ETV Bharat / city

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,

author img

By

Published : Nov 5, 2021, 2:44 PM IST

ETVBharat
ETVBharat

વિક્રમ સંવત 2078ના નવા વર્ષ (Happy new year) ની શુભ શરૂઆત નગરદેવી ભદ્રકાળીના આશીર્વાદથી લોકોએ કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો માઇભકતોએ નગર દેવીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.

  • ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યા નગરદેવીના દર્શન
  • નવા વર્ષની શુભ શરૂઆત નગરદેવીના દર્શન કરીને કરી
  • ભદ્રકાળી મંદિરમાં મોટી સંખ્યામાં નગરજનો દર્શનાર્થે પધાર્યા

અમદાવાદ: આજે કારતક સુદ એકમ એટલે ગુજરાતીઓનું નવું વર્ષ. નવા વર્ષ (Happy new year) ની શુભ શરૂઆત નગરજનોએ નગરદેવી મા ભદ્રકાળીના દર્શનથી કરી રાજ રાજેશ્વરી સ્વરૂપે અહી ભદ્રકાળી સોળ શૃંગાર સજ્જ થઈને સિંહાસન પર બિરાજમાન થઇને નગરજનોને દર્શન આપ્યા હતા. કહેવાય છે કે નવા વર્ષમાં નગરદેવીના આશીર્વાદ લેવાથી જ તમામ તાપમાંથી મુક્તિ મળતી હોય છે.

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,

આ પણ વાંચો: કેદારનાથમાં 400 કરોડના કાર્યોના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી: ઈશ્વરની કૃપાથી થયો આ વિકાસ

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તે પણ અહીં આશીર્વાદ લેવા માટે આવતા

વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં માઇ ભક્તોએ માતાજીના આશીર્વાદથી શુભ શરૂઆત કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister) પણ નગરદેવીના આશીર્વાદ લીધા અને અમદાવાદ શહેર સમૃદ્ધિનું શહેર રહે તેવી પ્રાર્થના કરી હતી. જ્યારે પણ નવું વર્ષ હોય ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન અહીં આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેઓ પણ અહીં આશીર્વાદ લેવા માટે આવતા હતા અને એ જ પરંપરા મુજબ ભૂપેન્દ્ર પટેલે પણ આજે ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,

ભુપેન્દ્ર પટેલને નવા વર્ષની શુભકામનાઓ

અમદાવાદ એનેક્સી સર્કિટ હાઉસમાં મુખ્યપ્રધાને પહોંચી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ઉપસ્થિત નાગરિકોમાં સાધુ સંતો, મુસ્લિમ અગ્રણીઓ વગેરે સર્કિટ હાઉસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલ IPS મેસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને પૂર્વ પોલીસ વડાઓ તેમજ IPS અને તેમના પરિવારજનોને મળીને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, મુખ્ય સચિવ પંકજ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો પહોંચ્યા આશીર્વાદ આપવા, મુખ્યપ્રધાને સૌ કોઈને પાઠવી શુભેચ્છાઓ સર્કિટ હાઉસ એનેક્સી ખાતે મોટી સંખ્યામાં લોકોએ ભુપેન્દ્ર પટેલને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે પહોંચ્યા હતા.

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,

મુખ્યપ્રધાનને મળવા લોકો પહોંચ્યા

મુખ્યપ્રધાને પણ સૌ કોઈને મળી અભિનંદન પાઠવ્યા હતા. તેમને શુભેચ્છા પાઠવવા માટે આવેલા લોકોની મોટી લાઇન જોવા મળી હતી. આવનારું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ તેમને પાઠવી હતી. ભૂપેન્દ્ર પટેલે IPS મેસ ખાતે પોલીસ પરિવારજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજના દિવસે હું ઉપસ્થિત રહ્યો છું. જેની આનંદની લાગણી અનુભવી રહ્યો છું. ખાસ કરીને પોલીસ જવાનોએ કોરોના સામે પોતાની ફરજ નિભાવી હતી. પોલીસ જવાનોએ જે કામગીરી કરી છે. ગુજરાતની જનતામાં આગવી છબી ઉભી કરી છે. આગામી સમયમાં આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત બને તે પ્રકારની નવા વર્ષની સૌ કોઈને શુભકામનાઓ.

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,

આ પણ વાંચો: આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બને તેવી કામગીરી સાથે શુભેચ્છાઓ: CM ભૂપેન્દ્ર પટેલ

કોણ કોણ રહ્યું હતું હાજર ?

નગરદેવી મા ભદ્રકાળી શહેરની રક્ષા કાજે બિરાજમાન છે અને એટલા જ માટે આજે પણ અમદાવાદને જાહોજલાલી તેમજ સમૃદ્ધિનું શહેર આવે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078ના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર મા દર્શન- પૂજન કર્યા હતા. મુખ્યપ્રધાને સવારે ભદ્રકાળી મંદિર પહોંચીને શ્રદ્ધા પૂર્વક દર્શન- અર્ચન કર્યા હતા.

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,

નવા વર્ષે સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી

ભુપેન્દ્ર પટેલે નવું વર્ષ ગુજરાતના સતત અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાન સાથે મેયર કિરીટભાઈ, અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિત શાહ, મંદિરના ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ જોડાયા હતા. ભદ્રકાળી મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનોને પણ મુખ્યપ્રધાને સાલ મુબારક પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.