ETV Bharat / city

સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસના પ્રયાસો નિંદનીય છેઃ ભરત પંડ્યા

author img

By

Published : May 20, 2020, 5:25 PM IST

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ધમણ-૧ વેન્ટીલેટર્સ સંદર્ભમાં સરકાર સામે કોંગ્રેસ જૂઠાં આક્ષેપો સામેનો જવાબ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અને સમગ્ર આરોગ્યવિભાગના અધિકારીઓએ વિગતવાર મીડિયા સમક્ષ સત્ય હકીકતો રજૂ કરી છે. કોંગ્રેસના આ આક્ષેપો બેબૂનિયાદ છે. સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે. કોંગ્રેસના જૂઠાં આક્ષેપોને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસના પ્રયાસો નિંદનીય છેઃ ભરત પંડ્યા
સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસના પ્રયાસો નિંદનીય છેઃ ભરત પંડ્યા

અમદાવાદઃ ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે. હાલમાંં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 200 વેન્ટિલેટર્સ ભારતને આપવાની વાત કરી છે. ગુજરાતની જયોતિ કંપનીએ કોરોનાના દર્દી માટે 866 વેન્ટિલેટર્સ વિનામૂલ્યે આપીને ‘જનસેવા’ અને ‘દેશસેવા’નું ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યાં હોય ત્યારે તેમાં વિવાદ ન હોવો જોઈએ.આ કંપનીને તેના વેન્ટીલેટરને ભારત સરકારની ત્રણ અધિકૃત કંપનીઓ (1) NABL (નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ) (2) EQDC (ઇલેક્ટ્રોનિક એન્ડ ક્વૉલિટી ડેવલપમેન્ટ સેન્ટર) (3) IEC (ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન) દ્વારા ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણિત કરીને સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે. ત્યારે કોંગ્રેસના આરોપો પાયાવિહોણાં છે.

સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસના પ્રયાસો નિંદનીય છેઃ ભરત પંડ્યા
ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પોંડિચેરીની સરકાર દ્વારા પણ 25 વેન્ટિલેટરના ઓર્ડર અપાયાં છે, મહારાષ્ટ્ર સરકાર માટે પણ એક ખાનગી દાતાએ 25 વેન્ટિલેટર માટે ઓર્ડર આપ્યાં છે.ભારત સરકારના HAL life care લી. દ્વારા આ કંપનીને 5000 વેન્ટિલેટરનો ઓર્ડર મળ્યો છે. કોંગ્રેસને આમાં શું વિવાદ લાગે છે ? કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમોમાં હંમેશા જનહિત અને દેશહિત વિરોધી હોય છે. કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિવાદ, ઉશ્કેરાટ, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાત કે દેશની જનતા તેને કયારેય સમર્થન આપ્યું નથી. એટલે “કોંગ્રેસ આખી પાર્ટી જ વેન્ટિલેટર પર છે.”

આ પ્રકારના આક્ષેપો કરવા પાછળ કોંગ્રેસનો ઈરાદો શું છે. ? LOCALને VOCAL બનાવવાની સામે વિરોધ છે ? શું કોંગ્રેસ સ્વદેશી ઉત્પાદનકારો અને આત્મનિર્ભરતાના વિચારો અને એકશનની વિરૂદ્ધમાં છે ? શું કોંગ્રેસ ગુજરાતના ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવા માંગે છે ? કોંગ્રેસે જનસેવા અને દેશસેવા કરનારા લોકોનું અને કોરોના વોરીયર્સનું સન્માન કરવું જોઈએ અને સન્માન ન કરે તો કાંઈ નહીં પણ કોંગ્રેસે તેઓને બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.