ETV Bharat / city

મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

author img

By

Published : May 8, 2021, 10:19 AM IST

મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં વિરમગામ મતવિસ્તારમાંથી સચાણા સીટ ઉપરથી ચૂંટણી આવેલા જિલ્લા સદસ્ય પ્રમોદભાઈ પટેલ તથા શાળાના આચાર્ય દેસાઈ મહેશભાઈના અથાગ પ્રયત્નથી શાળામાં 15 બેડની ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. દર્દીઓ માટે બે ટાઇમ જમવાનું, લીંબુ શરબત, ઉકાળો અને જીવન જરૂરિયાત વસ્તુ પણ આપવામાં આવે છે.

મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

  • સ્ત્રી દર્દીઓ માટેના 7 અને પુરુષ દર્દીઓ માટે 8 બેડ એમ કુલ 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે
  • દર્દીઓને રહેવા જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે
  • મણીપુરા સી.એચ.સીના ડોક્ટર દ્વારા કોવિડ સેન્ટરના દર્દીઓની દર કલાકે તપાસ કરવામાં આવે છે

અમદાવાદઃ મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે કોરોનાના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર બનાવાયુ છે. વિરમગામ મતવિસ્તારના સચાણા સીટ ઉપરથી ચુંટાઈ આવેલા અને મણીપુરાના વતની જિલ્લા સદસ્ય પ્રમોદભાઈ અને શાળાના આચાર્ય દેસાઈ મહેશભાઈના અથાગ પ્રયત્નોથી આ શાળામાં આઈસોલેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

મણિપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
મણિપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં કોરોનાને મ્હાત આપવા ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ

15 બેડની ઓક્સિજન સાથે સુવિધા કરવામાં આવી

મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં શાળામાં જ 15 બેડની ઓક્સિજન સાથે સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીંયા સ્ત્રી દર્દીઓ માટેના 7 અને પુરુષ દર્દીઓ માટે 8 બેડ એમ કુલ 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પુરુષ અને સ્ત્રીના અલગ-અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે અને અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા છે. અહીંયા 5 ઓક્સિજન સિલિન્ડર છે. મણીપુરા સી.એચ.સીના ડોક્ટર દ્વારા કોવિડ સેન્ટરના દર્દીઓની દર કલાકે તપાસ કરવામાં આવે છે.

દાખલ દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઇ

જિલ્લા સદસ્ય અને શાળાના આચાર્ય દ્વારા અહીંયા આવતા દર્દીઓ દાખલ થાય ત્યારે જ સેનિટાઈઝરની બોટલ, માસ્ક, ગ્લુકોઝ તેમજ ટુથપેસ્ટ, બ્રશ, તેલ, સાબુ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપવામાં આવે છે. મણીપુરા ગામમાં ચાલતા અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા આ દર્દીઓને બે ટાઈમ ભોજન આપવામાં આવે છે.

મણિપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
મણિપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

આ પણ વાંચોઃ મુંબઈમાં 400 બેડનું દેશનું પહેલું બાળ ચિકિત્સા કોવિડ કેર સેન્ટર બનશે

ગામની અંદર જ કોવિડ કેર સેન્ટર શરૂ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

હાલ જ્યારે કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે આવા સમયમાં લોકો એકબીજાથી દૂર રહે છે માનવતા મરી પરવારી છે. ત્યારે જિલ્લા સદસ્ય પ્રમોદભાઈ પટેલ ગ્રામજનોની સેવા કરવા ગામની અંદર જ કોવિડ કેર સેન્ટર ઉભુ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મણીપુરા ગામની અંદર જિલ્લા સદસ્ય પ્રમોદભાઈ પટેલ દ્વારા 15 બેડના કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા નિ:શુલ્ક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 15 બેડનું નિ:શુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.