ETV Bharat / city

ભારત- ઈંગ્લેન્ડ ટી-20: મેચની ઓનલાઈન ફિઝીકલ ટિકિટ લેવા લોકો અકળાયા, સિસ્ટમ બદલવાની માગ

author img

By

Published : Mar 11, 2021, 10:35 PM IST

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાશે. આ મેચ સાંજે 07 કલાકે શરૂ થશે, જેથી દર્શકોએ મેચ શરૂ થતા પહેલા જ સ્ટેડિયમમાં એન્ટ્રી મેળવી લેવાની રહેશે.

મેચની ઓનલાઈન ફિઝીકલ ટિકિટ લેવા લોકો અકળાયા
મેચની ઓનલાઈન ફિઝીકલ ટિકિટ લેવા લોકો અકળાયા

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે પ્રથમ ટી-20 મેચ
  • ઓનલાઈન ફિઝીકલ ટિકિટની સીસ્ટમને લઈ લોકો નારાજ
  • ગરમી અને લાઈનથી લોકો થયા પરેશાન

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાશે. આ મેચ સાંજે 07 કલાકે શરૂ થશે, જેથી દર્શકોએ મેચ શરૂ થતા પહેલા જ સ્ટેડિયમમાં એન્ટ્રી મેળવી લેવાની રહેશે. મેચને લઇને અમદાવાદી વાસીઓ તો ઉત્સુક છે જ, પરંતુ બીજા રાજ્યોમાંથી તેમજ શહેરમાંથી પણ દર્શકો મેચ જોવા આવી રહ્યા છે અને તેઓ પણ ખુબ ઉત્સુક છે.

મેચની ઓનલાઈન ફિઝીકલ ટિકિટ લેવા લોકો અકળાયા

પ્રેક્ષકો 38 ડીગ્રી ગરમીમાં સ્ટેડિયમની બહાર લાઈનમાં ઉભા રહ્યા

મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ ખાનગી વેબસાઈટ ઉપર થઈ રહ્યું છે. પરંતુ તેને ફિઝિકલી કલેક્ટ કરવા માટે પ્રેક્ષકોએ 38 ડીગ્રી ગરમીમાં સ્ટેડિયમની બહાર લાઈનમાં ઉભા રહેવું પડતું હોવાથી તેઓ નારાજ છે. કારણ કે, ઓનલાઇન ટીકીટ બુકિંગનો મતલબ જ ઝડપ અને સમયની બચત થાય તેવો છે, જેથી સ્ટેડિયમ પર ફિઝિકલ ટિકિટ લેવા આવવાને લઈને લોકો અકળાયા છે. કોવિડને કારણે બધુ જ ઇલેક્ટ્રોનિક થઈ રહ્યુ છે. તો ટિકિટ કેમ નહીં ? વળી GCA દ્વારા ટિકિટ લેવા આવતા ગ્રાહકો માટે પાણી કે છાંયા માટે મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ભારત-ઈગ્લેન્ડ ટી-20: કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય

પ્રવેશ મેળવ્યાં બાદ ટિકિતથી બારકોડ અલગ કરવો જરૂરી

મેચ જોવા માટે એક વખત સ્ટેડીયમમાં પ્રવેશ મેળવ્યા બાદ રી-એન્ટ્રીની પરવાનગી નથી. પરંતુ ટિકિટ સ્કેન થઈ ગયા બાદ તેની પરનો બારકોડ અલગ કરવો જરૂરી છે. નહીંતર બોગસ ટિકિટોનું વેચાણ પણ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.