ETV Bharat / city

Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

author img

By

Published : Jul 21, 2021, 1:32 PM IST

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ( Rahul Gandhi ) સામે ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં કરેલી બદનક્ષી દાવાની અરજી સુરત કોર્ટે ફગાવતા મામલો ગુજરાત હાઈકોર્ટે ( High Court ) પહોંચ્યો હતો. જેમાં નામદાર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. મહત્વનું છે કે બદનક્ષીના દાવાના કેસમાં સાક્ષીઓને તથા સીડી અને પેન ડ્રાઈવને પુરાવા તરીકે તપાસવામાં આવે તેવી માગ સાથે ભાજપના ધારાસભ્યએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.

Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

  • રાહુલ ગાંધીએ કર્ણાટકમાં આપેલા નિવેદનનો મામલો પહોંચ્યો High Court
  • ગુજરાત હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત
  • અગાઉ સુરત કોર્ટે અરજી ફગાવી હતી


    અમદાવાદઃ કોંગ્રેસના ( Congress ) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ( Rahul Gandhi ) સામે તેમણે કર્ણાટકના કોલારમાં આપેલા નિવેદન કે ' શા માટે દરેક ચોરની અટક મોદી હોય છે?' તેના ઉપર ગુજરાત ભાજપના ( BJP MLA ) ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આના કેસમાં સાક્ષીઓને તથા સીડી અને પેન ડ્રાઈવને પુરાવા તરીકે તપાસવામાં આવે તેવી માગ સાથે ભાજપના ધારાસભ્યે અરજી કરી હતી.

નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ( High Court ) અરજદારની રજૂઆત હતી કે સુરત કોર્ટે આ અરજી ફગાવી દીધી છે જે હુકમ યોગ્ય છે અને તેને વિરોધ કરવો જોઈએ.

શું છે સમગ્ર મામલો?

આ કેસમાં વર્ષ 2019માં 13 એપ્રિલે લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) એવું નિવેદન આપ્યું હતું કે, શા માટે દરેક ચોરની અટક મોદી હોય છે. આ નિવેદન સામે ગુજરાત ભાજપના ધારાસભ્યએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી સમક્ષ દાવાની અરજી કરી હતી. જે સુરત કોર્ટે ફગાવી દેતાં મામલો ગુજરાત હાઈકોર્ટે ( High Court ) પહોંચ્યો હતો. જોકે રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ આ અરજીનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ મોદી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું જ નથી - સુરત ચીફ કોર્ટમાં રાહુલ ગાંધીએ રજૂ કર્યું 4 પેજનું સ્ટેટમેન્ટ

આ પણ વાંચોઃ Rahul Gandhi: માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.