ETV Bharat / city

Gujarat Assembly Elections 2022 : આઝાદીના નામે રાજકીય પક્ષોની ચૂંટણીપ્રચાર યાત્રાની રણનીતિ જાણો

author img

By

Published : Apr 5, 2022, 8:23 PM IST

Updated : Apr 5, 2022, 8:59 PM IST

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 ને (Gujarat Assembly Elections 2022)લઇ દરેક પક્ષો દ્વારા અલગ અલગ પ્રકારની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાઓ પાછળ કઇ ગણતરી (Gujarat's power politics and Yatra) છે વિશે જણાવી રહ્યાં છે રાજકીય પંડિતો. જૂઓ આ વિશેષ અહેવાલ.

Gujarat Assembly Elections 2022 : ગુજરાતમાં બધાં પક્ષો યાત્રાઓ કાઢી રહ્યાં છે તેની રણનીતિ જાણો
Gujarat Assembly Elections 2022 : ગુજરાતમાં બધાં પક્ષો યાત્રાઓ કાઢી રહ્યાં છે તેની રણનીતિ જાણો

અમદાવાદ- રાજકીય વર્તુળોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને (Gujarat Assembly Elections 2022) લઇને ભારે ચહેલપહેલનો વાવર છે. રાજકીય પક્ષોના વડાઓની ગુજરાતમાં આવનજાવન અને ચૂંટણીલક્ષી રણનીતિઓની ચોપાટ (Gujarat's power politics and Yatra) મંડાઇ ગઇ છે. આવી ચોપાટમાં આ વખતે દરેકને યાત્રાઓનું આયોજન આકર્ષી રહ્યું છે. કેવી રીતે તે જાણીએ આ અહેવાલમાં.

યાત્રાઓની પશ્ચાદભૂમિકા - રામ મંદિર બને તે માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1990માં ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની લાંબી રથયાત્રા (BJP Yatra from Somnath to Ayodhya) કાઢી હતી જેનું સંચાલન હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ યાત્રા દરમિયાન બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. યાત્રા બાદ દેશના રાજકારણમાં મહત્વના ફેરફાર પણ આવ્યા હતાં. એવામાં મંદિરના પક્ષમાં જન સમર્થન મેળવવા માટે અને આ મુદ્દે રાજનીતિક સ્થિતિ ( strategy of Yatras by all parties in Gujarat) મજબૂત કરવા માટે ભાજપે રથ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હતો.

રથયાત્રાને અયોધ્યા પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ આ યાત્રા 23 ઓકટોબરે બિહારના સમસ્તીપુરના તત્કાલીન મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવના આદેશથી રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ આંદોલન વેગવંતુ બન્યું હતું. યાત્રાને રોકવામાં આવતા લોકોમાં વિરોધી પક્ષ સામે આક્રોશ વધ્યો હતો.

આ વર્ષની આખરમાં વિઘાનસભા ચૂંટણીનો જંગ ત્રિપાંખીયો બનવાનો છે
આ વર્ષની આખરમાં વિઘાનસભા ચૂંટણીનો જંગ ત્રિપાંખીયો બનવાનો છે

ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા - ગુજરાત ભાજપ દ્વારા ગુજરાતમાં 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપ હાલ આ યાત્રામાં (Azadi Ka Amrut Mahotsav Yatra by BJP)ગુજરાતમાં વિકાસની ગાથા ગાઈ રહ્યો છે. આ યાત્રા દરમિયાન ભાજપે જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો નિર્ધારિત કર્યા છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ પ્રજા સમક્ષ જઈ ગુજરાતના વિકાસ અને હિન્દુત્વની વાત કરી રહ્યાં છે. આ યાત્રામાં ભાજપે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી લોક ડાયરા અને અલગ અલગ સ્પર્ધાઓ પણ કરી રહી છે. તો બીજી તરફ ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022)લોકોનો ઉત્સાહ વધુ ને વધુ પ્રસરે તેવા હેતુસર કાર્ડ વિતરણ અને ભાજપ દ્વારા યાત્રા સાથે સંમેલન પણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Launch of Young India or Ball: યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કે બોલ પ્રતિભા ખોજ સેશન 2નું લોન્ચિંગ

આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા - આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબમાં ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત રાજ્ય પર મંડાઈ રહી છે. પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં તિરંગા યાત્રા (Triranga Yatra by AAP) યોજાઇ હતી. આ યાત્રામાં ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને તાલુકાઓ આવરી લેવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અને પંજાબના મુખ્યપ્રધાન ગુજરાતમાં આવી તિરંગા યાત્રાની વધુ સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022)પણ આવી રહી છે તે માટે આમ આદમી પાર્ટી પણ સંગઠનને મજબૂત બનાવી પ્રજા સમક્ષ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આઝાદી ગૌરવ યાત્રાનો પ્રારંભ - ગુજરાત કોંગ્રેસ દ્વારા 2022 ગુજરાત મિશનને ધ્યાને રાખીને ગુજરાતમાં હવે આઝાદી ગૌરવ યાત્રાનો (Azadi Gaurav Yatra By Congress) પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ યાત્રા ગાંધી આશ્રમથી લઈને દિલ્હીના રાજઘાટ સુધી પહોંચશે. જ્યાં આ ગૌરવ યાત્રા દરમિયાન દરેક ગામમાંથી માટી અને પાણી ભેગું કરવામાં આવશે. જેનાથી દિલ્હી રાજઘાટ પર વૃક્ષોની વાવણી કરવામાં આવશે.

