school reopen in gujarat 2021 : 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને એકાંતરે બોલાવવામાં આવશે, વાલીની મંજૂરી આવશ્યક

author img

By

Published : Nov 21, 2021, 10:08 PM IST

school reopen in gujarat 2021

સોમવારથી ધોરણ 1 થી 5ની સ્કૂલો શરૂ કરવાનો(school reopen in gujarat 2021) નિર્ણય સરકારે આજે કર્યો છે ત્યારે સ્કૂલો શરૂ કરવાનો સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. જે અંગેની SOPનું પાલન સ્કૂલોએ કરવાનું રહેશે. 50 ટકા ક્ષમતા સાથે એકાંતરે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે. જેને લઇને સ્કૂલો એ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • સોમવાર શરૂ થશે ધોરણ 1થી 5ની સ્કૂલો
  • સ્કૂલો શરૂ કરવાનો સરકારે પરિપત્ર કર્યો જાહેર
  • ધોરણ 1થી 5નું 2 વર્ષ સુધી બંધ હતું ઓફલાઇન શિક્ષણ

ગાંધીનગર : માર્ચ 2020થી ધોરણ 1થી 5ની સ્કૂલો બંધ હતી. જેથી બે વર્ષ જેટલા સમયથી સ્કૂલ બંધ હતી. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારથી સ્કૂલો શરૂ કરવા અંગેની જાહેરાત(school reopen in gujarat 2021) સુરતથી કરી હતી. ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલો શરૂ કરવાને લઈને રાહ જોઈ રહ્યા હતા. સરકારે તેને લઈને SOP પણ જારી કરી છે જેને સ્કૂલના સંચાલકોએ આ SOPનું પાલન કરાવવાનું રહેશે. બે વિદ્યાર્થીઓએની બેઠક વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, આ ઉપરાંત હેન્ડ સેનેટાઈઝર, ટેમ્પરેચર માપવું, ફરિજયાત માસ્ક પહેરવું વગેરે તકેદારી રાખવાની રહેશે.

ધોરણ 1થી 5 ની સ્કૂલો માટે જૂની SOP પ્રમાણે પાલન કરવાનું રહેશે

  • 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે.
  • એકાંતર દિવસે વિદ્યાર્થીઓએને વર્ગખંડમાં બોલાવવાના રહેશે.
  • ઓનલાઈન અને ઓફલાઇન બંને ક્લાસ ચાલુ રાખવાના રહેશે.
  • વિદ્યાર્થીઓએ આ માટે વાલીની મંજૂરી લેવી આવશ્યક છે, આ મંજૂરી લેખિતમાં સંમતિ પત્ર સાથે લેવાની રહેશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તથા જેના પરિવારમાં કોઈ સંક્રમિત હોય તેવા કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવામાં આવશે, જેનું મોનિટરીંગ શાળા સંચાલકોએ કરવાનું રહેશે. .
  • સ્કૂલમાં વાલી, બાળકો અને શિક્ષકો સિવાય કોઈને પણ પ્રવેશ ન આપવા સૂચન કરાયું છે.
    વિદ્યાર્થીઓને 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને
    વિદ્યાર્થીઓને 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને


સમૂહ પ્રાર્થના, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે
સ્કૂલે સરકારની અન્ય SOP મુજબ કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં સમૂહ પ્રાર્થના, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો કે વિદ્યાર્થીઓને એક જગ્યાએ મોટી સંખ્યમાં એકત્રિત કરી શકાશે નહીં આ સહિતની વગેરે જેવી પ્રવૃતિઓ હાલ પૂરતી બંધ રાખવામાં આવશે. જો કે તેને લઈને સરકાર દ્વારા આગામી સમયમાં સૂચન કરવામાં આવશે.

આ પણ વાંચો: "અમે પરિસ્થિતિ જોઈશું અને પછી બાળકોને સ્કૂલે મોકલીશું": ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થતા વાલીઓનો મિજાજ

આ પણ વાંચો: રાજ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત, આવતીકાલથી ધોરણ 1થી 5ના વર્ગો શરુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.