ETV Bharat / bharat

Children's Day 2021: બાળ દિવસ પર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની લઈએ પ્રતિજ્ઞા

author img

By

Published : Nov 14, 2021, 7:46 AM IST

બાળકો કોઈપણ દેશનું ભવિષ્ય છે. બાળકો એ દેશનો પાયો છે, જેના પર કોઈપણ રાષ્ટ્રનો વિકાસ અને સફળતાનો આધાર હોઈ શકે છે. આ હેતુ માટે ભારતમાં દર વર્ષે પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ (Jawaharlal Nehrus birth anniversary) 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવશે. ચાલો બાળ દિને (BAL DIWAS 2021) બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ.

Jawaharlal Nehrus birth anniversary
Jawaharlal Nehrus birth anniversary

  • ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે
  • પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે ઉજવાશે બાળ દિવસ
  • પંડિત નહેરૂને બાળકો સાથે ખૂબ જ પ્રેમ હતો

હૈદરાબાદઃ આજે બાળ દિવસ (BAL DIWAS 2021) છે. ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. પંડિત નહેરૂ (Former Prime Minister) જેને ચાચા નહેરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓને બાળકો સાથે ખૂબ જ પ્રેમ હતો.

બાળ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ઘણા કાર્યક્રમોનું આયોજન

પંડિત નહેરૂ (Jawaharlal Nehru) એ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા બાળકોના વિકાસ અને પ્રગતિ માટે કામ કર્યું હતું. આ સાથે ભારતમાં બાળકોના કુપોષણને રોકવા માટે બાળકોને શાળાઓમાં દૂધ સહિત મફત પ્રાથમિક શિક્ષણ, મફત ખોરાક આપવાનું આયોજન કર્યુ હતું. બાળ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક અને મનોરંજક પ્રવૃત્તિઓ સહિતના ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ, શાળાઓ, NGO, ખાનગી સંસ્થાઓમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન બાળકોના અધિકારો અને વિશેષાધિકારોનું રક્ષણ કરવાનું મહત્વ રેખાંકિત કરવામાં આવે છે.

બાળ દિવસ પર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની લઈએ પ્રતિજ્ઞા
બાળ દિવસ પર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની લઈએ પ્રતિજ્ઞા

પંડિત નહેરૂ બન્યા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન

જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru) નો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા મોતીલાલ નહેરૂ બેરિસ્ટર હતા. જવાહરલાલ નહેરૂએ વિશ્વની કેટલીક શ્રેષ્ઠ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી હતી. વર્ષ 1912માં ઈંગ્લેન્ડથી ભારત પરત ફર્યા બાદ પંડિત નહેરૂએ વકીલાત શરૂ કરી હતી. જવાહરલાલ નહેરૂ 1917માં હોમ રૂલ લીગ ચળવળમાં જોડાયા હતા. રોલેટ એક્ટ વિરુદ્ધ ચળવળ દરમિયાન તેઓ 1919માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા અને મહાત્મા ગાંધીના સવિનય કાનૂન ભંગ ચળવળ તરફ આકર્ષાયા હતા.

26 જાન્યુઆરી 1930ના રોજ નહેરૂએ લાહોરમાં સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરકાવ્યો

પંડિત નહેરૂ (Jawaharlal Nehru) એ 1920- 1922માં અસહકાર ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની પ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી. થોડા મહિના પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 1926થી 1928 સુધી જવાહરલાલ નહેરૂએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. ડિસેમ્બર 1929માં લાહોરમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું, જેમાં જવાહરલાલ નહેરૂ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ સત્ર દરમિયાન એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં 'પૂર્ણ સ્વરાજ'ની માંગણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરી 1930ના રોજ જવાહરલાલ નહેરૂએ લાહોરમાં સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. ગાંધીજીએ 1930માં સવિનય કાનૂન ભંગ ચળવળની પણ હાકલ કરી હતી. આ ચળવળને મોટી સફળતા મળી અને બ્રિટિશ સરકારને મોટા રાજકીય સુધારાની જરૂરિયાત સ્વીકારવાની ફરજ પડી હતી.

