ETV Bharat / city

ધર્મસ્વતંત્રતા સુધારણા એકટની કલમો ઉપર સ્ટે મૂકાતાં રાજ્ય સરકાર હવે Supreme Court ના શરણે

author img

By

Published : Oct 1, 2021, 3:49 PM IST

ગુજરાત હાઈકોર્ટે ધર્મસ્વતંત્રતા સુધારણા એકટની (Religion Reform Act) કલમો ઉપર સ્ટે મૂકતાં ગુજરાત સરકાર (GOG) હવે સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) શરણે ગઈ છે. મહત્વનું છે કે વર્ષ 2021માં ધર્મ સ્વતંત્રતા સુધારણા કાયદાને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) પડકારવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટે કુલ 6 જેટલી કલમો ઉપર સ્ટે મુક્યો છે. હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ કોઈ મહત્વનો નિર્ણય ન આપે ત્યાં સુધી આ સ્ટે યથાવત રહેશે.

ધર્મસ્વતંત્રતા સુધારણા એકટની કલમો ઉપર સ્ટે મૂકાતાં રાજ્ય સરકાર હવે Supreme Court ના શરણે
ધર્મસ્વતંત્રતા સુધારણા એકટની કલમો ઉપર સ્ટે મૂકાતાં રાજ્ય સરકાર હવે Supreme Court ના શરણે

  • લવ જેહાદના કાયદા ઉપરનો સ્ટે હટાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
  • કુલ 6 જેટલી કલમો ઉપર કોર્ટે લગાવ્યો છે સ્ટે
  • ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો નિર્ણય આપ્યો હતો
  • સ્ટે હટાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના દ્વારે

અમદાવાદઃ મહત્વનું છે ધર્મ સ્વતંત્રતા સુધારણા એકટ 2021ને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) પડકારતા કોર્ટે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશમાં કોર્ટે કાયદાની કલમો 3, 4, 4(અ), 4(બ), 4(ક), 5, 6, 6(અ) ની કલમો ઉપર સ્ટે લગાવ્યો છે. જ્યાં સુધી હાઇકોર્ટ આ સ્ટે ન હટાવે ત્યાં સુધી આ કાલ્મોની અમલવારી થઈ શકશે નહીં. તેથી ઉપરોક્ત કલમો હટાવવા માટે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) પહોંચી છે. આગામી દિવસોમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.


અગાઉ કલમ 5 પરનો સ્ટે હટાવવા રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કરી હતી અરજી


હાઇકોર્ટે વચગાળાનો ચૂકાદો આપ્યાના બીજા જ દિવસે રાજ્ય સરકારે કલમ 5 ઉપરનો સ્ટે હટાવવા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ અરજી કરી હતી. જો કે અરજીની સુનાવણી દરમિયાન કોર્ટને સ્ટે હટાવી લેવા અંગે કોઈ યોગ્ય કારણ ન જણાતાં કોર્ટે સ્ટે હટાવ્યો ન હતો અને તમામ કલમો ઉપર સ્ટે યથાવત રાખ્યો હતો. આ કલમો ઉપર સ્ટે મૂકાતાં હવે માત્ર લગ્ન કરવા માટે કલેકટર પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય નહીં હોય.

આ પણ વાંચોઃ ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ

આ પણ વાંચોઃ ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણા કાયદા મામલે ગુરૂવારે થશે સુનાવણી, કલમ 5 મુદ્દે મામલે કરવામાં આવી હતી અરજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.