગ્રહણ કર્યા હતાં.

નવાઝ શરીફે હીરાબાને સાડી ભેટ આપી 2014ના વર્ષમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે હીરાબાને સાડી ભેટ કરી હતી. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફના માતાને શાલ ભેટ કરી હતી. પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં ( Memories of PM Modi with Mata Heeraba )કહ્યું હતું કે તેમના જીવનમાં માનું ( PM Modi Mother Heeraba Family ) ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે અને તે તેમના જીવનનો આધાર છે.

હીરાબા ઘરકામ કરતાં હતા તે વાત કરતાં PM રડી પડ્યાં પીએમ મોદી 2015માં જ્યારે અમેરિકાની મુલાકાતે ગયાં હતાં ત્યારે ટાઉનહોલમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સાથેની વાતચીતમાં તેમની આર્થિક સ્થિતિ પર વાત કરતાં કહ્યું કે તેમના માતા ( PM Modi Mother Heeraba Family ) તેમનું બધુંય કામ જાતે કરે છે. તે ભણેલી નથી, પણ ટીવી પર દેશ અને દુનિયાના સમાચાર જુએ છે. ઘરમાં ગુજરાન ચલાવવા માટે હીરાબા અડોશપડોશમાં ઘરકામ કરવા જતાં હતાં. વાસણો સાફ કરવા, કચરો વાળવો, મજૂરી કરવી, તે વાત કરી ત્યારે તેમની ( Memories of PM Modi with Mata Heeraba ) આંખમાં આંસુ સાથે ભાવુક થયાં હતાં અને કેટલીક ક્ષણો તો તે વાત કરી શક્યા ન હતાં.

હીરાબા દિલ્હી 7 રેસકોર્સ વડાપ્રધાન નિવાસસ્થાને ગયાં 16 મે, 2016ના રોજ પીએમ મોદીએ તેમના માતા હીરાબાને દિલ્હી તેડાવ્યાં હતાં અને 7 રેસકોર્સ વડાપ્રધાન નિવાસસ્થાન બતાવ્યું હતું. પીએમ મોદીએ ( Memories of PM Modi with Mata Heeraba ) ટ્વીટ કરીને હીરાબાને વ્હીલચેરમાં બેસાડીને ગાર્ડનમાં ફેરવતાં હોય તેવા ફોટા શેર કર્યા હતા. ત્યારે તો બધાને ખબર પડી કે લ્યો બોલો હીરાબા દિલ્હી પહોંચી ગયા છે.

માતા હીરાબાને જ્યારે પણ મળે ત્યારે આ રીતે આશીર્વાદ લેવાનું નથી ચૂકતાં પીએમ મોદી
માતા હીરાબાને જ્યારે પણ મળે ત્યારે આ રીતે આશીર્વાદ લેવાનું નથી ચૂકતાં પીએમ મોદી

હીરાબાએ બેંકમાં જઈને જાતે નોટો બદલાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બર, 2017ના રોજ ડીમોનેટાઈઝેશન કર્યું હતું. 500 અને 1000ની નોટ બંધ કરી હતી. ત્યારે તેમના પુત્રના નિર્ણયને સપોર્ટ આપવા માટે ( Memories of PM Modi with Mata Heeraba ) હીરાબા 15 નવેમ્બર, 2017ના રોજ જાતે બેંકમાં જઈને નોટો બદલાવી હતી અને વિરોધીઓના મ્હો બંધ કરાવ્યાં હતાં.

નરેન્દ્ર મોદીના શપથગ્રહણ હીરાબા ટીવીમાં લાઈવ જોવે 2019માં લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ સ્પષ્ટ બહુમતીથી ભાજપને જીતાડ્યો હતો. ત્યારે 23 મે, 2019ના રોજ હીરાબા પંકજભાઈના ઘરની બહાર આવીને ( Memories of PM Modi with Mata Heeraba ) મીડિયા અને પ્રજાને હાથ જોડીને આભાર માન્યો હતો. 26 મે, 2019ના રોજ પીએમ મોદી હીરાબાના આર્શીવાદ લેવા માટે આવ્યા હતાં અને તેમની તબિયતના ખબરઅંતર પૂછ્યાં હતાં. ત્યાર પછી 30 મે, 2019ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતાં. તમામ શપથગ્રહણ વખતે હીરાબા ટીવી પર લાઈવ પ્રસારણ જોઈને તાળીઓ પાડીને તેમના દીકરાને વધાવતા રહ્યાં છે અને હર્ષના આંસુ સાથે આર્શીવાદ પણ વરસાવતા હતાં.

હીરાબા બધું જ જે ઘરમાં જમવાનું બનાવ્યું હોય તે બધું જ જમે છે
હીરાબા બધું જ જે ઘરમાં જમવાનું બનાવ્યું હોય તે બધું જ જમે છે

હીરાબાની યાદશક્તિ અને પાચનશક્તિ ખૂબ સરસ છે પંકજ મોદી હીરાબાના પુત્ર પંકજ મોદી કે જેમની સાથે હીરાબા રહે છે. તે પંકજભાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હીરાબા બિલકુલ રૂટિન લાઈફ જીવે છે. દરરોજ સવારે વહેલાં ઉઠે છે. નાહીધોઈને પૂજા કરે છે. માળા કરે છે. ચા નાસ્તો કરે છે. દેશ અને દુનિયાના ટીવી પર સમાચાર જોવાના અને ધાર્મિક કથાઓ સાંભળે છે. બપોરે જમવાનું અને સાંજે પણ જમવાનું. તેમની પાચનશક્તિ પણ ખૂબ સારી છે. હીરાબા બધું જ જે ઘરમાં જમવાનું બનાવ્યું હોય તે બધું જ જમે છે. પૂરતો ખોરાક પણ લઈ શકે છે. તેમની યાદશક્તિ પણ એટલી જ સરસ છે. તેમને બીપી કે ડાયાબિટીસ જેવો કોઈ રોગ નથી અને હીરાબા એકપણ દવાની ટીકડી લેતા નથી. તેઓ બિલકુલ સ્વસ્થ અને રૂટિન જીવન જીવે છે.

Last Updated :Sep 16, 2022, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.