ETV Bharat / city

અમદાવાદ રેલવે અને એસટી સ્ટેશન પર વધ્યા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન

author img

By

Published : Nov 14, 2021, 9:07 AM IST

Corona testing
Corona testing

દિવાળીના તહેવારોમાં બજારોમાં મોટા પાયે બજારોમાં ભીડ જોવા મળી હતી. લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવર- જવર કરતા હતા. બીજી તરફ દિવાળી વેકેશનમાં ફરવાના ક્રેઝને લઈને પણ અમદાવાદમાં ફરીવાર કોરોનાની રી- એન્ટ્રી થઈ છે. દિવાળી બાદ કોરોના કેસમાં ધીમે પગલે વધારો જોવા મળી રહ્યો છે. જેથી રેલવે સ્ટશન (Ahmedabad railway station) અને એસટી સ્ટેશન (ST station) પર કોરોના ટેસ્ટીંગ (Corona testing) ની કામગીરી વધારી દેવામાં આવી છે.

  • અમદાવાદમાં કોરોનાના ડેલ્ટા અને કાપા વેરીએન્ટની દસ્તક
  • દિવાળી બાદ કોરોના કેસમાં વધારો
  • બહારથી આવતા લોકોનું રેલવે અને એસટી સ્ટેશને ટેસ્ટિંગ અને વેક્સિનેશન
  • કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ અને વેક્સિન ઉપલબ્દ્ધ

અમદાવાદ: બીજા રાજ્યોમાંથી આવતા લોકો મોટા પાયે રેલવેની સેવાઓ પસંદ કરતા હોય છે. રેલવે દ્વારા કોરોના પ્રોટોકોલ પાળવાનો આગ્રહ રખાય છે. જોકે ગુજરાતમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ કે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સૌથી મોટા રેલવે સ્ટેશન (Ahmedabad railway station) ઉપર બહારથી આવતા પેસેન્જરો માટે સ્વેચ્છાએ કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનની (Corona testing and vaccination) સુવિધા ઉપલબ્દ્ધ કરાઇ છે. સવારે 9થી લઈને સાંજના 5 વાગ્યા સુધી વેક્સિન અને ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્દ્ધ છે. શનિવારથી આ સુવિધા વધારીને રાતના દસ વાગ્યા સુધી કરવામાં આવી હતી.

વડાપ્રધાનના જન્મદિને શરૂ થઈ હતી ઝુંબેશ

આમ તો શહેરમાં જાહેર જગ્યાઓએ કોરોના વેક્સિનની ઝુંબેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના જન્મદિને 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. હવે તેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને દિવસમાં બેથી ત્રણ શિફ્ટમાં કામ કરવામાં આવે છે. નજીકના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કોરોના ટેસ્ટિંગ જેમાં રેપિડ અને RT- PCR બન્ને ટેસ્ટનો (Corona testing and vaccination) સમાવેશ થાય છે. તે ઉપરાંત વેક્સિનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધ્યા

વેક્સિન લેવાવાળા લોકો વધુ

અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર બહારગામથી આવતા લોકોને જૂન મહિનાથી ઓન ધ સ્પોટ વેક્સિન મળી રહે છે. શરૂઆતના દિવસોમાં દરરોજ 200 લોકો રોજ વેક્સિન લેતા હતા. જે છેલ્લા અઠવાડિયાથી દરરોજ 300 લોકોને વેક્સિન અપાઇ રહી છે. સામાન્ય રીતે અહીં કોવિશિલ્ડ વેક્સિન ઉપલબ્દ્ધ છે. જે માટે ફક્ત એક આઈડી પ્રુફ હોવું જરૂરી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધ્યા
અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધ્યા

આ પણ વાંચો: Children's Day 2021: બાળ દિવસ પર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની લઈએ પ્રતિજ્ઞા

રેલવે સ્ટેશન પર રોજના 50 લોકોનું ટેસ્ટિંગ

અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની ટીમને રોજની 50 ટેસ્ટિંગ કિટ આપવામાં આવે છે. વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં થયું હોવાથી ટેસ્ટિંગ (Corona testing and vaccination) ખૂબ જ ઓછું થાય છે. છેલ્લા 15 દિવસ દરમિયાન એક પણ કેસ પોઝિટિવ નોંધાયા નથી.

અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધ્યા
અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધ્યા

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી IKDRC કિડની ટ્રાન્સપ્લાન્ટમાં દેશમાં અવ્વલ

એસટી સ્ટેશન પરની સ્થિતી

અમદાવાદના સૌથી મોટા ગીતા મંદિર બસ સ્ટેશન (ST station) ઉપર પણ વેક્સિન અને ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્દ્ધ છે. અહીં દરરોજ 50 જેટલા RT- PCR અને તેટલી જ રેપીડ ટેસ્ટિંગની કીટ ઉપલબ્ધ હોય છે. અહીં પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. જો કોઈ પોઝિટિવ કેસ નોંધાય તો જે- તે અર્બન હેલ્થ સેન્ટરનો કોન્ટેક્ટ કરીને દર્દીની સ્થિતિ પ્રમાણે તેને સારવાર કે પછી દાખલ કરવામાં આવે છે. અહીં દરરોજ 25- 30 લોકો વેક્સિન લે છે.

અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધ્યા
અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.