વડાપ્રધાન તરીકે તેમના છેલ્લા શ્વાસ સુધી દેશની સેવા કરી હતી

1942માં ભારત છોડો ચળવળ દરમિયાન પંડિત નહેરૂની પણ ધરપકડ કરવામાં આવી હતી અને 1945માં મુક્ત કરવામાં આવ્યા હતા. આઝાદી પછી જવાહરલાલ નહેરૂ 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા અને 27 મે 1964 સુધી વડાપ્રધાન તરીકે તેમના છેલ્લા શ્વાસ સુધી દેશની સેવા કરી હતી. પંડિત નહેરૂએ આધુનિક મૂલ્યો અને વિચારસરણી સાથે આધુનિક ભારતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક સમાજ સુધારક હતા અને સમાજ પ્રત્યેના તેમના મુખ્ય કાર્યોમાંનું એક પ્રાચીન હિન્દુ નાગરિક સંહિતામાં સુધારો કરવાનું હતું. તેમણે હિન્દુ વિધવાઓને મિલકત અને વારસાના સંદર્ભમાં પુરૂષો સાથે સમાન અધિકારો મેળવવાની છૂટ આપી હતી.

આ પણ વાંચો: શિયાળામાં તમારી ત્વચાને સૌંદર્ય રાખવા માટે શું કરવું જોઈએ, વિગતવાર જાણો..!

14 નવેમ્બરના રોજ બાળ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે

ભારતમાં 20 નવેમ્બર 1954માં બાળ દિવસ (BAL DIWAS 2021) ઉજવવાની ઘોષણા કરાઈ હતી. જવાહરલાલ નહેરુના મૃત્યુ અગાઉ 20 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી પણ 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના અવસાન બાદ બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી દર વર્ષે 14 નવેમ્બરે ચાચા નહેરૂના જન્મદિવસે બાળ દિવસ (CHILDRENS DAY 2021) ની ઉજવણી કરવામાં આવશે. તે બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. બાળકો દેશનું ભવિષ્ય છે, તેઓ સફળતા અને વિકાસની ચાવી છે, જે દેશને નવી તકનીકી રીતે આગળ લઈ જાય છે.

આ પણ વાંચો: વિશ્વ ન્યુમોનિયા દિવસ: જાગૃત રહો, અન્ય લોકોને જાગૃત કરો

બાળ દિવસનો ઈતિહાસ અને મહત્વ

નહેરુને બાળકો ખૂબ જ પસંદ હતા અને ઘણીવાર તેમની સાથે ફોટો પડાવતા જોવા મળતા હતા. બાળકોમાં તેમની લોકપ્રિયતાને કારણે તેઓ ચાચા નહેરૂ તરીકે ઓળખાતા હતા. જવાહરલાલ નહેરૂ તેમના બાળકો પ્રત્યેના પ્રેમ અને પ્રેમ માટે જાણીતા હતા. તેમણે બાળકોનું શિક્ષણ પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. આજના બાળકો જ કાલનું ભારત બનાવશે. દેશનું ભવિષ્ય નક્કી થશે.

બાળકોના શિક્ષણ પર ભાર મુક્યો અને મુખ્ય ભૂમિકા ભજવી

દેશમાં કોલેજોની સતત સ્થાપનામાં પણ મહત્વનો ફાળો આપ્યો હતો. જે દેશની શ્રેષ્ઠ કોલેજોમાંની એક ગણાય છે. તેઓએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (NIT) જેવી ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપનામાં સામેલ હતા.

ભારતમાં બાળકોના અધિકારો

  • કલમ 24 મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ કારખાનામાં અથવા કોઈપણ જોખમી રોજગારમાં નોકરી રાખી શકાય નહીં.
  • કલમ 39 (f) બાળકો અને યુવાનોને શોષણ, નૈતિક અને ભૌતિક ત્યાગથી રક્ષણ આપે છે.
  • કલમ 45 મુજબ બાળકો જ્યાં સુધી 14 વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમને રાજ્ય મફત અને ફરજિયાત શિક્ષણ આપશે.
  • કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની જોગવાઈ કરે છે.
  • કલમ 15 (3) રાજ્યને બાળકો માટે વિશેષ કાયદાકીય જોગવાઈઓ કરવાની સત્તા આપે છે. તે બંધારણીય રીતે સરકારને બાળકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો આદેશ આપે છે.
  • કલમ 23 બળજબરીથી મજૂરીને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરે છે અને તે કાયદા હેઠળ સજાપાત્ર છે.
  • કલમ 51 A કલમ (k) અને (j) જોગવાઈ કરે છે કે માતાપિતા અથવા વાલી તેમના બાળકોને શિક્ષણ અથવા 6- 14 વર્ષની વય વચ્ચેના બાળકોને ઉછેરવાની તકો પ્રદાન કરી શકે છે.
  • ભારતીય બંધારણના નિર્દેશક સિદ્ધાંતો અનુચ્છેદ 41, કલમ 42, કલમ 45 અને કલમ 47ના રૂપમાં બાળકો માટે રક્ષણ પૂરું પાડે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.