ETV Bharat / city

Crime In Ahmedabad: રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકાએ આધેડની હત્યા, ઈસ્ત્રીથી આપ્યાં ડામ

author img

By

Published : Mar 19, 2022, 6:12 PM IST

અમદાવાદના રખિયાલ (Crime In Ahmedabad)માં મોબાઇલ ચોરીની આશંકાએ આધેડનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Crime In Ahmedabad: રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકાએ આધેડની હત્યા, ઈસ્ત્રીથી આપ્યાં ડામ
Crime In Ahmedabad: રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકાએ આધેડની હત્યા, ઈસ્ત્રીથી આપ્યાં ડામ

અમદાવાદ: હવેલીમાં એક યુવકની મોબાઈલ ચોરીની શંકામાં હત્યા (Crime In Ahmedabad) કરાઈ હતી. તો હવે રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકા (Mobile Theft In Ahmedabad)એ આધેડનું અપહરણ કરીને હત્યા (Murder In Ahmedabad)કરાઈ હોવાની ઘટના બની છે. મહત્વનું છે કે, આરોપીઓએ વેપારીને માર મારી ઈસ્ત્રીથી ડામ આપ્યા અને ગેસની પાઇપથી ક્રૂરતાથી માર મારતા ચામડી ઉખાડી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ગરમ ઈસ્ત્રી શરીરે ચોંટાડી, ગેસ સિલિન્ડરની પાઇપથી માર માર્યો- રખિયાલ પોલીસ (Rakhial Police Ahmedabad)ની ગિરફતમાં આવેલા આ આરોપીઓના નામ મોહમ્મદ સિતારે ઉર્ફે ગોલ્ડન, મોહમ્મદ તોહિદ, સમીમ અહેમદ અને આઝાદ શેખ છે. રખિયાલમાં આવેલા યશ પ્લાઝામાં આરોપીઓ રહેતા હતા, જ્યાં નોકરી કરતા 52 વર્ષીય મોહમ્મદ હુસેન શેખને આરોપીનો એક દિવસ પહેલા ચોરી થયેલો મોબાઈલ ચોરી કર્યો હોવાની આશંકા રાખી વહેલી સવારે ઝઘડો કરી કારખાનામાં લઈ જઈ ગરમ ઈસ્ત્રી શરીરે ચોંટાડી તેમજ ગેસના સિલિન્ડર (Gas Cylinder In Ahmedabad)ની પાઇપથી એટલી હદે માર્યા હતા કે શરીરની ચામડી ઉતરી ગઈ હતી.

આ પણ વાંચો: Murder case in Ahmedabad :અમદાવાદમાં યુવકનો મોબાઇલ ચોરી થતા તેના પરિચિત યુવકની હત્યા કરી

આધેડને ઉંચકીને લઈ જતા CCTV સામે આવ્યાં- ત્યારબાદ આરોપીઓ આધેડને ઉંચકી રિક્ષામાં લઈ જઈ લાલબહાદુર સ્ટેડિયમ (Lal Bahadur Stadium Rakhial) પાસે આવેલી નૂતન ભારતી સ્કૂલ પાસે મૂકી ફરાર થઇ ગયા હતા. આ મામલે મૃતકના ભત્રીજાને મિત્રએ ફોન કરી અપહરણ અને માર મારવા અંગે જાણ કરતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને પરિવાર તપાસમાં હતો ત્યારે આધેડ બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, આરોપીઓ આધેડને ઉંચકીને લઈ જતા હોય તેવા CCTV પણ સામે આવ્યાં હતા. પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad Murder Case : મિત્રો વચ્ચે બોલાચાલી થતા મિત્રે જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

આરોપીઓ મૂળ બિહારના- પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં જ અમદાવાદમાં આવ્યા છે. જેથી પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ જાણવા અને આરોપીઓ અન્ય રાજ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપીને અમદાવાદ આવ્યા છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, હાલમાં જ હવેલી વિસ્તારમાં મોબાઈલ ચોરીની આશંકામાં યુવકની હત્યાની ઘટના બની હતી. ત્યારે એક જ સપ્તાહમાં મોબાઈલ ચોરીની આશંકાએ બીજી હત્યાની ઘટના બનતા શહેરભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.