ETV Bharat / city

Hearing in Gujarat High Court : માહિતી વિભાગને મળી મોટી રાહત, હાઇકોર્ટે ફગાવી ઉમેદવારોની આ અરજી

author img

By

Published : May 6, 2022, 8:30 PM IST

Hearing in Gujarat High Court : માહિતી વિભાગને મળી મોટી રાહત, હાઇકોર્ટે ફગાવી ઉમેદવારોની આ અરજી
Hearing in Gujarat High Court : માહિતી વિભાગને મળી મોટી રાહત, હાઇકોર્ટે ફગાવી ઉમેદવારોની આ અરજી

માહિતીવિભાગની ક્લાસ 1-2 ભરતીને (Information Department Class 1-2 Recruitment) લઇને મોટા સમાચાર હાઇકોર્ટ (Hearing in Gujarat High Court ) તરફથી મળી રહ્યાં છે. પરિણામને લગતી કેટલાક ઉમેદવારોએ કરેલી અરજીને હાઇકોર્ટે (Application regarding recruitment examination in Gujarat High Court ) ફગાવી દીધી છે. વધુ જાણો અહેવાલમાં.

અમદાવાદ - જૂન 2021માંં માહિતી વિભાગ દ્વારા લેવામાં આવેલી વર્ગ 1 અને 2ની પરીક્ષાને (Information Department Class 1-2 Recruitment) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વર્ગ 1 અને 2ની ભરતી પરીક્ષા પરિણામને ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં (Hearing in Gujarat High Court ) પડકારવામાં આવી હતી. હવે આ અરજીને હાઇકોર્ટે (Application regarding recruitment examination in Gujarat High Court ) ફગાવી દીધી છે. એટલું જ નહીં અગાઉ જે મનાઈ હુકમ પણ હાઈકોર્ટે લગાવ્યો હતો તે પણ રદ કરી દીધો છે. આની સાથે જ ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ 1 અને 2ની ભરતીની પ્રક્રિયાનો માર્ગ પણ મોકળો બની ગયો છે.

શું હતો સમગ્ર મામલો - ગત જૂન મહિનામાં સરકારના માહિતી ખાતા દ્વારા વર્ગ એક બે અને ત્રણની પરીક્ષાઓ લેવામાં આવી હતી અને તેનું થોડા સમય પછી પરિણામ જાહેર થતાં જ આ ભરતી વિવાદમાં સપડાઇ હતી. અમુક ઉમેદવારો દ્વારા આ પરીક્ષામાં ગેરરીતિ અને કૌભાંડો થયા હોવાનો દાવો કરવામાં (Application regarding recruitment examination in Gujarat High Court )આવ્યો હતો અને આ ભરતી પ્રક્રિયાને અયોગ્ય ઠેરવતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.જેની સુનાવણી (Hearing in Gujarat High Court ) થઇ હતી.

આ પણ વાંચોઃ PSI Exam Results 2022: 268થી વધુ ઉમેદવારોએ પરિણામને અયોગ્ય જણાવતા કરી હાઈકોર્ટમાં અરજી, શું હતી વિદ્યાર્થીઓની માંગ?

શું કરી દલીલ - ઉમેદવારો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યાં હતાં કે gpsc જેવું બોર્ડ હોવા છતાં પણ માહિતી ખાતાએ પોતાના ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા લીધી છે અને આમાં વિષય પ્રમાણે પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યાં ન હતાં તેમજ કેટેગરી વાઇઝ cut-off marks પણ જાહેર કરવામાં આવ્યાં ન હતાં. એટલું જ નહીં, આ ભરતીમાં માહિતી ખાતામાં કામ કરતા લોકોને જ પરીક્ષાના બેઝ પર પ્રમોશન આપવામાં આવશે. એ માટે જ આ સંપૂર્ણ ભરતી ખોટી છે એવી પણ અરજદારો(Application regarding recruitment examination in Gujarat High Court ) દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો- Hearing in Gujarat High Court : PSI ભરતી મુદ્દે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને સરકારને કેમ અર્જન્ટ નોટિસ ફટકારી?

પહેલાં લગાવ્યો હતો સ્ટે -અરજીને લઇને હાઇકોર્ટે તે સમયે વચગાળાનો હુકમ કરાવીને આ ભરતી પ્રક્રિયા પર સ્ટે લગાવી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી વધુ સુનાવણી (Hearing in Gujarat High Court ) હાથ ન ધરાય ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પર કોઈ કાર્યવાહી ન થાય તેવા પણ નિર્દેશ કરવામાં આવ્યાં હતાં. પરંતુ આ સમગ્ર મામલે હવે હાઈકોર્ટે માહિતી ખાતાને માર્ગ મોકળો કરી આપ્યો છે અને આ ભરતીપ્રક્રિયાને પડકારતી અરજી હાઇકોર્ટે (Application regarding recruitment examination in Gujarat High Court ) ફગાવી દીધી છે. સાથે સાથે અગાઉ મનાઈ હુકમ પણ હાઇકોર્ટે રદ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.