ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે કવાયત ધરી હાથ, શું શંકરસિંહ અને નરેશ પટેલ આપશે સાથ ?

author img

By

Published : Jan 30, 2022, 4:39 PM IST

Updated : Jan 31, 2022, 9:27 AM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat assembly Election 2022) લઈને ગુજરાત કોંગ્રેસે કવાયત હાથ ધરી છે, જેમાં જુના નેતાઓ અને સામાજિક આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાં લેવા માટેના પ્રયાસો(Efforts to bring leaders into the Congress party) કરવામાં આવી રહ્યા છે.

gujarat assembly Election 2022
gujarat assembly Election 2022

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી(gujarat assembly Election 2022) પહેલા બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા તથા પાટીદાર નેતા નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસનો મોરચો સંભાળે તેવી શક્યતાઓ લાગી રહી છે. બીજી તરફ અનામત આંદોલન દરમિયાન પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, અલ્પેશ કથરીયા, દિનેશ બામળિયા સહિત અન્ય નેતાઓ દ્વારા પાટીદાર યુવકો પર થયેલા કેસો પાછા લેવા સરકાર પર દબાવ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ સરકાર યોગ્ય નિણર્ય ન કરે તો ભાજપને નુકશાન થાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની કવાયત શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ જૂના નેતા અને સામાજિક આગેવાનોને પોતાના પક્ષમાં લાવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ, શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવાના મુદ્દે કહ્યું હતુ કે હાઇકમાન્ડ અંતિમ નિર્ણય લેશે, હાલ તમામ નેતાઓ અને સામાજિક નેતાઓને પાર્ટીમાં લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે

રાજકારણમાં નવા જૂની

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, અમે જુના નેતાઓ રાજનેતા અને સામાજિક આગેવાનોના સતત સંપર્કમાં છીએ, રાજકારણમાં અનેક નેતાઓ અને સામાજિક આગેવાનો કોઈ ધાર્મિક અથવા અન્ય કાર્યક્રમમાં મળતા હોય છે. પરંતુ તેનો અર્થ તેવો થોડી કહી શકાય કે રાજનીતિ મિટિંગ અથવા તે કોંગ્રેસમાં આવવાના જ છે, હા ચોક્કસ ગુજરાત કોંગ્રેસમાં આવનાર દિવસોમાં અનેક પાના પણ ખુલશે તે રાજકારણમાં ભૂકંપ લાવી દેશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો : Dhandhuka Murder Case: ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

પાર્ટીમાં બળવો કરી ગયેલા બાપુ ફરી આવશે કોંગ્રેસ પાર્ટીમાં?

વર્ષ 2017માં 16 ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો હતો ત્યારે હવે તે ફરી એકવાર કોંગ્રેસમાં આવવા માંગે છે શંકરસિંહ વાઘેલા અવારનવાર કોંગ્રેસના નેતાઓને મળતા રહે છે આ સાથે જ તેઓ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રમુખ જગદીશ ઠાકોરના સતત સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજના મોટા નેતાના કાર્યક્રમમાં પણ તેઓ હાજર હોય છે. ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અગાઉ શંકરસિંહ વાઘેલા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે જ્યારે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર શંકરસિંહના જાહેરમાં વખાણ કરી રહ્યા છે.

Last Updated :Jan 31, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.