LRD Waiting List 2022: LRD ઉમેદવારો માટે આનંદના સમાચાર, હવે 20 ટકા વેઇટિંગ લિસ્ટ

author img

By

Published : Apr 22, 2022, 3:55 PM IST

LRD ઉમેદવારો માટે આનંદના સમાચાર, હવે 20 ટકા વેઇટિંગ લિસ્ટ
LRD ઉમેદવારો માટે આનંદના સમાચાર, હવે 20 ટકા વેઇટિંગ લિસ્ટ ()

યુવાનોને રોજગારીની તક મળે માટે હવે 10ને બદલે 20 ટકાની પ્રતીક્ષાયાદી (LRD Waiting List 2022) તૈયાર કરવામાં આવશે. લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં પ્રથમવાર 10 ટકાને બદલે 20 ટકા પ્રતિક્ષાયાદી તૈયાર કરાશે. ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ માહિતી આપી હતી.

ગાંધીનગર: હવેથી લોકરક્ષ દળની ભરતી (Recruitment of Lokrakshak Dal)માં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 ટકાને બદલે હવે 20 ટકા પ્રતિક્ષાયાદી (LRD Waiting List 2022) તૈયાર કરાશે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ માહિતી આપી હતી. 10 હજાર જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ ગુજરાત સરકારે હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ઘરેલી પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારો (Candidates For LRD In Gujarat)ને નિમણૂક આપી દેવાઇ છે.

સૌથી મોટો ભરતી કાર્યક્રમ ગુજરાત સરકારે હાથ ધર્યો હતો.

આ પણ વાંચો: LRD Exam Gujarat 2022: LRDની પરીક્ષાને લઈને પરિવહન નિગમની મહત્વની જાહેરાતા, વધારાની ST બસો મુકાશે

અનેક ઉમેદવારને સરકારી સેવામાં જોડાવાની તક મળશે- સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10 ટકા જગ્યાની વેઇટિંગ લિસ્ટ (government job waiting list in gujarat) તૈયાર કરવામાં આવે છે, પરંતુ આશાસ્પદ યુવાનો-યુવતીઓને રોજગારી (Employment In Gujarat)ની તક મળે તે માટે હવે 10 ટકાને બદલે 20 ટકાની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે.

આ પણ વાંચો: LRD Exam 2022 : પેપરલીક કાંડ વચ્ચે ગુજરાતમાં આજે યોજાઈ LRD પરીક્ષા, 2.95 ઉમેદવારનું થશે ભાવિ નક્કી

કુલ 12,197 જગ્યાઓ સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી- હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ (lokrakshak recruitment board) દ્વારા લોકરક્ષકના વિવિધ સંવર્ગોની કુલ 12,197 જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેનું અંતિમ પરિણામ વર્ષ 2020માં પ્રસિદ્ધ થયું હતું, પરંતુ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું નહોતું. આ સંદર્ભે રાજ્ય સરકારની મળેલી વિવિધ રજૂઆતો અન્વયે ઉમેદવારોની માંગણી અને લાગણીને ધ્યાને લઇ ઉમેદવારોના હિતમાં આ ભરતીમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

LRD ઉમેદવારોએ પ્રધાનો અને નેતાઓનો માન્યો આભાર- LRD પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ 10 ટકાથી વધારીને 20 ટકા થતા ઉમેદવારોની માંગણીઓ પૂર્ણ થઇ હતી. આ બદલ તેમણે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની સરકારી ગાડીમાં આ ઉમેદવારો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને મળવા કમલમ પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.