Omicron Cases in Gujarat: સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનથી શંકાસ્પદ મૃત્યું, રિપોર્ટ પોઝિટિવ આવશે તો દેશમાં પ્રથમ ઓમિક્રોનથી મૃત્યું હશે

author img

By

Published : Dec 24, 2021, 8:26 AM IST

Omicron Case in Gujarat: સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન શંકાસ્પદનું મોત, રિપોર્ટ પોઝિટિવ આવશે તો દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત
Omicron Case in Gujarat: સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન શંકાસ્પદનું મોત, રિપોર્ટ પોઝિટિવ આવશે તો દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત ()

રાજ્યમાં ઓમિક્રોનના નવા કેસ સતત વધી (Omicron Cases in Gujarat) રહ્યા છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન શંકાસ્પદ દર્દીનું સારવાર દરમિયાન મોત (Omicron suspect dies at Sola Civil Hospital) થતા તંત્ર દોડતું થયું છે. હવે જો આ દર્દીનો ઓમિક્રોન પોઝિટિવ આવશે તો આ દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત (Omicron may be the first death in the country) હશે.

અમદાવાદઃ એક તરફ રાજ્યમાં કોરોનાના (Corona Cases in Gujarat) કેસ વધી રહ્યા છે. તેવામાં અધૂરામાં પૂરું ઓમિક્રોન કરી (Omicron Cases in Gujarat) રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવેલા એક વૃદ્ધનું મૃત્યુ (Omicron suspect dies at Sola Civil Hospital) થયું છે. ત્યારે હવે તંત્ર દોડતું થયું છે. મૃતકમાં ઓમિક્રોનના મોટા ભાગના લક્ષણો હતા. જોકે, તેમનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે અને જો આ મૃતકનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવશે તો આ દેશમાં ઓમિક્રોનથી પહેલું (Omicron may be the first death in the country) મૃત્યુ હશે.

આ પણ વાંચોઃ Omicron in Gujarat: વિદેશથી આવેલ મુસાફરોના ટેસ્ટિંગ નિયમો બદલાયા

મૃતક દર્દીના સેમ્પલ પૂણે લેબમાં મોકલાયા

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમની અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, તેમને ઓમિક્રોન હોઈ શકે તેવી શક્યતાને જોતા દર્દીના કેટલાક સેમ્પલને પૂણે લેબમાં જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. એટલે જો હવે તેમનો ઓમિક્રોન પોઝિટિવ આવશે તો ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ (Omicron may be the first death in the country) ગણાશે.

આ પણ વાંચોઃ સુરતમાં 5 લાખ રેપીટ કીટ ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ આપી પરવાનગી

મૃતકને માત્ર શ્વાસ લેવામાં તકલીફ પડી હતી

વિશ્વસનીય તબીબનું કહેવું છે કે, દર્દીમાં મોટા ભાગનાં લક્ષણો ઓમિક્રોન (Omicron Cases in Gujarat) જેવા હતા. જોકે, તેઓને બીજી કોઈ તકલીફ ન હતી. માત્ર શ્વાસ લેવામાં જ તકલીફ પડી રહી હતી. તેવામાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તંત્ર દોડતું (Omicron suspect dies at Sola Civil Hospital) થયું છે. જો તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવે તો ઓમિક્રોન ધરાવતા પહેલા ભારતીયનું મોત ગણાશે.

ઓમિક્રોનના કેસ વધતા તબીબોમાં ચિંતા

વૈજ્ઞાનિકોનો દાવો હતો કે, ઓમિક્રોન જેટલો વધારે વાયરલ છે તેટલો જ ઓછો ઘાતક છે. તે હવે ધીમે ધીમે અયોગ્ય સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેસમાં જબરજસ્ત રીતે ઉછાળો પણ થઈ રહ્યો છે. બ્રિટનમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. તો બીજી તરફ ભારત અને ગુજરાતમાં કોરોનાની સાથે નવો વેરિએન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે, જેના કારણે તબીબોમાં ચિંતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.