school reopen in gujarat 2021 : રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું

author img

By

Published : Nov 22, 2021, 3:28 PM IST

school reopen in gujarat 2021 : રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું

રાજ્યમાં 20 મહિના બાદ ધોરણ 1 થી 5 ના વર્ગ આજથી શરુ ( school reopen in gujarat 2021 ) થયાં છે. આ પહેલાં ઓફલાઇન વર્ગ ( Offline Class ) શરૂ કરવા મંજૂરી મળી હતી અને હવે આજથી સ્કૂલો શરૂ થઈ છે. પરંતુ વાલીઓના સંમતિપત્ર ( Consent letter of parents ) મેળવવાના હોવાથી સ્કૂલોમાં હજુ બાળકો આવી શક્યાં નથી અને કેટલીક સ્કૂલોએ ( Schools ) ઝડપી પ્રક્રિયા કરી સંમતિપત્ર મેળવ્યાં હોવાથી બાળકોને પ્રવેશ પણ આપ્યો છે.

  • 1 થી 5 ધોરણની સ્કૂલ શરૂ કરવાની સમંતિને કારણે અનેક સ્કૂલો 2 દિવસમાં શરૂ થશે
  • રાણીપની નિશાન સ્કૂલમાં સંમતિપત્ર સાથે પહોંચેલાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો
  • સ્કૂલમાં કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરાવાશે


અમદાવાદઃ રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલ (Nishan School Ranip ) દ્વારા સ્કૂલ શરૂ થવાની જાહેરાત થતાં જ તૈયારી કરવામાં આવી હતી. વાલીઓને મેસેજ અને ફોન કરીને ગઈકાલથી આજ સવાર સુધી સંમતિપત્ર ( Consent letter of parents ) ભરાવવામાં આવ્યાં હતાં. ઉપરાંત વર્ગ સેનિટાઇઝ કરવામાં આવ્યાં હતાં. જે વાલીઓએ સંમતિપત્ર આપ્યાં તેમના બાળકો માટે આજથી સ્કૂલો પણ શરૂ (school reopen in gujarat 2021) કરવામાં આવી છે. સવારમાં સ્કૂલ પર વાલીઓનો સંમતિપત્ર આપવા ધસારો જોવા મળ્યો હતો.

બાળકો ખુશ

સ્કૂલ ( Schools ) શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી અને બાળકો હર્ષભેર સ્કૂલે આવ્યા હતાં. તો અનેક સ્કૂલો દ્વારા આજથી સંમતિપત્ર ( Consent letter of parents ) આપવામાં આવશે. જેથી આજે અને કાલે 2 દિવસમાં સંમતિ પત્ર ભરાવવામાં આવશે. જે બાદ 2 દિવસમાં સ્કૂલો સંપૂર્ણ શરૂ કરવામાં આવશે. ઉપરાંત જે બાળકોના વાલી સંમતિપત્ર નહી આપે તેમના ઓનલાઇન કલાસ ( Online Class ) પણ ચાલુ રાખવામાં આવશે.

જે બાળકોના વાલી સંમતિપત્ર નહી આપે તેમના બાળકોના ઓનલાઇન કલાસ ચાલુ રહેશે

વિદ્યાર્થીઓના પ્રતિભાવ

નિશાન સ્કૂલની (Nishan School Ranip ) વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે બહુ આટલા સમય બાદ સ્કૂલે આવવાનું થયું એટલે બહુ સારું લાગ્યું. બધા ફ્રેન્ડ્સ મળ્યા અને ટીચર્સ પણ મળ્યાં છે. સ્કૂલમાં પણ અમે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ રાખીશું અને સ્કૂલ તરફથી જે સૂચના ( Corona Guideline ) આપવામાં આવશે તેનું પાલન કરીશું.

સ્કૂલ રાખશે ખાતરી

સ્કૂલના કોર્ડીંનેટર વિશાલ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે જાહેરાત (school reopen in gujarat 2021) થતાં અમે વાલીઓને સંમતિ માટે મેસેજ અને કોલ કર્યા હતાં. જે બાદ અનેક વાલીઓ તરફથી સંમતિ ( Consent letter of parents ) આપવામાં આવી હતી. સ્કૂલમાં અમે માસ્ક અને સેનિટાઈઝ કરીને જ બાળકને વર્ગમાં મોકલીએ છીએ. હજુ અનેક વાલીઓની સંમતિ આવવાની બાકી છે. જે આવશે તે બાદ સંપૂર્ણ સ્કૂલ ( Schools ) શરૂ થશે. ઉપરાંત જે વાલી સંમતિ નહીં આપે તેમના બાળકોને ઓનલાઇન ( Online Class ) ભણાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Primary Schools Reopen: આજે 20 મહિના પછી જૂનાગઢની 1,100 શાળામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનો જોવા મળ્યો કિલકિલાટ

આ પણ વાંચોઃ school reopen in gujarat 2021 : 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને એકાંતરે બોલાવવામાં આવશે, વાલીની મંજૂરી આવશ્યક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.