ETV Bharat / city

અમદાવાદમાં કરફ્યુ સાથે નીકળી શકે રથયાત્રા ?, જાણો શું છે સંભાવના....

author img

By

Published : Jun 20, 2021, 4:36 PM IST

અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે નહીં તેને લઈને ભક્તો મૂંજવણમાં મુકાયા છે. જોકે, ગયા વર્ષે 144th Jagannathji Rathyatra નહી નીકળવાથી શહેરીજનો ઈશ્વરના નગર ચર્યાના દર્શન ન કરી શકવાથી નિરાશ થયા હતા. પરંતુ, આ વખતે રથયાત્રા નીકળે તેવો દૃઢ નિર્ધાર કરાયો છે. પરંતુ જો રથયાત્રા નીકળશે તો કોરોનાની ( Corona Panemic ) સંભવિત ત્રીજી લહેરને આમંત્રણ મળી શકે છે.

144th Jagannathji Rathyatra
અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા

  • અમદાવાદમાં રથયાત્રા નીકળે તેવી લોકોની આશા
  • રથયાત્રાના કારણે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના
  • કોરોનાના કારણે રથયાત્રા ન નીકળે તેમાં જ ડહાપણ

અમદાવાદ: કોરોના કાળ( Corona Panemic ) બાદ અમદાવાદમાં 144th Jagannathji Rathyatra નિકળશે કે નહીં તેને લઈને લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. જોકે, ગયા વર્ષે રથયાત્રા નહી નીકળવાથી શહેરીજનો ઈશ્વરના નગર ચર્યાના દર્શન ન કરી શકવાથી નિરાશ થયા હતા. પરંતુ, આ વખતે રથયાત્રા નીકળે તેવો દૃઢ નિર્ધાર કરાયો છે. ગઇ વખતની જેમ છેલ્લી ઘડી સુધી નિર્ણય પ્રક્રિયા ન પહોંચે તે માટે અગાઉથી જ આ મુદ્દાનું નિરાકરણ લાવવા સરકારે તૈયારી બતાવી છે.

આ પણ વાંચો: 144th Jagannathji Rathyatra ને લઇ મહત્વના સમાચાર, જળયાત્રાને મળી મંજૂરી

કોરોનાની ત્રીજી લહેરની આગાહી

નિષ્ણાંતોએ લોકોની નિષ્કાળજીને જોતા મંતવ્ય રજૂ કર્યું છે કે, આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. ત્યારે, ફરી વખત રથયાત્રા નિકાળવા મુદ્દે પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયો છે. કારણ કે, જો રથયાત્રા નીકળે અને લાખો લોકો ભેગા થાય તો કોરોનાની ત્રીજી લહેર આવે જ. તેના માટે લોકો સરકારને જ દોષ આપે છે.

રથયાત્રા કાઢવા શહેરમાં કરફ્યુ નખાય ?

જોકે એક શક્યતા એ પણ રહેલી છે કે, ફક્ત 3 રથ સાથે કોઈપણ ભક્ત વગર ભગવાનની નગરચર્યા પૂર્ણ કરવામાં આવે. જોકે, લાખો લોકોને રોકવા એ ખૂબ જ અઘરું કામ છે. દર વખતની જેમ આ વખતે પણ હજારો પોલીસ જવાનોને રથયાત્રાના રૂટ ઉપર ખડકવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. બીજી તરફ એ પણ પ્રશ્ન છે કે, શહેરમાં જ્યારે છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે ફક્ત રથયાત્રા માટે સરકાર કરફ્યુ નાખે નહીં. જોકે, રથયાત્રા નીકળવાની હોય તે રીતે પોલીસ ખાતાએ અને મંદિરે તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો: 144th Jagannath Rathyatra: રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં, લોકોમાં ઉચાટ!

રથયાત્રા ન નીકળે તેમાં જ ડહાપણ

જો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે કે, રથયાત્રામાં કોઈએ શામેલ થવું નહીં અને ઘરેથી જ દર્શન કરવા. તેમજ ફક્ત 3 રથ સાથે ટૂંક સમયમાં નગરયાત્રા પૂર્ણ કરવામાં આવે તો રથયાત્રા શક્ય છે. પરંતુ, અત્યારે રથયાત્રા ન નીકળે તેમાં જ ડહાપણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.