ETV Bharat / city

MPની દોઢ વર્ષની વેદિકાના વ્હારે આવી અમદાવાદ Civil, જટિલ બીમારીનું કર્યું સફળ ઓપરેશન

author img

By

Published : Aug 2, 2021, 10:12 PM IST

MPમાં રહેતા હર્ષિતભાઈની દોઢ વર્ષની દીકરી વેદિકા છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. જેને લઈ MPના પરિવારે ટ્વીટર થકી અમદાવાદ સિવિલના ( Civil Hospital ) ડોક્ટર રાકેશ જોશીનો સંપર્ક કર્યો હતો. જે બાદ 3 કલાકની ભારે જહેમત બાદ વેદિકાને ગંભીર બીમારીમાંથી મુક્ત કરવામાં આવી હતી. શું છે વેદિકાની ગંભીર બીમારી જૂઓ અહેવાલ...

MPની દોઢ વર્ષની વેદિકાના વ્હારે આવી અમદાવાદ Civil, જટિલ બીમારીનું કર્યું સફળ ઓપરેશન
MPની દોઢ વર્ષની વેદિકાના વ્હારે આવી અમદાવાદ Civil, જટિલ બીમારીનું કર્યું સફળ ઓપરેશન

  • 18 મહિનાની બાળકીના પેટમાંથી 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ જટિલ સર્જરી દ્વારા કરાયું દૂર
  • ટ્વીટરના માધ્યમથી MPના પરિવારજનો બાળકીની સર્જરી માટે સિવિલના તબીબ સંપર્કમાં આવ્યાં
  • 5 લાખે એક બાળકમાં જોવા મળતી “ફિટ્સ ઇન ફિટુ” સર્જરી સફળતાપૂર્વક કરાઈ


    MPમાં વસવાટ કરી રહેલ દોઢ વર્ષની દીકરીને ત્રણ મહિનાથી પેટમાં ગાંઠની તકલીફથી પીડાતી જોઇ દીકરીના પિતા હર્ષિતભાઇ સતત ચિંતાતુર રહેતાં હતાં. ત્યારે દીકરીના પિતા એક દિવસ સોશિયલ મીડિયા પર ટ્વીટરમાં સર્ફીંગ કરી રહ્યાં હતાં. ત્યારે સિવિલ હોસ્પિટલના ( Civil Hospital ) ટ્વીટર હેન્ડલ પર તબીબો દ્વારા બાળકોની પણ વિવિધ પ્રકારની જટિલ સર્જરી કરવામાં આવતી હોવાની પોસ્ટ નજરે પડી હતી. જેને જોઈએ તેઓના મનમાં પણ તરત જ આશાના કિરણ જાગ્યાં હતાં. ત્યારબાદ તબીબને પોતાના બાળકીની પીડા વિશેની માહિતી આપતું ટ્વીટ કર્યું હતું. જે બાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડ઼ૉ. રાકેશ જોષીએ પણ હર્ષિતભાઇના ટ્વીટના જવાબમાં દીકરીને હોસ્પિટલ લઇ આવવા જણાવ્યું હતું પછી જે થયુ તે ઘટના અવિસ્મરણીય બની ગઇ છે.

    ગંભીર બીમારીથી પીડાતી વેદિકાની શું છે કહાની

    MPમાં નીમુચ જિલ્લામાં રહેતા હર્ષિતભાઇ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 18 મહીનાના દીકરી વેદિકાની પેટમાં ગાંઠની તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. તે દરમિયાન દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી વેદિકાે અત્યંત વેદના સહન કરી રહી હતી. મધ્યપ્રદેશમાં વિવિધ રીપોર્ટસ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસીત ભ્રૂણ હોવાનું જાણવા મળ્યું હતું. આ ભ્રૂણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબો તૈયાર થયા ન હતાં . જેથી વેદિકાના પિતાની નિરાશામાં વધારો થયો હતો. તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વીટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના ( Civil Hospital ) બાળરોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતા તેમના પિતાએ સિવિલના તબીબનો ટ્વીટરના માધ્યમથી સપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં દીકરી વેદિકાને લઇને આવી પહોંચ્યાં હતાં.

