ETV Bharat / city

શેફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે નિઃશુલ્ક ભોજનની સેવા શરૂ કરી

author img

By

Published : May 5, 2021, 6:24 PM IST

કોરોના મહામારીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ મદદરૂપ સાબિત થઈ રહી છે. ત્યારે હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા કોરોના વોરિયર્સ માટે પ્રતિષ્ઠિત શેફ સંજીવ કપૂર વહારે આવ્યા છે. તેમણે એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને નિઃશુલ્ક ભોજન પૂરુ પાડવાનો નિર્ણય લીધો છે.

શેફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે નિઃશુલ્ક ભોજનની સેવા શરૂ કરી
શેફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે નિઃશુલ્ક ભોજનની સેવા શરૂ કરી

  • દેશના જાણીતા શેફ સંજીવ કપૂર આવ્યા કોરોના વોરિયર્સના વહારે
  • સિવિલ હોસ્પિટલના સ્ટાફને દિવસમાં 3 વખત ભોજન પૂરુ પાડશે
  • અમદાવાદમાં 12 શેફની નિમણૂક કરીને સ્ટાફને પૂરુ પાડશે ભોજન

અમદાવાદ: દેશના જાણીતા શેફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા સ્ટાફ માટે અન્નપૂર્ણા બનીને વહારે આવ્યા છે. તેમણે અમદાવાદમાં 12 શેફની નિમણૂક કરીને સિવિલ હોસ્પિટલમાં દિવસમાં 3 વખત ભોજન પૂરુ પાડવાની તૈયારી દર્શાવી હતી. જેને હોસ્પિટલ તંત્રે સ્વિકારતા હવે તેઓને ગુણવત્તાસભર ભોજન મળી રહેશે.

શેફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે નિઃશુલ્ક ભોજનની સેવા શરૂ કરી

ગુણવત્તાસભર ભોજનથી સ્ટાફમાં નવઉર્જાનો સંચાર થશે

સંજીવ કપૂરનું માનવું છે કે, કોરોના મહામારીના ખડેપગે ફરજ બજાવતા તબીબોને જો સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર ભોજન મળી રહે તો તેમનામાં ઉર્જાનો સંચાર થશે. જેના કારણે તેમણે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ માટે ભોજન પૂરુ પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. જે. વી. મોદીએ જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ મળેલા આ પ્રસ્તાવ અમે સ્વિકાર્યો છે. અમે સંજીવની આ સેવાભાવનાને બિરદાવીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.