ETV Bharat / city

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સાથે MoU કર્યા

author img

By

Published : Oct 22, 2021, 1:57 PM IST

Updated : Oct 22, 2021, 11:10 PM IST

ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન (Gujarat Yogasan Sports Association) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (Gujarat Yoga Board) વચ્ચે કરાર (MoU) થયા હતા. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં યોગાસન એકેડમીને (Yogasan Acedemy) પ્રોત્સાહન મળે તે હેતુથી આ MoU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ પ્રસંગે યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપના (Yogasan Sports Championship) વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સાથે MoU કર્યા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સાથે MoU કર્યા

  • યોગાસનને પ્રોત્સાહન આપવા થયા MoU
  • દરેક યોગ કોચ હેઠળ 100 યોગ ટ્રેનર નિમવામાં આવશે
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાનું લક્ષ્ય

અમદાવાદ: ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન (Gujarat Yogasan Sports Association) અને ગુજરાત યોગ બોર્ડ (Gujarat Yoga Board) વચ્ચે કરાર (MoU) થયા હતા. રાજ્યના દરેક જિલ્લામાં યોગાસન એકેડમીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કરાર કરવામાં આવ્યા હતા. જોકે, આ MoUનો કાર્યક્રમ કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં (Transstadia of Kankaria) યોજાયો હતો. આનો મૂળ હેતુ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન (Gujarat Yogasan Sports Association) દ્વારા તમામ ટેક્નિકલ મદદ મળી રહે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (Gujarat Yoga Board) ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગાસન ટ્રેનર તૈયાર કરી શકાય અને યોગાસનને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકાય.

આ પણ વાંચો- વલસાડમાં 250 યોગ શિક્ષક આપી રહ્યા છે યોગ તાલીમ

ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય કે, જે યોગ માટે સૌથી વધુ જાગૃતિ અભિયાન ચલાવે છે

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલજી તેમ જ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ ઉદિત શેઠ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. MoU હેઠળ એ ફાયદો થશે. ગુજરાત ભારતનું પ્રથમ અને એક માત્ર રાજ્ય છે, જે યોગ માટે સૌથી વધુ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. આ MoU અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગાસન ટ્રેનર નિમશે. યોગાસન કોચની પણ નિમણૂક કરશે અને યોગ કોચને તાલીમ આપશે. દરેક યોગ કોચ હેઠળ 100 યોગ ટ્રેનર નિમવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું અત્યારે એક લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાનું અને 25,000 યોગ વર્ગો શરૂ કરવાનું લક્ષ્યાંક છે.

યોગાસનને પ્રોત્સાહન આપવા થયા MoU

આ પણ વાંચો- India Book of World Records માં ગિરનારના સંત બિડલાદાસ બાપુ, યોગાસન માટે બે સન્માનપત્રો મેળવ્યાં

16થી 18 ઓક્ટોબર સુધી રાજ્ય યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી

સારામાં સારા યોગ ટ્રેનર (Yoga Trainer) ઉપલબ્ધ થાય તેવા ઉત્તમ ઉદ્દેશ સાથે આ MoU કરવામાં આવ્યા છે. તો આ પ્રસંગે રાજ્ય યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપના વિજેતાઓને મેડલ પણ આપવામાં આવ્યા હતા. ગુજરાત યોગાસન એસોસિયેશન (Gujarat Yogasan Sports Association)એ 16થી 18 ઓક્ટોબર સુધી રાજ્ય યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપનું (Yog Sports Championship) આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં રાજ્યભરના 161 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. ત્રણ કેટેગરી વચ્ચે કુલ 4 ઈવેન્ટ યોજાઈ હતી. અહીં અલગ અલગ કેટેગરીમાં 69 વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન (Gujarat Yogasan Sports Association) દ્વારા આ વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આજના આ દિવસે આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સાથે મળીને કામ કરવાથી એક અને એક અગિયાર બને છે

ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલજીએ આ અંગે જણાવ્યું હતું કે, આ MoU હેઠળ એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય તે માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી જોડવામાં આવશે. સાથે મળીને કામ કરવાથી એક અને એક અગિયાર બને છે. આનાથી રાજ્યભરમાં યોગનું વાતાવરણ બનશે. યોગના સારા ઍથિલીટ મળશે. સારા સ્પોર્ટ્સમેન મળતા આપણે ઓલિમ્પિક સુધી જઈ મેડલ લઈ આવીશું. રાષ્ટ્રીય યોગ દિવસ પૂરા વિશ્વભરમાં મનાવવામાં આવે છે. તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. 50,000 યોગ ટ્રેનર સુધી તૈયાર થયા છે. અમારું લક્ષ્ય 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરવાનું છે.

રમતવીરોને માળખાગત તાલીમ મેળવવા પ્રોત્સાહિત કરવા જરૂરી છે

ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ ઉદિત શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની એકેડમીમાં યોગાસન વિકાસ માટે આ એક મોટું પ્રોત્સાહન છે. કારણ કે, રમતવીરોને ગુણવત્તાયુક્ત માળખાગત તાલીમ મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવવા જરૂરી છે. વિશ્વ કક્ષાના યોગાસન રમતવીરોના વિકાસમાં વધુ સારા સંશાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Last Updated : Oct 22, 2021, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.