ETV Bharat / city

BJP Foundation Day 2022 : ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના બળૂકા નેતાઓને મળ્યો પક્ષ અને સંગઠનના સંસ્મરણો વાગોળવાનો મોકો

author img

By

Published : Apr 6, 2022, 3:50 PM IST

6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ (BJP Foundation Day 2022)છે. પક્ષ તરીકેના બળની વાત કરીએ તો ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર સહિત 18 રાજ્યોમાં ભાજપ અને તેના ગઠબંધનની સરકાર છે. ગુજરાતમાં ભાજપને જે લોકસહકાર મળ્યો તે સ્વતઃ વિકાસનું પગથિયું બન્યું છે. ત્યારે આવો જાણીએ પક્ષના ગણમાન્ય નેતાઓનો (Gujarat BJP leaders Reactions on Foundation Day)ભાવપ્રતિભાવ.

BJP Foundation Day 2022 : ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના બળૂકા નેતાઓને મળ્યો પક્ષ અને સંગઠનના સંસ્મરણો વાગોળવાનો મોકો
BJP Foundation Day 2022 : ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના બળૂકા નેતાઓને મળ્યો પક્ષ અને સંગઠનના સંસ્મરણો વાગોળવાનો મોકો

અમદાવાદ- દેશની કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર એમ બંનેમાં હાલ ભાજપનું શાસન ચાલી રહ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે 6 એપ્રિલ 2022નો (BJP Foundation Day 2022) આજનો દિવસ પક્ષ સંગઠન અને તેમના નેતાગણ માટે ખાસ બની ગયો છે. ત્યારે પક્ષના સ્થાપના દિવસને (BJP Sthapna Divas 2022 ) લઇને ભાજપના ગણમાન્ય નેતાઓએ ETV Bharat સાથે કેટલીક મહત્ત્વની વાતો શેર કરી હતી.

ભાજપ સાંસદ નરહરિ અમીનઃ MP Narhari Amin એ જણાવ્ભાયું કે રતીય જનતા પાર્ટીએ કેડર બેઝ પાર્ટી છે. સંગઠન આધારિત પાર્ટી છે. નેતાઓ આવતા રહેશે અને જતાં રહેશે,બદલાતા રહેશે, પણ કાર્યકર્તાઓના દમ અને તાકાત પર ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે. જનસંઘ સ્થાપના દિવસથી લઈને કાર્યકર્તાઓ રાતદિવસ પાર્ટી મજબૂત થાય એ માટે કાર્ય કરતા હોય છે.

નેતાઓ આવતા રહેશે અને જતાં રહેશે,બદલાતા રહેશે, પણ કાર્યકર્તાઓના દમ અને તાકાત પર ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે

6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ (BJP Foundation Day 2022)છે.ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ છે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન ભાજપે આપેલા છે. આજે પણ સક્રિય કાર્યકર્તાઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક મહત્વનો સંદેશ પહોંચાડી રહ્યાં છે. ડિસેમ્બરમાં આવનારી ચૂંટણી માટે ભાજપના કાર્યકર્તાઓ તન-મન-ધનથી એક થઈને મજબૂત સંગઠનથી તૈયાર છે.

શરૂઆતમાં તો ડિપોઝીટ પણ જતી રહેતી હતીઃ શહેર પ્રમુખ - અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહે જણાવ્યું કે (Ahmedabad city BJP president Amit Shah)ભાજપનો આજે 42મો સ્થાપના દિવસ છે. ભાજપ પક્ષ સ્થાપના દિવસથી એક વિચારધારા સાથે આગળ વઘ્યો છે.. દેશમાં લોકોનું ભલું કેવી રીતે થઈ શકે છે, દેશમાં લોકોને મદદરૂપ કેવી રીતે બની શકાય છે, દેશની જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કેવી રીતે કરી શકાય તેવી વિચારધારા સાથે આગળ વધ્યો છે.

ભાજપની સ્થાપના બાદ શરૂઆતમાં અમે ઉમેદવાર રહીએ ત્યારે અમારી ડિપોઝીટ પણ જતી રહેતી હતી

ભાજપની સ્થાપના બાદ શરૂઆતમાં અમે ઉમેદવાર રહીએ ત્યારે અમારી ડિપોઝીટ પણ જતી રહેતી હતી. તેમ છતાં પક્ષમાં કામ કરવાની ઈચ્છાશક્તિ દોડવાનો જુસ્સો યથાવત રહેતો હતો. આજ તમામ બાબતો ભાજપ પ્રત્યેનો પ્રેમ, લાગણી અને અન્ય બાબતો દર્શાવે છે કે ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ BJP Foundation Day : PM મોદીએ કહ્યું – સરકાર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને કરી રહી છે કામ

ભાજપ જનરલ સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલાઃ વાઘેલાએ જૂની વાતો વાગોળતાં કહ્યું કે (BJP General Secretary Pradipsinh Vaghela) ભાજપના 42મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1980ની વાત છે, જ્યારે જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 1977માં 295 બેઠક જીતનારી પાર્ટી ત્રણ વર્ષ બાદ ઘટીને 31 બેઠકો પર આવી ગઈ હતી. આ નિષ્ફળતા માટે જનસંઘ સાથે જોડાયેલા પક્ષના લોકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 એપ્રિલે દિલ્હીમાં જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. જેમાં પૂર્વ જનસંઘના સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આમાં અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા નામ સામેલ હતાં.

