ETV Bharat / city

અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત

author img

By

Published : May 14, 2020, 10:26 PM IST

Updated : May 15, 2020, 12:01 AM IST

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં થર્મલ સ્ક્રિનિંગ, હેલ્થ ચેક–અપ, સેનિટાઈઝેશન, શહેરમાંથી લોકોની અવર જવર પર નિયંત્રણ સહિત અનેક રક્ષાત્મક પગલાં લેવાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરુ કરાયેલા લાઈવ ડેશ બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે જ 24 કલાકમાં લોકોના હેલ્થ ચેક અપની વ્યવસ્થા ઉપલબ્ધ કરતો નવો અભિગમ શરુ કરાયો છે.

Live Dash Board functioned in the health branch of the district panchayat
જિલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું

અમદાવાદ: કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં થર્મલ સ્ક્રિનિંગ, હેલ્થ ચેક–અપ, સેનિટાઈઝેશન, શહેરમાંથી લોકોની અવર જવર પર નિયંત્રણ સહિત અનેક રક્ષાત્મક પગલાં લેવાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરુ કરાયેલા લાઈવ ડેશ બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે જ 24 કલાકમાં લોકોના હેલ્થ ચેક અપની વ્યવસ્થા ઉપલબ્ધ કરતો નવો અભિગમ શરુ કરાયો છે.


અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, “જિલ્લામાં કોરોનાનું નિયંત્રણ કરવા અનેક પગલાં લેવાયા છે. તે પૈકી હેલ્થ ચેક અપ પણ મહત્વનું પાસુ છે. જો કે, આટલી મોટી સંખ્યામાં એક સાથે હેલ્થ ચેક અપ કરવું અઘરું છે, ત્યારે આના માટે આરોગ્ય શાખા દ્વારા લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું છે.’

Live Dash Board functioned in the health branch of the district panchayat
જિલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું
આ સુવિધાઓનો ઉલ્લેખ કરી તેમણે વધુમાં જણાવ્યું છે કે, “જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ યોધ્ધા કમિટી બનાવાઈ છે. ગામમાં કોઈને પણ તાવ-શરદીના લક્ષણો હોય તો આ કમિટીના સભ્યો નિયત કરાયેલા Whatsapp નંબર (9016272810) માત્ર (Hi) લખીને મેસેજ કરશે, તો તરત જ મેસેજ કરનાર વ્યક્તિના મોબાઈલ વળતા મેસેજમાં એક લિંક આવશે. આ લિંક ખોલવાથી તેમા ઉપલબ્ધ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે. આ વિગત જિલ્લ્લાના ડેશ બોર્ડમાં આવશે ત્યાંથી તાલુકા મારફતે સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર્માં આવશે અને તેના દ્વારા 24 કલાકમાં જે તે વ્યક્તિની તપાસ- નિદાન કરવામાં આવશે. જો કોઈ પોઝિટિવ લક્ષણો જણાશે તો નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે...’ એમ તેમણે ઉમેર્યું હતું.
Live Dash Board functioned in the health branch of the district panchayat
જિલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું
અત્રે ઉલેખનીય છે કે, જિલામાં અત્યાર સુધી અનેક લોકોના ટેસ્ટ કરાવાયા છે. 22 એપ્રિલથી કાર્યરત કરેલી મોબાઈલ ટેસ્ટિંગ દ્વારા પણ રોજના 50 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. સાથે સાથે અનેક લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ છે, ત્યારે આ સુવિધાથી ખરેખર જેને તાવ-શરદી જેવા લક્ષણો હશે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કે ટેસ્ટ સત્વરે હાથ ધરાશે. જેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું વધતું અટકાવી શકાશે.
Last Updated : May 15, 2020, 12:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.