ETV Bharat / city

Omicron Cases in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસ

author img

By

Published : Dec 20, 2021, 3:53 PM IST

Updated : Dec 20, 2021, 5:47 PM IST

રાજ્યના વિવિધ શહેરોમાં ઓમિક્રોનના કેસમાં(Omicron Cases in Gujarat) ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસનો આવી ચૂક્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ગાંધીનગર હાલ ઓમિક્રોનના(Omicron Cases today) ઝપેટમાં આવી ચુક્યા છે.

Omicron Cases in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસનો આવી ચૂક્યા
Omicron Cases in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસનો આવી ચૂક્યા

ન્યુઝ ડેસ્કઃ રાજ્યના વિવિધ શહેરોમાં ઓમિક્રોનના કેસમાં(Omicron Cases in Gujarat) ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસનો આવી ચૂક્યા છે. જેમાં અમદાવાદ 2, સુરત, રાજકોટ, આણંદ અને ગાંધીનગરમાંથી ઓમિક્રોનના(Omicron Cases today) 1-1 કેસ સામે આવતા રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 6 નવા કેસ સામે આવ્યા જો કે આ પૈકી ચાર દર્દી સાજા પણ થઇ ચૂક્યા છે જ્યારે 9 દર્દી હજુ સારવાર હેઠળ છે. જો કે, લોકોએ ઓમિક્રોનથી ડર્યા વિના સાવચેતી રાખવાની જરૂર હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 બેડનો અલગ વોર્ડ તેમજ 1200 બેડ ઓમિક્રોનના દર્દી માટે

અમદાવાદની(Omicron Cases in Ahmedabad) વાત કરવામાં આવે તો હાલ ઓમિક્રોનના 3 દર્દી સારવાર લઇ રહ્યા છે. આ પૈકી તાંઝાનિયાથી સારવાર માટે આવેલા દંપતિનો પ્રી સર્જરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલાયા હતા. ઓમિક્રોન સંક્રમિત 47 વર્ષીય પતિ અને 45 વર્ષીય પત્ની SVP હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ લંડનથી દુબઇ થઇને અમદાવાદ એરપોર્ટ આવેલા આણંદના 48 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ તમામ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Omicron at Ahmedabad Civil Hospital) 24 બેડનો અલગ વોર્ડ તેમજ 1200 બેડ ઓમિક્રોનના દર્દી માટે બનાવવામાં આવ્યા છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાય છે. આવ્યો છે.

ગાંધીનગરમાં 15 વર્ષિય કિશોરનો ઓમીક્રોનગ્રસ્ત

ગાંધીનગરના સેક્ટર-1માં 15 વર્ષિય કિશોરનો 14મીએ કોરોના ટેસ્ટ કરાવતાં પોઝીટીવ આવ્યો હતો. જે ગાઇડલાઇન પ્રમાણે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કિશોરના સેમ્પલનું જીનોમ સીકવન્સીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઓમીક્રોનગ્રસ્ત(Omicron Cases in Gandhinagar) કિશોરને હાલ ખાનગી હોસ્પિટલના અલાયદા વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ કિશોરના સંપર્કમાં 12 જેટલા વ્યક્તિઓ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.

સુરતની યુવતી દુબઇથી પરત ફર્યા બાદ પોઝિટિવ

સુરતની કતાર ગામમાંની 39 વર્ષીય યુવતી પરિવાર સાથે દુબઇથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતાં જીનોમ સિક્વન્સ કરવામાં આવ્યો હતો. જેમાં ઓમિક્રોન(Omicron Cases in Surat) હોવાનું સામે આવ્યું હતું. જો કે હાલ સારવાર હેઠળ છે. તેમના પરિવારને ક્વોરેન્ટાઇન કરાયા છે.

રાજકોટ જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ

તાન્ઝાનિયાનો 23 વર્ષીય વિદ્યાર્થી રાજકોટની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેને કોરોના સંક્રમણ થતાં ત્રણ દિવસ અગાઉ નમુના પરિક્ષણ અર્થે મોકલવામાં ઓમિક્રોન રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે રાજકોટ જિલ્લામાં ઓમિક્રોનનો(Omicron Cases in Rajkot) પ્રથમ કેસ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Rajkot Civil Omicron Alert: આ દ્રશ્યો જોઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે માસ્ક પહેરીને જજો!

આ પણ વાંચોઃ Omicron Recovered patients in Gujarat : જામનગરના પ્રથમ ઓમિક્રોન દર્દી સહિત ત્રણેય સ્વસ્થ થઇ ઘેર ગયાં

Last Updated : Dec 20, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.