ETV Bharat / city

ચાલુ ટ્રેને કોઈ સામેથી મદદ કરવા આવે તો ચેતી જજો, રેલવે પોલીસે સાંસી ગેંગના એક સાગરિતની ધરપકડ કરી

author img

By

Published : Sep 10, 2021, 10:35 AM IST

Updated : Sep 10, 2021, 10:40 AM IST

ચાલુ ટ્રેનમાં કોઈ તમને સામેથી મદદ કરવા આવે તો ચેતી જજો. કારણ કે, અત્યારે ચાલુ ટ્રેનમાં મદદના બહાને ચોરી કરતી સાંસી ગેંગના મુખ્ય સાગરિતની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પૂછપરછ કરતા આંતરરાજ્ય ચોરીનો પર્દાફાશ થયો છે. આ સાથે જ ગુજરાત સહિત રાજ્યના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ચાલુ ટ્રેને કોઈ સામેથી મદદ કરવા આવે તો ચેતી જજો, રેલવે પોલીસે સાંસી ગેંગના એક સાગરિતની ધરપકડ કરી
ચાલુ ટ્રેને કોઈ સામેથી મદદ કરવા આવે તો ચેતી જજો, રેલવે પોલીસે સાંસી ગેંગના એક સાગરિતની ધરપકડ કરી

  • રેલવે પોલીસે સાંસી ગેંગના આરોપીની કરી ધરપકડ
  • આંતરરાજ્ય ગેંગ ચાલુ ટ્રેનમાં કરતી હતી ચોરી
  • અમદાવાદ સહિત અન્ય રાજ્યના 5 ગુનાનો ભેદ ઉકેલાયો
  • ગેંગના અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી
  • રેલવે LCBએ ચોરીનો મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી

અમદાવાદઃ ચાલુ ટ્રેનમા મદદના બહાને ચોરી કરતી સાંસી ગેંગના મુખ્ય સાગરિતની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીની હરીયાણાથી ધરપકડ કરી પૂછપરછ કરતા આંતરરાજ્ય ચોરીનો પર્દાફાશ થયો છે, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કૈથલ ગામમાં આવી 20થી વધુ ગેંગ કાર્યરત છે ત્યારે આરોપીની પૂછપરછમા શું નવા ખુલાસા થાય છે.

રેલવે LCBએ ચોરીનો મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી

ગેંગના આરોપીઓ મદદના બહાને પ્રવાસીઓને ટાર્ગેટ કરતા હતા

રેલવે પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજબીર સાંસી છે કે, જે મૂળ હરિયાણાના કૈથલનો વતની છે. રાજબીર પોતાની ગેંગ સાથે રેલવેમાં ચોરી કરતો હતો. રાજબીર ટ્રેનમાં પ્રવાસ શરૂ કર્યા બાદ રેકી કરી લેતો અને જે પ્રવાસીઓને પોતાનો સામાન વધુ સાચવતો હોય તેને મદદના બહાને ટાર્ગેટ કરતો હતો. રાજબીર અને તેની ગેંગના સાગરિતો 4-5 સભ્યોની ગેંગ બનાવી ચોરી કરતા હતા. આરોપીની પૂછપરછ કરતા અમદાવાદ. મહારાષ્ટ્ર. રાજસ્થાન અને કર્ણાટકના અલગ અલગ કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે, ચોરીમા મદદગારી કરનારા અન્ય આરોપી ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો- બામરોલી ઓઇલ ચોરીના કૌભાંડમાં 4.92 લાખ સાથે 8 શખ્સ ઝડપાયા

પ્રવાસી ઘરે જતો ત્યારે ચોરીની ખબર પડતી

રાજબીર અને તેની ગેગના સાગરિતો ચોરી કરવામાં એટલા માહિર હતા કે, તેઓ બેગની ચેનને બ્લેડ વડે ખોલી ચોરી કરી તેને બંધ કરી દેતા હતા, પરંતુ જ્યારે પ્રવાસી ઘરે જતો ત્યારે તેને ચોરી થયાની ખબર પડતી. સાંસી ગેંગ એક સાથે 3 જેટલી ચોરીના ટાર્ગેટ સાથે નીકળતી અને ચોરીને અંજામ આપી પોતાના ગામમાં છુપાઈ જતા હતા. આ ગેંગને પકડવા જતા પોલીસ પર ફાયરિંગ કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. જોકે, વર્ષ 2005 થઈ ચાલતી આ ગેગના સાગરિતો 2015માં ઝડપાયા હતા.

આ પણ વાંચો- ગુજસીટોક હેઠળ સુરતમાં પાંચમો ગુનો નોંધાયો: ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ

આરોપીઓ ચોરી કરતા પહેલાં મોબાઈલ બંધ કરી દેતા

રાજબીર અને તેની ગેંગ ચોરી કરવા નીકળે તે પહેલાં પોતાના મોબાઈલ બંધ કરી દેતા અને અન્ય શહેરોમાં ગરીબ અને રિક્ષા ડ્રાઇવર કે સામાન્ય માણસના નામે સીમકાર્ડ મેળવી ગુનામા તેનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, સાંસી લોકોનું આખું ગામ ચોરી સાથે સંકળાયેલું છે અને મોટાભાગના આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યારે જોવું એ રહ્યું કે, આરોપીની પૂછપરછ બાદ શું ખુલાસો થાય છે.

Last Updated : Sep 10, 2021, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.