ETV Bharat / city

Clash In Ahmedabad: ધૂળેટી પર રંગ નાંખવા બાબતે જૂથ અથડામણ, 6 આરોપીની ધરપકડ અને 10 ફરાર

author img

By

Published : Mar 19, 2022, 5:32 PM IST

અમદાવાદના ગોમતીપુરમાં ધૂળેટીના દિવસે કલર ઉડ્યો હોવાની સામાન્ય બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ (Clash In Ahmedabad) થઈ હતી. આ મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને ફરાર થયેલાં 10 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Clash In Ahmedabad: ધુળેટીના દિવસે રંગ નાંખવા બાબતે જૂથ અથડામણ, 6 આરોપીની ધરપકડ - 10 ફરાર
Clash In Ahmedabad: ધુળેટીના દિવસે રંગ નાંખવા બાબતે જૂથ અથડામણ, 6 આરોપીની ધરપકડ - 10 ફરાર

અમદાવાદ: ધૂળેટીના તહેવારમાં ઉજવણીના ઉન્માદમાં છાકટા બનેલા યુવકોની હરકતથી ગોમતીપુર વિસ્તારમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો (Clash In Ahmedabad) થયો છે. સામાન્ય બોલાચાલી બાદ સામસામે આવેલા 2 ટોળાએ પથ્થરમારો (stone pelting in ahmedabad) કરી પાર્ક થયેલા વાહનોના કાચ તોડ્યા હતા, જે અંગે પોલીસે ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. તો અન્ય ફરાર 10 આરોપીના નામ સામે આવતા તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે.

જૈન મંદિર પાસે બાળકો ધૂળેટી રમી રહ્યાં હતાં- પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીના નામ અફઝલ પઠાણ, સાકીબ અન્સારી, આલમ પઠાણ, અબ્દુલ સફી શેખ, મોઇનુદ્દીન શેખ અને અબુબકર શેખ (Crime In Ahmedabad) છે. આ તમામ આરોપીઓની પોલીસે રાયોટિંગના ગુનામાં (Rioting crime In Ahmedabad) ધરપકડ કરી છે. ધૂળેટીના દિવસે બપોરના સમયે ગોમતીપુર મુસા સુલેમાન (gomtipur musa suleman chali)ની ચાલી પાસે આવેલા જૈન મંદિર પાસે બાળકો ધૂળેટી રમી રહ્યા હતા. તે સમય દરમિયાન આરોપી અફઝલના મિત્ર પર પાણી છંટાઈ જતા ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. માથાકૂટ ઉગ્ર બનતા બંને જૂથો વચ્ચે છૂટા હાથે પથ્થરમારો થયો હતો જેમાં 2 લોકોને ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો: Dhuleti Festival in Ahmedabad : ગોમતીપુરમાં ધૂળેટીનું રંગ મેદાન બન્યું યુદ્ધનું મેદાન, 10 ટેમ્પોના કાચ ફોડ્યા

ધૂળેટી દરમિયાન કલર ઉડતા બાળકો સાથે મારામારી- આટલું જ નહીં પકડાયેલા આરોપીઓ અને તેમના સાગરીતો ચાલીની બહાર પડેલા વાહનોને ભારે નુકસાન પહોંચાડી ભાગી ગયા હતા. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા તમામ આરોપીઓ ગોમતીપુર પાસે આવેલી નુરભાઈ ધોબીની ચાલીમાં રહે છે તે સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછ કરતા ઝઘડા પાછળનું કારણ ધુળેટી (Dhuleti Celebration 2022) દરમિયાન કલર ઉડતા બાળકો સાથે થયેલી મારામારી અને બોલાચાલીનું હતું. આરોપીઓએ ટોળે વળી વાહનોમાં તોડફોડ કરી પથ્થર મારો કર્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા બગડે તેઓ માહોલ ઉભો થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ધામધૂમથી હોળી-ધુળેટી પર્વની કરાઇ ઉજવણી

વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું- સમગ્ર મામલે હાલ તો પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ સીસીટીવીના આધારે અન્ય 10 જેટલા આરોપીના નામ સામે આવ્યા છે. સાથે જ ઝડપાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ, તેને લઈને તપાસ શરૂ કરી છે.. જો કે આ બનાવમાં જે વાહન ચાલકોના વાહનોને નુકસાન પહોંચ્યુ છે. તેમને પણ પોલીસે સાક્ષી બનાવી તેમને નુકસાનીનું વળતર મળે તે માટે કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.