ETV Bharat / city

Fake Police Caught in Ahmedabad : દેખાવ બદલી લૂંટ કરતો આરોપી ઝડપાયો

author img

By

Published : Feb 10, 2022, 9:02 PM IST

વેજલપુર વિસ્તારમાં નકલી પોલીસ બનીને લૂંટ કરતો આરોપી ઝડપાઈ ગયો છે. જોકે એક આરોપી હજુ ફરાર છે. સંપૂર્ણ સમાચાર વાંચો (Fake Police Caught in Ahmedabad ) આ અહેવાલમાં.

Fake Police Caught in Ahmedabad : નકલી પોલીસ બની લૂંટ કરતો આરોપી ઝડપાયો
Fake Police Caught in Ahmedabad : નકલી પોલીસ બની લૂંટ કરતો આરોપી ઝડપાયો

અમદાવાદઃ વેજલપુર વિસ્તારમાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી (Fake Police Caught in Ahmedabad ) પાડયો છે. મહંમદ હમજા નામના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ (Ahmedabad Crime news 2022) ઉકેલી નાખ્યો છે. જોકે એક આરોપી હજુ ફરાર છે.

આરોપી મહમંદ હમજા લૂંટ કરવા જતાં દેખાવ બદલી દેતો હતો

દેખાવ બદલી કરતો કાળા કામ

પોલીસ કસ્ટડીમાં ઊભેલા આરોપીનું નામ મહંમદ હમજા શેખ (Fake Police Caught in Ahmedabad ) છે. આરોપીને નકલી પોલીસ બનીને લૂંટ કરતા ગુનામાં પોલીસે ધરપકડ (Ahmedabad Crime news 2022) કરી છે. આરોપીના માથામાં વાળ નથી પરંતુ આ વાળ ન હોવા પાછળનું કારણ સાંભળીને તમે પણ ચોકી જશો. આરોપી નકલી પોલીસ બનીને લૂંટ કરવા જતી વખતે માથામાં લાંબા વાળ રાખતો હતો. લૂંટને અંજામ આપી દીધા બાદ માથામાં મુંડન કરાવીને ખુલ્લેઆમ ફરતો હતો. વેજલપુર વિસ્તારમાં ગઇકાલે આરોપી મહંમદ હમજા અને અન્ય એક સાગરિત સાથે મળીને નકલી પોલીસ બની છરી બતાવીને યુવક પાસેથી 18.500ની લૂંટ ચલાવી ફરાર (Ahmedabad Crime news 2022) થઇ ગયાં હતાં.

આ પણ વાંચોઃ Crime of Robbery in Surat : સુરતમાં 2 કરોડની લૂંટ કરી ભાગતા લુટારુઓ CCTV માં કેદ

પોલીસે બાતમીના આધારે પકડ્યો

વેજલપુર પોલીસને લૂંટમાં વપરાયેલ વાહનની ચોક્કસ બાતમી મળતા ફતેવાડી કેનાલ પાસેથી આરોપીને ઝડપી (Fake Police Caught in Ahmedabad )પાડયો હતો. આરોપીની ધરપકડ (Loot Accused Arrest ) બાદ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે પોલીસ તેને ઓળખી ન શકે તે માટે મુંડન કરાવી દેતો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતાં અગાઉ ગાંધીનગર અને કાલુપુર વિસ્તારમાં લૂંટ (Ahmedabad Crime news 2022) કરી હોવાનું બહાર આવ્યું છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈને આ પ્રકારની લૂંટ કરતો હતો.

આ પણ વાંચોઃ Loot in Surat Mobile Shop: સુરતમાં લૂંટારુંઓએ કઈ રીતે 3 મિનિટમાં 30,000 રૂપિયાની કરી લૂંટ, જુઓ

હજુ એક આરોપી ફરાર

હાલ તો પોલીસે બે આરોપી પૈકી એક આરોપીની ધરપકડ (Fake Police Caught in Ahmedabad ) કરી છે. ફરાર આરોપીની (Loot Accused Arrest ) ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર આરોપીની ધરપકડ (Ahmedabad Crime news 2022) બાદ અન્ય કોઈ જગ્યા એ આ પ્રકારની લૂંટ કરી છે કે કેમ તમામ ખુલાસા સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.