ETV Bharat / city

Kishan Bharvad Murder case Update : કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય ત્રણ આરોપીઓના વધુ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

author img

By

Published : Feb 5, 2022, 8:40 PM IST

Kishan Bharvad Murder case Update : કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય ત્રણ આરોપીઓના વધુ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
Kishan Bharvad Murder case Update : કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય ત્રણ આરોપીઓના વધુ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપી શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાળાને મિર્ઝાપુર સ્પેશિયલ કોર્ટે વધુ રીમાન્ડ પર (Kishan Bharvad Murder case Update) સોંપ્યાં છે.

અમદાવાદ: કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપી એવા શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ, અને મૌલાના ઐયુબ જાવરાવાળાને ગુજરાત એટીએસની ટીમે રિમાન્ડ પૂર્ણ થતા મિર્ઝાપુર સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ કેસમાં (Dhandhuka Murder Case 2022 ) ઘણી તપાસ કરવાની બાકી હોવાના કારણે એટીએસે 14 દિવસના રિમાન્ડની માગણી (Kishan Bharwad murder accused remand ) કરી હતી. પરંતુ વિવિધ મુદ્દાઓને ધ્યાને લઇને કોર્ટે નવ દિવસના રિમાન્ડ (Kishan Bharvad Murder case Update) ગ્રાહ્ય રાખ્યાં છે.

અમુક મહત્વની તપાસ બાકી હોવાથી કોર્ટે વધુ રીમાન્ડ મંજૂર કર્યા

બચાવ પક્ષના વકીલની દલીલો

બચાવ પક્ષના વકીલ નિસાર વૈદ્યે જણાવ્યું કે, એટીએસ દ્વારા મુખ્ય ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ અમુક મહત્વની તપાસ બાકી હોવાનું જણાવીને રિમાન્ડની (Kishan Bharwad murder accused remand ) માગણી કરી હતી. તપાસના મૂદામાં આરોપીઓએ ગુનો કર્યા બાદ ગુનામાં વપરાયેલો મોબાઇલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા છે તે અંગેની તપાસ કરવા રિમાન્ડની જરૂરિયાત છે અને સાથે જ અન્ય 17 જેટલા મુદ્દાઓ પણ છે જેમાં તપાસ કરવાની બાકી હોવાથી એટીએસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવી છે. જેમાં અન્ય કોઈ સંગઠનોના ઉપર રેકી કરી છે કે નહીં એવા પક્ષ રજૂ કર્યો હતો અને નામદાર કોર્ટે બંને પક્ષની વાત સાંભળીને ત્રણેય આરોપીઓના વધુ નવ દિવસના રિમાન્ડ (Kishan Bharvad Murder case Update ) માન્ય કર્યા છે.

આ પણ વાંચોઃ Reconstruction of Kishan Bharvad Murder : આરોપીઓને સ્થળ પર લઈ જઇ ATS એ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

શું હતા રિમાન્ડના મુદ્દા?

આરોપીઓએ મોબાઇલ ફોન સીમકાર્ડ ફેંકી દીધાં તે શોધવાના બાકી છે. ગુનો કર્યા બાદ આરોપી સબીર અને ઈમ્તિયાઝે ગુના સમયે પહેરેલા કપડાં શોધવા તપાસ કરવી જરૂરી છે. મૌલાના ઐયુબ જાવરાવાલાએ છપાયેલા ચાર હજાર પુસ્તકો પૈકી ત્રણ હજાર પુસ્તકો ક્યાં છે તે અંગે તપાસ બાકી છે. પોરબંદરમાં કિશન ભરવાડની રેકી દરમિયાન આરોપીઓ કોને કોને મળ્યા તે અંગે તપાસ બાકી છે. સોશિયલ મીડિયામાં કેટલીક વિવાદિત પોસ્ટ અંગે માહિતી એકત્ર કરી તેમના વિરુદ્ધ કોઈ કાવતરું થયું હતું કે કેમ તે અંગે તપાસ બાકી છે. આરોપીઓએ વિદેશમાંથી કે ભારતમાંથી ત્યાંથી પણ મેળવ્યું હતું તે અંગે તપાસ બાકી છે. કિશન સિવાય અન્ય કયા વ્યક્તિઓ તેમના હત્યા કરવાના ટાર્ગેટમાં હતા તે અંગે તપાસ બાકી છે. પકડાયેલા આરોપીઓ ઈસ્લામિક કટ્ટરપંથી સંસ્થા (Dhandhuka Murder Case 2022 ) કે ભારત વિરોધી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ (Kishan Bharvad Murder case Update) કરવામાં આવશે. ઉપરના મુદ્દા ઉપર પોલીસે તપાસ કરવાની બાકી હોવાથી રિમાન્ડની માગણી (Kishan Bharwad murder accused remand) કરી હતી અને નામદાર કોર્ટે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇને 14 ફેબ્રુઆરી સુધી એટલે કે નવ દિવસના 05:30 વાગ્યા સુધીના રિમાન્ડ ગ્રાહ્ય (Kishan Bharvad Murder case Update ) રાખ્યા છે.

આ પણ વાંચોઃ Kishan Bharvad Murder Case: નવો ખુલાસો- લખનઉમાં TFI નામનું રજીસ્ટર્ડ સંગઠન ચલાવે છે કમરગની

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.