ETV Bharat / bharat

CRPFના 83માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં અમિત શાહે આપી હાજરી

author img

By

Published : Mar 19, 2022, 1:56 PM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Union Home Minister Amit Shah) જમ્મુમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના (CRPF) 83માં સ્થાપના દિવસ(CRPF 83rd founding day) કાર્યક્રમમાં હાજરી આપી હતી.

CRPFના 83માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી
CRPFના 83માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી

જમ્મુ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Union Home Minister Amit Shah) જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં(Maulana Azad Stadium) યોજાનારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના 83માં સ્થાપના દિવસ(CRPF 83rd founding day) પરેડમાં હાજરી આપી હતી. શાહ શુક્રવારે મોડી સાંજે જમ્મુ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ સીધા રાજભવન જવા રવાના થયા હતા. શાહ કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ અંગેની સમીક્ષા(Review of the security situation) કરવા માટે રાજભવન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:Press Conference BJP : ચાર રાજ્યોમાં ભાજપની સરકાર બનશે : અમિત શાહ

શાહ જમ્મુમાં બે દિવસની મુલાકાતે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે જમ્મુ પહોંચ્યા હતા. અહીં તેમણે અલગ-અલગ ખીણમાં આતંકવાદી સામે યુદ્ધમાં જીવ ગુમાવનારા ચાર પોલીસકર્મીઓના પરિવારજનોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના સુરક્ષા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. શાહ શુક્રવારે સાંજે બે દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા અને એક તસવીર ટિ્વટ કરી હતી જેમાં તેઓ શહીદ પોલીસકર્મીઓના સંબંધીઓને નોકરી માટે નિમણૂક પત્રો આપતા જોવા મળે છે.

આ પણ વાંચો:Russia-Ukraine war : PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ભારતીયોની સુરક્ષા સર્વોપરી

ગૃહ પ્રધાનની શહીદ સૈનિકોના પરિવારો સાથે વાતચીત: તેમણે ટિ્વટ કર્યું, આજે જમ્મુ પહોંચ્યા અને આતંકવાદી સામે યુદ્ધમાં શહીદ થયેલા જમ્મુ અને કાશ્મીર પોલીસના બહાદુર જવાનોના પરિવારોને નોકરીની નિમણૂક પત્રો આપ્યા. જમ્મુ અને કાશ્મીરને સુરક્ષિત રાખવા માટે તેમના સમર્પણ અને બહાદુરી પર સમગ્ર દેશને ગર્વ છે. મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં તમામ પોલીસકર્મીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. રાજભવનના પ્રવક્તાએ કહ્યું કે, ગૃહ પ્રધાને શહીદ સૈનિકોના પરિવારો સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું કે,શાહે પૂજા દેવીને જમ્મુ જિલ્લા પંચાયત સચિવ, ઈફરા યાકુબને ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગમાં ચોકીદાર, આબિદ બશીર અને મોહસિન મુસ્તાકને જમ્મુ અને કાશ્મીર પોલીસમાં અનુયાયીઓની જગ્યાઓ માટે નિમણૂક પત્રો આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.