ETV Bharat / city

અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલનું બિલ મંજૂર કરાવવા લાંચ માગવાનો મામલો

author img

By

Published : Feb 17, 2021, 11:05 PM IST

સિમ્સ હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રા સામે થયેલી ફરિયાદના કેસમાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન (આહના)એ સિમ્સ હોસ્પિટલને સમર્થન જાહેર કર્યુ છે. ડૉ. નરેશ મલ્હોત્રાએ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીના બિલ પાસ કરાવવા મ્યુનિસિપલ ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉક્ટર અરવિંદ પટેલ વતી 1.50 કરોડની લાંચ માંગી હતી. જેથી સિમ્સ હોસ્પિટલે તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

Ahmedabad
Ahmedabad

  • સિમ્સ હોસ્પિટલનું બિલ મંજુર કરવા લાંચ માગવાનો મામલો
  • લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ભાગેડુ આરોપી ડૉ. નરેશ મલ્હોત્રાની ધરપકડ કરાઈ
  • ગત ડિસેમ્બરમાં ACB દ્વારા નોંધવામાં આવ્યો હતો ગુનો
  • રૂપિયા 1.5 કરોડનું બિલ મંજુર કરવા માગી હતી 15 લાખની લાંચ
  • અગાઉ કોર્ટ દ્વારા નરેશ મલ્હોત્રાના આગોતરા જામીન પણ રદ્દ કરાયા હતા

અમદાવાદ: સિમ્સ હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રા સામે થયેલી ફરિયાદના કેસમાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન (આહના)એ સિમ્સ હોસ્પિટલને સમર્થન જાહેર કર્યુ છે. ડૉ. નરેશ મલ્હોત્રાએ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીના બિલ પાસ કરાવવા મ્યુનિસિપલ ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉક્ટર અરવિંદ પટેલ વતી 1.50 કરોડની લાંચ માંગી હતી. ડૉક્ટર નરેશ મલ્હોત્રાએ સીમ્સ હોસ્પિટલને જણાવ્યું હતું કે, તમારા બિલ DYHO પાસે આવ્યા છે અને પાસ કરાવવા હોય તો દસ ટકા રકમ આપવી પડશે. ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડૉ. નરેશ મલ્હોત્રાએ કુલ બિલની દસ ટકા રકમ માગતા સિમ્સ હોસ્પિટલ તરફથી ફરિયાદ દાખલ કરાઈ હતી.

સિમ્સ હોસ્પિટલનું બિલ મંજૂર કરાવવા લાંચ માગવાનો મામલો

ACBની ટીમે આરોપી ડૉ. નરેશ મલ્હોત્રા વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ

આ ફરિયાદ પછી ACBએ ડૉક્ટર નરેશ મલ્હોત્રા સામે ગુનો નોંધ્યો હતો. જેમાં સિમ્સ હોસ્પિટલ પાસે કોવિડ દર્દીઓની સારવારનું રૂપિયા 1.50 કરોડનું બિલ પાસ કરવા માટે કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડૉ. અરવિંદ પટેલ વતી આદિત્ય હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રાએ રૂપિયા 15 લાખની લાંચની માંગણી કરી હતી. આ અંગે સિમ્સ હોસ્પિટલે ફરિયાદ નોંધાવતા ACBની ટીમે આરોપી ડૉ. નરેશ મલ્હોત્રા વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

લાંચ પેટે કુલ બીલના 10 ટકા રકમ માગી

સિમ્સ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયેલા MOU મુજબ કોવિડ 19ની સારવાર માટે સરકારી રેફરન્સથી આવતા દર્દીઓનું બિલ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. આ MOU મુજબ કોવિડ દર્દીઓની સારવારનું રૂપિયા 1.50 કરોડ બિલ સિમ્સ હોસ્પિટલને કોર્પોરેશન પાસેથી લેવાનું થતું હતું. સિમ્સ હોસ્પિટલનું આ બિલ પાસ કરવા માટે કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફીસર ડૉ. અરવિંદ પટેલ વતી આદિત્ય હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રાએ લાંચ પેટે કુલ બીલના 10 ટકા રકમ માગી હતી. આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને ACBએ વધુ તપાસ હાથ ધરી છે. તેમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ તાપસ હાથ ધરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં આ મામલે નવા ખુલાસા થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.