drugs seized in gujarat: ગુજરાત ATSની ટીમે અત્યાર સુધીમાં 146 કિલો ડ્રગ્સ કર્યું જપ્ત, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 730 કરોડ

author img

By

Published : Nov 24, 2021, 6:48 AM IST

drugs seized in gujarat

પાકિસ્તાનથી ઘૂસાડવામાં આવેલા 120 કિલો હેરોઈન કેસમાં ગુજરાત ATSએ (Gujarat ATS) મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સોમવારે વધુ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તપાસ દરમિયાન વધુ 2 કિલો હેરોઈનનો જથ્થો જામનગરના રોઝી બંદરેથી રિકવર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ ગુનામાં 11 આરોપીઓની ધરપકડ (Arrest of 11 accused) કરવામાં આવી છે.

  • ગુજરાત ATSની ટીમે અત્યાર સુધી 146 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
  • આંતરરાષ્ટ્રીય બજારમાં 730 કરોડ આસપાસની કિંમત
  • પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું

અમદાવાદ: ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ (Drugs in Gujarat) પકડાવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા બે મહિનામાં ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી ડ્રગ્સના સોદાગરોને પણ ઝડપી પાડ્યા છે. ગુજરાત ATSની ટીમે અત્યાર સુધી 146 કિલો ડ્રગ્સ (Gujarat ATS team seized 146 kg drugs) જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 730 કરોડ (worth Rs 730 crore in the international market) આસપાસની કિંમત છે. પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું. પાકિસ્તાનથી ડ્રગ્સની હેરાફેરી જામનગરના જોડિયાનો રહેવાસી ઈશા રાવ કરતો હતો. જે ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી છે.

ગુજરાત ATSની ટીમે અત્યાર સુધીમાં 146 કિલો ડ્રગ્સ કર્યું જપ્ત, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 730 કરોડ

11 આરોપીઓની ધરપકડ કરાઈ

ગુજરાત ATS (Drugs in Gujarat) અને જામનગર સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી જામનગરમાંથી 2 કિલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો, જેની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ ડ્રગ્સ અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી માહિતીના આધારે ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસનો માસ્ટર માઈન્ડ જામનગર જોડિયાનો ઈશા રાવ છે, જે હાલ વોન્ટેડ છે. અન્ય આરોપી ભોલા શૂટર છે. હાલ તે પણ વોન્ટેડ છે. આ તમામને ઝડપી પાડવા ATSએ ચક્રો ગતિમાન કર્યા છે. આ સિવાય આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઈશા રાવ નામનો ડ્રગ્સ ડીલર પાકિસ્તાનમાં સંપર્ક રાખી ભારતના ડ્રગ્સ મગાવ્યો હતો. જે અંગે પણ હાલ ATS અને અન્ય તપાસ એજન્સીઓ કામે લાગી છે.

ઈશા રાવે અનેકવાર દૂબઈ અવર- જવર કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું

આરોપી ઈશા રાવ પાકિસ્તાનથી ગુજરાત ડ્રગ્સ લાવતો હતો. જે બાદ પંજાબ સુધી પહોંચાડતો હતો. ઈશા રાવે અનેકવાર દૂબઈ અવર- જવર કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ઈશા રાવ આ ગુનામાં વોન્ટેડ છે. અલગ- અલગ ટીમ બનાવી નશાના નેટવર્કના મૂળ સુધી પહોંચવાના ગુજરાત ATSએ પ્રયાસ હાથ ધર્યા છે.

600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ

ગુજરાતને ડ્રગ્સના (Drugs in Gujarat) રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો હતો. મોરબીમાં પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું હતું. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOGએ આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં આ ડ્રગ્સ કેસના આરોપી અનવરની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અનવરે પોલીસને જણાવ્યું હતું કે, જામનગરનો વતની રહીમ હાજી સાથે તે પોતે બોટ લઈને જખૌના દરિયામાંથી ડ્રગ્સનું એક કંસાઈમેન્ટ લીધું હતું અને આ ડ્રગ્સના જથ્થાને હાજીએ પોતાની પાસે છુપાવ્યું હતું. જે બાતમીના આધારે ATS અને જામનગર પોલીસે જામનગરના બેડી રોડ ખાતેથી 2 કિલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10 કરોડ રૂપિયા થાય છે.

આ પણ વાંચો: Drugs seized in Jamnagar : રોઝી બંદર પાસે રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા

ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ

ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી હતી. સાથે જ ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું (drugs) નેટવર્ક ચલાવતો હતો. ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો: વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

આરોપીઓએ ક્યાંથી અને કોના માટે ડ્રગ્સ મગાવ્યો છે તેની પૂછપરછ હાથ ધરાઈ

પોલીસના જણાવ્યા પ્રમાણે અગાઉ ઝડપાયેલો આરોપી અનવર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ડ્રગ્સનો કંસાઈમેન્ટ મંગાવતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અનવરને જણાવ્યા મુજબ ફરી જામનગરમાંથી ડ્રગ્સનો કંસાઈમેન્ટ ઝડપી પાડવામાં આવતા ગુજરાતની તપાસ એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે. આ આરોપીઓએ સમુદ્ર મારફતે ક્યાંથી ડ્રગ્સ મંગાવ્યો છે અને કોના માટે ડ્રગ્સ (drugs) મંગાવ્યો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.