ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર, 4 જૂનથી શરુ થશે

author img

By

Published : May 26, 2021, 8:59 PM IST

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-1ની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ 4 જૂનથી પરીક્ષાઓ શરુ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિન્ટર સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ થયા બાદ ગત મહિને પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી. જેમાં બીએ, બીકોમ અને બીબીએ-બીસીએ સેમ.1ની પરીક્ષાઓ લેવાઈ હતી તેમજ બીએસસી અને બીએડ સેમ.1ની પરીક્ષા બાકી હતી જે હવે 4 જૂનથી લેવાશે.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર, 4 જૂનથી શરુ થશે
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર, 4 જૂનથી શરુ થશે

  • GU યુજીના વિવિધ કોર્સની પરીક્ષાની તારીખો જાહેર
  • યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-1ની ઓનલાઈન પરીક્ષા લેવાશે
  • 4 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે, કાર્યક્રમ જાહેર કરાયો
  • બીએ, બીકોમ, બીબીએ-બીસીએ, બીએસસી અને બીએડ સેમ.1 સહિતની તમામ પરીક્ષાઓ લેવાશે


    અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી Gujarat University દ્વારા ગત મહિને પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી. હવે અગાઉની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ નથી આપી શક્યાં તેઓ માટે ફરીથી પરીક્ષા ગોઠવાતાં હવે 4 જૂનથી બીએ, બીકોમ, બીબીએ-બીસીએ, બીએસસી અને બીએડ સેમ.૧ સહિતની તમામ પરીક્ષાઓ લેવાશે. ત્યારે વિદ્યાર્થીઓએ આ વખતે ઓનલાઈન જ GU Exams પરીક્ષા આપવી પડશે અથવા તો exam ઓફલાઇન પરીક્ષા જુલાઈના છેલ્લા સપ્તાહમાં યોજાય તેવી શકયતા સેવાઇ રહી છે.

    આ પણ વાંચોઃ CBSEના વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવા CJIને લખ્યો પત્ર

30,000 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આ પરીક્ષાઓ 10થી 12 જૂન સુધી ચાલશે. જેમાં 30,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુજી સેમ.1ની પરીક્ષાઓ હાલ જાહેર કરાઈ છે જ્યારે યુજી સેમેસ્ટર -6 અને પીજી સેમેસ્ટર-4 (સમર સેમેસ્ટર)ની ઓનલાઈન પરીક્ષા કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. આ Online exams પરીક્ષાઓ પણ જૂનમાં જ લઈ લેવાશે.

આ પણ વાંચોઃ દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.