ETV Bharat / city

રેલવે સ્ટેશનના પ્રવાસીઓએ હવે નહીં થવું પડે હેરાન, AMCએ કરી નવી વ્યવસ્થા

author img

By

Published : Jun 1, 2022, 3:30 PM IST

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર નવું BRTS બસ સ્ટેન્ડ બનાવવામાં (New BRTS Bus Stand at Kalupur Railway Station) આવ્યું છે. હવે ટૂંક સમયમાં આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ રેલવેના પ્રવાસીઓને શહેરમાં કોઈ પણ જગ્યાએ જવા માટે (Convenience for railway travelers) સરળતા રહેશે.

રેલવે સ્ટેશનના પ્રવાસીઓએ હવે બસ પકડવા નહીં જવું પડે બહાર, AMCએ કરી નવી વ્યવસ્થા
રેલવે સ્ટેશનના પ્રવાસીઓએ હવે બસ પકડવા નહીં જવું પડે બહાર, AMCએ કરી નવી વ્યવસ્થા

અમદાવાદઃ બીઆરટીએસ (Bus Rapid Transit System BRTS) એ દેશના સૌથી ઝડપી પરિવહન માટેનું એક મહત્વનું માધ્યમ છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS સેવાનો લાભ લોકો કઈ રીતે વધુ લોકો લઈ શકે તે માટે નવા રૂટ અને નવા બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યાહે હવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર (The largest Kalupur railway station in Gujarat) પણ નવું BRTS બસ સ્ટેન્ડ શરૂ (New BRTS Bus Stand at Kalupur Railway Station) કરવામાં આવ્યું છે, જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

પ્રવાસીઓને રહેશે સરળતા

આ પણ વાંચો- હા મોજ હા..રતલામના રેલવે સ્ટેશન પર ગુજરાતીઓએ સૌને મોજ કરાવી, પ્લેટફોર્મ ગરબા પર્ફોમન્સ

પ્રવાસીઓને રહેશે સરળતા - કાલુપુર રેલવે સ્ટેશન પર તૈયાર થયેલા નવા BRTS બસ સ્ટેન્ડના કારણે રેલવેથી આવતા પ્રવાસીઓને ખૂબ જ સરળતા (Convenience for railway travelers) રહેશે. હવે રેલવેના પ્રવાસીઓએ બસ પકડવા માટે રેલવે સ્ટેશનની બહાર નહીં જવું પડે. કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ (Convenience for railway travelers) આવતા હોય છે. તેવામાં રેલવે વિભાગની મંજૂરી પછી અહીં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો- અમદાવાદીઓને વાહન ચલાવવામાં હવે નહીં પડે મુશ્કેલી, ટૂંક સમયમાં નવો બ્રિજ થશે શરૂ

બસ સ્ટેન્ડની વિશેષતા - અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (Ahmedabad Janmarg Ltd) દ્વારા BRTS રૂટમાં આવતા કાલુપુર રેલવે સ્ટેશનની (New BRTS Bus Stand at Kalupur Railway Station) અંદરના ભાગમાં 42.45 મીટરની જગ્યામાં 55.95 લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું આ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત 6 મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. જોકે, હવે આ તૈયાર થઈ જતાં તેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.

રેલવે વિભાગે જગ્યા ફાળવી હતી - હાલમાં કાલુપુર ઘી બજાર અને સારંગપુર BRTS બસ સ્ટેન્ડની વચ્ચે કાલુપુર રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે પ્રિમાઈસીસ BRTS કેબિન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જ્યારે રેલવે વિભાગ દ્વારા સંકલન કરીને તેમને સૂચવેલી જગ્યા પર નવું અદ્યતન BRTS બસ સ્ટોપ (New BRTS Bus Stand at Kalupur Railway Station) બનાવવામાં આવ્યું છે.

રેલવે પ્રવાસીઓને ફાયદો થશે - મહત્વનું છે કે, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું રેલવે સ્ટેશન (The largest Kalupur railway station in Gujarat) છે. જોકે, હવે આ નવું બસ સ્ટેન્ડ શરૂ થતાં પ્રવાસીઓએ બસ પકડવા (Convenience for railway travelers) માટે રેલવે સ્ટેશનની બહાર નહીં જવું પડે. તેમને રેલવે સ્ટેશન પર ઉતરતાં જ BRTS બસ મળી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.