    3 કલાકની ભારે જહેમત બાદ થયું સફળ ઓપરેશન

    સિવિલ હોસ્પિટલના ( Civil Hospital ) બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સી.ટી.સ્કેન કરાવવામાં આવ્યું હતું. જેમાં દોઢ વર્ષની વેદિકાના પેટમાં 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ હોવાનું ચોક્કસ તારણ મળ્યું હતું.. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટિલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડું ઉપાડ્યું હતું. બાળરોગ સર્જરી વિભાગના એસોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. તૃપ્તિ શાહના સહયોગથી સમગ્ર સર્જરી ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને આ ભ્રૂણ દૂર કર્યું હતું
    5 લાખે એક બાળકમાં જોવા મળતી “ફિટ્સ ઇન ફિટુ” સર્જરી સફળતાપૂર્વક કરાઈ
    5 લાખે એક બાળકમાં જોવા મળતી “ફિટ્સ ઇન ફિટુ” સર્જરી સફળતાપૂર્વક કરાઈ




    Civil Hospital માં સર્જરીની વિગત આપતા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે 18 મહિનાની બાળકીના પેટમાં અવિકસીત ગર્ભ હોવાની 20 વર્ષની તબીબી કારકિર્દીમાં ત્રીજી ઘટના જોવા મળી છે.. વિશ્વમાં 5 લાખ બાળકોએ એક બાળકમાં આ પ્રકારની અત્યંત જટિલ બીમારી થતી જોવા મળે છે. સર્જરી દરમિયાન ચોકસાઇ અને તકેદારી રાખવામાં ન આવે તો બાળકીની ધોરીનસ, જમણી કિડની, સ્વાદુપિંડ, યકૃત અને કિડનીના રક્ત સ્ત્રાવને નુકસાન પહોંચવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. આ તમામ બાબતોની સાવચેતી રાખીને સમગ્ર સર્જરી સફળાતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


દીકરીના પિતાએ માન્યો તબીબોનો આભાર

વેદિકાને પીડામુક્ત જોઇ તેના પિતા ભાવવિભોર બન્યાં હતાં. તેઓએ મધ્યપ્રદેશથી ગુજરાત આવીને સમગ્ર સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ થવા બદલ અને સિવિલ હોસ્પિટલમાં ( Civil Hospital ) શ્રેષ્ઠ સારવાર અને સુવિધા મળવા બદલ સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.


સિવિલ હોસ્પિટલ ( Civil Hospital ) સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં રાજ્ય બહારથી પણ સારવાર અર્થે આવતા દર્દીઓનો ધસારો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ક્યારેય કોઇ પણ દર્દીને સારવાર માટે ના પાડવામાં આવી નથી. તબીબો દ્વારા તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રીતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

બાળકીમાં અવિકસીત ભ્રૂણ કઇ રીતે બને છે?

આ પ્રકારના ભ્રૂણના વિકાસ માટે પેરાસાયટિક ટ્રિવન અને ટેરેટોમેટ્સ એમ બે પ્રકારની થીયરી કામ કરે છે. વેદિકામાં જોવા મળેલું ભ્રૂણ આ બંનેમાંથી કોઇપણ થીયરીના કારણે વિકસીત થયેલ હોવાની સંભાવના હતી. જેમાં ગર્ભની શરૂઆત થાય ત્યારે અંડકોષ ફલિત થયા બાદ બે ભાગમાં વહેચાયું હશે તેમ માનવામાં આવે છે. જેમાંથી એક સામાન્ય બાળક અને બીજો અંડકોષ બાળકમાં સમાઇ જતા “ફિટ્સ ઇન ફિટ” એટલે કે ગર્ભમાં ગર્ભ તરીકે વિકસે છે. તેમાં લોહીનો સપ્લાય જીવંત બાળકમાંથી મળે છે, અને મગજ, હ્યદય , ફેફસા જેવા અંગો હોય છે પરંતુ તે નિષ્ક્રીય રહે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: 4 વર્ષીય બાળકી ઝેનાબની 9 કલાકની જટીલ સર્જરી થઈ સફળ

આ પણ વાંચોઃ જન્મના 42માં કલાકે નવજાત બાળકી બની કોરોના પોઝિટિવ, પછી શું થયું વાંચો…

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.