ETV Bharat / city

અમદાવાદમાં નેશનલ ગેઇમ્સનું કાઉન્ટડાઉન શરુ, સાબરમતી સ્પોર્ટ્સ પાર્ક અને નદીમાં કઇ રમતો યોજાશે જૂઓ

author img

By

Published : Sep 12, 2022, 5:11 PM IST

Updated : Sep 12, 2022, 6:56 PM IST

36મી નેશનલ ગેમ્સ 2022 ની યજમાની માટે અમદાવાદ સજ્જ થતું જોવા મળી રહ્યું છે. અમદાવાદના 8 સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં તિરંદાજી, રગ્બી, ફુટબોલ, કબડ્ડી, સ્કેટિંગ, ટેનીસ, ગોલ્ફ, રાઇફલ શૂટિંગ સહિતની રમતો ખેલાશે. ત્યારે સાબરમતી નદીમાં રોવિંગ, કેનોઇંગ તેમજ સાબરમતી સ્પોર્ટસ પાર્કમાં આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ ખેલાશે. National Games Countdown in Ahmedabad , National Games Venues in Ahmedabad , Sabrmati Sports Park

અમદાવાદમાં નેશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરુ, સાબરમતી સ્પોર્ટ્સ પાર્ક અને નદીમાં કઇ રમતો યોજાશે જૂઓ
અમદાવાદમાં નેશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરુ, સાબરમતી સ્પોર્ટ્સ પાર્ક અને નદીમાં કઇ રમતો યોજાશે જૂઓ

અમદાવાદ ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2022 દરમિયાન પ્રથમ વખત યોજાનારી નેશનલ ગેઇમ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જોરશોરથી 36મી નેશનલ ગેઇમ્સ 2022 ની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સાબરમતી સ્પોર્ટસ પાર્કમાં આર્ટિસ્ટિક સ્કેટિંગ પણ યોજાશે
સાબરમતી સ્પોર્ટસ પાર્કમાં આર્ટિસ્ટિક સ્કેટિંગ પણ યોજાશે

15 રમતોનું આયોજન અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર નેશનલ ગેઇમ્સ અંતર્ગત અમદાવાદના 8 સ્પોર્ટસ કોમ્પલેક્સ સહિતનાં સ્થળો પર વિવિધ 15 રમતોનું આયોજન કરવામાં આવનાર છે. જેના અંતર્ગત સંસ્કારધામમાં તીરંદાજી, ખો-ખો અને મલખંબ, ટ્રાન્સ્ટેડિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રગ્બી, ટ્રાન્સ્ટેડિયા એકા ગ્રાઉન્ડ ખાતે પુરુષો માટેની ફુટબોલ સ્પર્ધા તેમજ કબડ્ડી, યોગાશન , શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટેની ફુટબોલ સ્પર્ધા યોજાશે.

36મી નેશનલ ગેઇમ્સ 2022 ની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ જોવા મળી રહી છે
36મી નેશનલ ગેઇમ્સ 2022 ની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ જોવા મળી રહી છે

સાબમરતી સ્પોર્ટસ પાર્કમાં શું યોજાશે સાબરમતી નદીમાં રોવિંગ કેનોઇંગનું તેમજ સાબરમતી સ્પોર્ટસ પાર્ક ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ રમતનું આયોજન થશે. કેન્સ વિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં લૉન બોલ અને ગોલ્ફ, ક્રાઉન એકેડમીમાં શોટગન શુટિંગ, જ્યારે ખાનપુરની રાઇફલ ક્લબ ખાતે રાઇફલ અને પીસ્ટલની શૂટિંગ સ્પર્ધાઓ યોજાશે.

ગુજરાતની ઉભરતી પ્રતિભાને નવું બળ મળશે અમદાવાદમાં યોજાનારી વિવિધ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતમાં નેશનલ ગેઇમ્સની સાથે ગરબાની રમઝટ પણ જામશે. નેશનલ ગેઇમ્સમાં અમદાવાદ સહભાગી થતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની ઉભરતી પ્રતિભાને નવું બળ મળશે. 36th National Games in September 2022 ,Sports category in National Games , National Games Venues in Ahmedabad , Sabrmati Sports Park , 8 Sports Complex of Ahmedabad city , Garba along with National Games

Last Updated :Sep 12, 2022, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.