ETV Bharat / city

Loot in Surat Mobile Shop: સુરતમાં લૂંટારુંઓએ કઈ રીતે 3 મિનિટમાં 30,000 રૂપિયાની કરી લૂંટ, જુઓ

author img

By

Published : Feb 8, 2022, 9:08 AM IST

સુરતના પુણાગામ વિસ્તારમાં (Shop robbery in Punagam area) શનિવારે મોડી રાત્રે મોબાઈલના શોપમાં ત્રણ લૂંટારુંએ (Loot in Surat Mobile Shop) લૂંટ કરી હતી. દુકાનના માલિક દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા. તે સમયે લૂંટારું દુકાનમાં આવ્યા હતા. સાથે જ લૂંટારું 30,000 રૂપિયા લૂંટીને ફરાર થયા હતા.

Loot in Surat Mobile Shop: સુરતમાં લૂંટારુંઓએ કઈ રીતે 3 મિનિટમાં 30,000 રૂપિયાની કરી લૂંટ, જુઓ
Loot in Surat Mobile Shop: સુરતમાં લૂંટારુંઓએ કઈ રીતે 3 મિનિટમાં 30,000 રૂપિયાની કરી લૂંટ, જુઓ

સુરતઃ પુણાગામ વિસ્તારમાં (Shop robbery in Punagam area) શનિવારે મોડી રાત્રે મોબાઈલ શોપના માલિક અને મિત્ર દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા. તે સમયે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણ લૂંટારું પાઈપ અને તમંચા બતાવી 30,000 રૂપિયાનીં લૂંટ ચલાવી ફરાર (Loot in Surat Mobile Shop) થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. માત્ર 3 જ મિનિટની અંદર લૂંટારુંઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

સુરતમાં લૂંટારુઓ બેફામ બન્યા

આ પણ વાંચો- Bharuch Jewelry Shop Robbers Arrested : જ્વેલરી શોપ લૂંટમાં 1 લાખના પગારદાર મેનેજર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ

સુરતમાં લૂંટારુઓ બેફામ બન્યા

સુરતમાં લૂંટારુઓ બેફામ (Terror of robbers in Surat) બન્યા છે. સુરતમાં પુણાગામમાં (Shop robbery in Punagam area) રહેતા રાહુલ પુરણભાઈ બઘેલ શિવાજી નગર સોસાયટી પાસે એક મોબાઈલની દુકાન ધરાવે છે. 5 ફેબ્રુઆરીએ રાત્રે તેઓ તેના મિત્ર અજય પટેલ સાથે દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા. તે સમયે જ 10.45 કલાકે શટર ખોલી મોઢા પર માસ્ક અને મફલર પહેરેલા 25થી 30 વર્ષના 3 અજાણ્યા અંદર (Loot in Surat Mobile Shop) આવ્યા હતા.

આ પણ વાંચો- Crime in Ahmedabad: 'કારમાંથી ઓઈલ ટપકે છે' કહી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ, ઈસનપુર પોલીસે એક આરોપીની કરી ધરપકડ

લૂંટારુઓએ કેશ કાઉન્ટરમાંથી 30,000 લૂંટી લીધા

આ લૂંટારુંઓમાંથી (Loot in Surat Mobile Shop) એકના હાથમાં લોખંડનો પાઈપ હતો. જ્યારે બાકીના 2 પાસે તમંચો હતો. એકે પાઈપ બતાવી જ્યારે બાકીના બંનેએ રાહુલ અને અજય તરફ તમંચા તાકી ધમકી અને અપશબ્દો કહી પૈસા આપી દેવા કહ્યું હતું. આથી બંનેએ ગભરાઈને કેશ કાઉન્ટરમાં મુકેલા 30,000 રૂપિયા આપી દીધા હતા.

લૂંટારુંઓ બાઈક દુકાન પાસે જ રાખી ભાગી ગયા

ત્યારબાદ લૂંટારુંઓએ બીજા ડ્રોઅર પણ ચેક કર્યા હતા. જોકે, તેમાં પૈસા ન મળતા લૂંટારું (Loot in Surat Mobile Shop) ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહી રાહુલ અને અજય તેમની પાછળ બહાર નીકળતા તેઓ જે બાઈક પર ભાગતા હતા. તે સ્લીપ થઈ ગઈ હતી. આથી તેઓ બાઈક ત્યાં જ છોડી ભાગી ગયા હતા, જેથી તેઓ બાઈકને દુકાન પાસે રાખી લૂંટારુંઓ બાઈક લેવા પાછા આવશે તેમ સમજી પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ લુટારુઓ પરત ન આવતા આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

માત્ર 3 જ મિનિટની અંદર લૂંટની ઘટનાને અંજામ

લૂંટની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે, ત્રણ ઈસમો શટર ખોલી અંદર પ્રવેશે છે અને બાદમાં પાઈપ તેમ જ પિસ્તલ જેવું હથિયાર બતાવી માત્ર 3 જ મિનિટની અંદર લૂંટની (Loot in Surat Mobile Shop) ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે. આ મામલે પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ કબજે કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.