ETV Bharat / city

144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?

author img

By

Published : Jul 12, 2021, 8:07 AM IST

આજે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા ( jagannath rath yatra 2021 ) યોજાઈ રહી છે. કોરોનાને કારણે ભારે અસમંજસ બાદ આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે શહેરભરમાં કરફ્યૂ અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જગતના નાથ નગરચર્યાએ નિકળશે. અમદાવાદના જગન્નાથજીના મંદિરથી ભાઈ બલરામજી, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા યોજાઈ છે . મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સતત ચોથી વાર પહિન્દ વિધિ કરી છે. ગયા વર્ષે કોરોનાને કારણે રથયાત્રા રદ થતા પહિન્દ વિધિ પણ થઈ શકી ન હતી.

jagannath rath yatra 2021
મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ

  • 144મી રથયાત્રા જનતા કરફ્યૂ વચ્ચે નીકળી
  • પ્રથમ વખત ભક્તો વગરની રથયાત્રા નીકળી
  • કોરોના મહામારીને કારણે માત્ર 5 વાહનોને જ પરવાનગી

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા ( jagannath rath yatra 2021 ) નિયમો સાથે યોજાની છે. રાજ્ય સરકારે કોરોના નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજનમંડળી કે અખાડા વિના રથયાજ્ઞા યોજાશે. રથયાત્રા દરમિયાન ભક્તોના દર્શન કે પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ

શું છે આ પહિન્દ વિધિ અને કોના હસ્તે કરાય છે

પરંપરાગત રીતે રથયાત્રામાં ત્રણ રથ છે. ત્રણેય રથમાં બલરામ, બહેન સુભદ્રા અને જગન્નાથજી બિરાજમાન થયા ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ) સોનાની સાવરણી લઈને રથયાત્રાનો રસ્તો સાફ કર્યો હતો, જે બાદ રથયાત્રાનો શુભારંભ થાય છે જેને પહિન્દ વિધિ કહેવાય છે. પહિન્દ વિધિ રાજા કરે છે, તેવી લોકવાયકા છે, જેથી રાજ્યના મુખ્યપ્રધાન રાજ્યના વડા હોવાને કારણે રથયાત્રાના પ્રારંભ પહેલા માથે પાઘડી પહેરીને સોનાની સાવરણીથી ભગવાનની રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. બાદ જ રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળે છે.

દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?

વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી અમદાવાદના નગરના રસ્તાઓ પર ભક્તોને દર્શન આપવા સામે ચાલીને આવે છે. નગરચર્યા દરમિયાન ભક્તો પણ ભગવાનનું ઠેરઠેર સામૈયું કરે છે, ફુલ, ચોખા, પૈસા, કંકુ, અબીલ, ગુલાલ અને સિંદુરથી વધાવે છે. રથયાત્રામાં ભગવાનના દર્શન કરીને અને પ્રસાદ ગ્રહણ કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રાનો બીજો નંબર આવે છે. જેથી અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. પરંતુ આ વર્ષે રથયાત્રાતો યોજાની છે પણ કોરોનાને કારણે સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ભક્તો વગરની આ રથયાત્રામાં દર વર્ષની જેમ ઠેરઠેર સામૈયું કે વધામણા નહીં થાય જેથી તમામ ભક્તોને અને અમદાવાદવાસીઓને પણ ઘરમાં બેસીને પોતાની મોબાઈલ સ્ક્રીન પર ETV Bharat ના માધ્યમથી રથયાત્રાના દર્શન કરવા અનુરોધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.