ETV Bharat / city

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસો આવ્યા, અમદાવાદમાં ફરી ડબલ ડિજિટ પર પહોંચ્યો આંકડો

author img

By

Published : Nov 25, 2021, 10:48 PM IST

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસો આવ્યા, અમદાવાદમાં ફરી ડબલ ડિજિટ પર પહોંચ્યો આંકડો
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસો આવ્યા, અમદાવાદમાં ફરી ડબલ ડિજિટ પર પહોંચ્યો આંકડો

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના (corona update)ની યાદીમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના 29 કેસો (corona cases in gujarat) નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના 13 કેસ (corona cases in ahmedabad) નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 2 (corona cases in surat), વડોદરા કોર્પોરેશન (corona cases in vadodara)માં 3 એમ સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે.

  • કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો
  • અમદાવાદમાં 13, સુરતમાં 2 અને વડોદરામાં 3 કેસ
  • આજે 4.52 લાખને વેક્સિન અપાઈ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર (corona second wave in gujarat) બાદ કોરોનાના કેસ (corona cases in gujarat)માં સતત ઘટાડો આવી રહ્યો છે. જો કે દિવાળી બાદ કેસોના આંકડાઓ (corona update)માં વધઘટ થઈ હતી. ત્યારે 24 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 29 કોરોના પોઝિટિવ કેસ (corona positive cases in gujarat) નોંધાયા છે. જ્યારે 32 લોકોને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે.

20થી વધુ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં

દિવાળીમાં માર્કેટમાં ભારે ભીડ જોવા મળતી હતી જેથી શરૂઆતમાં કેસો વધ્યા હતા. જેના કારણે અમદાવાદ (coronavirus in ahmedabad)માં કેટલાક એરિયા ક્લસ્ટર (cluster areas in ahmedabad) કરવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. બીજી બાજુ વાત કરવામાં આવે તો 20થી વધુ જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ નોંધાયા છે. ગુજરાતમાં વેક્સિનેશન (vaccination in gujarat)ની વાત કરીએ તો આજે 4.52 લાખ કરતા વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધી 7,84,36,149 ડોઝ આપવામાં આવ્યા છે.

38,178 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

24 નવેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 4,52,020ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ (vaccination in gujarat) માટે પાત્રતા ધરાવતા કુલ 38,178 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 2.94 લાખથી વધુને બીજો ડોઝ અપાયો હતો.

કોરોનાની વર્તમાન સ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 312 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 વેન્ટિલેટર પર અને 316 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,092 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,888 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: drugs seized in gujarat: ગુજરાત ATSની ટીમે અત્યાર સુધીમાં 146 કિલો ડ્રગ્સ કર્યું જપ્ત, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 730 કરોડ

આ પણ વાંચો: કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.