ર્વ જનસંઘના સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આમાં અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા નામ સામેલ હતાં

ત્યારબાદ બરાબર બે દિવસ પછી 6 એપ્રિલ 1980ના રોજ (BJP Foundation Day 2022)દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં એક નવા રાજકીય પક્ષની જાહેરાત કરવામાં આવી, જેનું નામ ભારતીય જનતા પાર્ટી હતું. આજે આ ઐતિહાસિક દિવસે 42 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં 900 ટકા મતદારોની સંખ્યામાં 1000 ટકા અને સાંસદોની સંખ્યામાં 15,000 ટકાનો વધારો થયો છે. આજે આપણે વાત કરીએ ભાજપની વિકાસગાથા વિશે તો પહેલી સામાન્ય ચૂંટણીમાં માત્ર 2 સીટ જીતીને શરૂ થયેલી આ સફર આખરે 2019માં 303 સીટો સુધી પહોંચી ગઇ હતી. જો.કે આજે ભાજપ હિન્દુત્વવાદી વિચારસરણી અને વિકાસના એજન્ડા પર કામ કરી રહ્યું છે. લાખો-કરોડો કાર્યકરોની મહેનતથી ભારતીય જનતા પક્ષ દેશનો સૌથી મોટો પક્ષ બની ગયો છે. જેથી દેશની પ્રજા ભાજપ તરફ વળી છે. સામે પક્ષે કોંગ્રેસ મજબૂત રહી નથી, ડૂબતી નાવમાંથી અનેક નેતાઓ ઉતરીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ પક્ષ હાલ સતત હારનો સામનો કરી રહ્યો છે. સામે ભાજપ એટલું જ મજબૂત બનતું જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ભાજપનો 42મો સ્થાપના દિવસ, જાણો દેશના સૌથી મોટા પક્ષ બનવા સુધીની BJPની સફર

ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલઃ 1977માં જનતાપક્ષમાં જનસંઘનું વિસર્જન કરાયું હતું, ત્યારબાદ જનતા સરકાર બહુ લાંબુ ન ચાલી શકી ન હતી. રાજકીય મતભેદ-મનભેદ પછી એમાંથી છૂટા પડીને ભારતીય જનતા પક્ષ -ભાજપની રચના (BJP Foundation Day 2022)થઇ હતી. ત્યારબાદ અવિરત વિકસતા ગયેલા આ પક્ષે અત્યારે તો દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકેની ખ્યાતિ મેળવી છે. આજે તો કેન્દ્ર અને અનેક રાજ્યોમાં સુવાંગ કે પછી અન્ય પક્ષો સાથે જોડાણ કરીને સરકારો ચલાવી રહી છે. આવાં રાજ્યો પૈકી એક મહત્ત્વનું રાજ્ય ગુજરાત છે અને અહીં છેક 1995થી ભાજપ શાસકપક્ષ બની રહ્યો છે અને સત્તા સાથે 27 વર્ષની મજલ કાપી ચૂક્યો છે.

લાંબુ, સુદ્રઢ શાસન ચલાવવાનો વિક્રમ ગુજરાત ભાજપ પાસે છે. તો બીજીતરફ આજે પણ ભાજપને લોકોનો પ્રેમ બહોળા પ્રમાણમાં મળી રહ્યો છે

નરેન્દ્ર મોદીએ અડધોઅડધ સમયગાળો સાતત્યપૂર્ણ એકચક્રી શાસન ચલાવ્યું છે. તેઓ ઓક્ટોબર 2001થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતાં. તેઓ ચાર વખત મુખ્યપ્રધાન પદના શપથ લેનારા ભાજપના એક માત્ર રાજનેતા બની રહ્યા છે. ત્યારે પહેલીવાર ચૂંટણી લડયા હતાં અને આજે ભાજપનો એક માત્ર ચહેરો છે જે ભાજપના લોકસભાના હોય કે વિધાનસભાના ઉમેદવાર હોય – બધાંને જીતાડવા માટે કામે લાગતો હોય છે. એક તરફ લાંબુ, સુદ્રઢ શાસન ચલાવવાનો વિક્રમ ગુજરાત ભાજપ પાસે છે. તો બીજીતરફ આજે પણ ભાજપને લોકોનો પ્રેમ બહોળા પ્રમાણમાં મળી રહ્યો છે તેમ પણ યુવા નેતાએ (BJP youth leader Ritwij Patel )જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.