આ યાત્રાના પ્રારંભ સમયે રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહે તેવી શકયતા રહેલી છે. જેમાં ભાજપના ભ્રષ્ટાચારનો પણ પ્રચાર થઈ શકે છે. યાત્રા દરમિયાન આઝાદી કેવી રીતે મળી અને તેના માટે કોને બલિદાન આપ્યું જેની પણ ગામે ગામ નોંધ લેવડાવવામાં આવી શકે છે.

યાત્રાઓ કાઢીને રાજકીય પક્ષો કઇ ચૂંટણી રણનીતિ ખેલે છે તે સમજવા જેવું છે

રાજકીય પંડિતોનો યાત્રાઓને લઇ અભિપ્રાય -રાજકીય બાબતોના જાણકાર જયવંત પંડ્યાએ જણાવ્યું કે ગુજરાતમાં અલગ અલગ પ્રકારની યાત્રાઓ નીકળતી હોય છે. આધ્યાત્મિક યાત્રા અને ચૂંટણીલક્ષી યાત્રાઓ જોવા મળતી હોય છે. પરંતુ આ યાત્રામાં લોકોને જોડવાનું કામ થતું હોય છે. આધ્યાત્મિક યાત્રા હોય તો પણ લોકોને જોડવાનું કામ થતું હોય છે. જ્યારે ચૂંટણીલક્ષી યાત્રાઓનું આયોજન થાય તેમાં પણ લોકોને જોડવાનું કામ થતું હોય છે. ભાજપ દ્વારા સોમનાથથી જે યાત્રા કાઢવામાં આવી હતી તેેમાં લાલકૃષ્ણ અડવાણી સહિત ભાજપના નેતાઓ જોડાયા હતાં જે બાદ ભાજપ પક્ષ મજબૂત (Gujarat's power politics and Yatra)બન્યો હતો. જેને હવે તમામ પક્ષ અનુસરવા લાગ્યા છે. હાલ આપ અને હવે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ પ્રકારે યાત્રાની શરૂઆત (strategy of Yatras by all parties in Gujarat) કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે આ ચૂંટણી લક્ષી યાત્રા કેટલી (Gujarat Assembly Elections 2022)સફળ બને છે.

આ પણ વાંચોઃ Congress Gaurav Yatra 2022: 5 એપ્રિલથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા

તો રાજકીય પંડિત હરિ દેસાઇએ જણાવ્યું કે ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Elections 2022)આવતાં જ આવી યાત્રાઓ શરૂ થાય છે. જે સમજવા જેવી બાબત છે. યાત્રામાં લોકોને જોડવાનું કામ દરેક પક્ષ કરતો હોય છે. જેની પાછળનું મહત્વનું કારણ એક જ રહેલું છે, યાત્રા થકી પક્ષની મજબૂતાઈ બતાવવી. ગુજરાતમાં ચૂંટણી અલગ અલગ ચિહ્નો પર લડવામાં આવી હોય છે. આમ આદમી પાર્ટી તિરંગા યાત્રા થકી દિલ્હી અને પંજાબ મોડલની સાથે હવે દેશભક્તિની પણ વાતો કરી રહી છે. તો બીજી તરફ ભાજપ આટલા વર્ષો પછી આઝાદીની વાતો લઈ પ્રજા વચ્ચે જઇ રહ્યો છે.

છબી તૈયાર કરવાનો પ્રયત્ન -હરિ દેસાઇએ એમ પણ કહ્યું કે ભાજપ આ યાત્રામાં લોક ડાયરા નાટકો જેવા અન્ય કાર્યક્રમો યોજી ચૂંટણી પહેલાં અત્યારથી જ પ્રજામાં એક છબી તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપ હાલમાં ગુજરાતમાં વિકાસની યાત્રા અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ થકી ચાલી રહી છે. જો.કે વિધાનસભા ચૂંટણી પહેલાં હવે કોંગ્રેસ દ્વારા પણ 2022 વિધાનસભા ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવવા માટે થઈ આઝાદી ગૌરવ યાત્રાનું (strategy of Yatras by all parties in Gujarat) આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ આ યાત્રામાં (Gujarat's power politics and Yatra) ભાજપના ભ્રષ્ટાચાર, બેરોજગારી, પેપર લીક જેવા અનેક મુદ્દાઓને લઈ પ્રજા વચ્ચે જશે. આ યાત્રા થકી લોકોને જોડવાનું પણ કામ પણ થશે. જેમાં હવે જોવાનું રહ્યું કે કયા પક્ષને સાથ મળશે અને કયા પક્ષને સાથ મળતો નથી.

Last Updated : Apr 5, 2022, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.