ETV Bharat / city

AUDA Budget 2022: AUDAએ વર્ષ 2022-23નું 1,210.73 કરોડ રૂપિયાનું બજેટ કર્યું રજૂ, નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત

author img

By

Published : Feb 22, 2022, 12:13 PM IST

AUDA Budget 2022: AUDAએ વર્ષ 2022-23નું 1,210.73 કરોડ રૂપિયાનું બજેટ કર્યું રજૂ, નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત
AUDA Budget 2022: AUDAએ વર્ષ 2022-23નું 1,210.73 કરોડ રૂપિયાનું બજેટ કર્યું રજૂ, નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (Ahmedabad Urban Development Authority AUDA)ના કમિશનર લોચન સેહરાએ AUDAનું વર્ષ 2022-23 માટેનું બજેટ (AUDA Commissioner Lochan Sehra presented the budget) રજૂ કર્યું હતું. આ વખતે AUDAનું 1,210.73 કરોડ રૂપિયાનું બજેટ રજૂ (AUDA Budget 2022) કરવામાં આવ્યું છે. આમાં વિવિધ નવી જાહેરાતો પણ કરવામાં આવી છે. તો આ વખતે શું હશે વિશેષ, જુઓ

અમદાવાદઃ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (Ahmedabad Urban Development Authority AUDA)ના કમિશનર લોચન સેહરાએ ઔડાનું (AUDA) આગામી વર્ષ 2022-23નું બજેટ (AUDA Budget 2022) રજૂ કર્યું હતું. ઔડા કમિશનર લોચન સેહરાએ આ વખતે 1,210.73 કરોડ રૂપિયાનું બજેટ(AUDA Commissioner Lochan Sehra presented the budget) રજૂ કર્યું હતું. આમાં વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસ, ઔડા નિર્મિત 7 બ્રિજની કામગીરી સહિત નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

AUDAની નવી ઓફિસ બનશે

આ પણ વાંચો- budget 2022 : ભારત સરકારે આગામી 25 વર્ષને અનુલક્ષીને બજેટ કર્યું રજૂ : મનસુખ માંડવીયા

AUDAની નવી ઓફિસ બનશે

આ વખતના બજેટમાં AUDAની નવી ઓફિસ બનાવવાની પણ જાહેરાત (New Office of AUDA) કરવામાં આવી છે. AUDAના ખાલી પ્લોટોમાંથી જ એક પ્લોટમાં આ નવી ઓફિસ બનાવવામાં આવશે.

ઔડાનો નવો ડેવલપમેન્ટ પ્લાન કયા પ્રકારનો છે, જુઓ
ઔડાનો નવો ડેવલપમેન્ટ પ્લાન કયા પ્રકારનો છે, જુઓ

આ પણ વાંચો- JMC Budget 2022 : જામનગર મહાપાલિકાનું બજેટ જનરલ બોર્ડમાં કરાયું રજૂ, વિપક્ષનો વાર શાસક પક્ષનો પલટવાર

ઔડાનો નવો ડેવલપમેન્ટ પ્લાન કયા પ્રકારનો છે, જુઓ

  • ઔડાની હયાત ઓફિસ ખસેડી નવી ઓફિસ AUDA વિસ્તારમાં બનાવવામાં આવશે. આ નવી ઈમારતને ઔડા ભવન નામ આપવામાં આવશે. જ્યારે ઔડાના ખાલી પ્લોટો પૈકી કોઈ એક પ્લોટ પર આ ભવન બનશે.
  • ઘુમામાં રેલવે ઓવરબ્રિજ, ભાટ એપોલો સર્કલ ખાતે બ્રિજ બનશે
  • સાણંદ ખાતે 1,260, મહેમદાવાદમાં 338, અસલાલીમાં 475 એમ કુલ 2,073 નવા આવાસ બનાવવામાં આવશે
  • ટીપી પડેલા વિસ્તારમાં રસ્તા બનાવવા 100 કરોડ રૂપિયાની જોગવાઈ
  • જળજીવન મિશન અંતર્ગત 45 ગામોમાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે 104.92 કરોડ રૂપિયાની જોગવાઈ
  • વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ચાલુ કામગીરી તથા નવી કામગીરી માટે 81.59 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સત્તામંડળ દ્વારા લોક ઉપયોગી ઓડિટોરિયમ/કમ્યુનિટી હોલ કઠવાડા, દહેગામ અને શેલામાં બનાવવામાં આવશે
  • ઔડાના વિવિધ વિસ્તારોમાં તળાવ તથા ગાર્ડનના વિકાસ માટે 17.80 કરોડ રૂપિયાની જોગવાઈ
  • બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમતના મેદાનો વિકસાવવા 10.69 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગ્રીન ઔડા માટે વૃક્ષારોપણ તથા નિભાવણી માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ, સાથે 1 લાખ વૃક્ષો વાવીને તેનું જતન કરવા આયોજન
  • ઔડા વિસ્તારમાં અદ્યતન સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી કાર્યરત્ છે.
  • ગામડાઓમાં સી.સી. રોડ, પેવર બ્લોક, સ્મશાનગૃહ બનાવવા તેમ જ સ્ટ્રિટ લાઈટની કામગીરી માટે 16.80 કરોડ રૂપિયાની જોગવાઈ
  • તળાવોને ડેવલપ કરવાની કામગીરી માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ
  • બોપલ ખાતે નિર્માણધીન ફાયર સ્ટેશનનું કામ પૂર્ણ કરાશે
  • રિંગરોડ પર 10 બ્રિજ તથા પાણીપૂરવઠા, સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે 100.50 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સત્તામંડળ ખાતે આઈ.ટી. સિસ્ટમને સુદ્રઢ બનાવવાની 5 કરોડ રૂપિયાની જોગવાઈ

વર્ષ 2022-23નું બજેટ

બજેટમાં ઔડા (AUDA Budget 2022) દ્વારા વર્ષ 2022-23માં મૂડી ખર્ચ માટે રૂપિયા 1145.64 કરોડ રૂપિયા, મહેસૂલી ખર્ચ માટે રૂપિયા 62.35 કરોડ રૂપિયા, લોનની ચૂકવણી માટે 2.73 કરોડ રૂપિયા એમ કુલ રૂપિયા 1,210.73 કરોડ રૂપિયાના ખર્ચના અંદાજની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2022-23માં આવકનો અંદાજ રૂપિયા 1356.29 કરોડ રાખેલો છે , જે ખર્ચનાં અંદાજ કરતા રૂપિયા 145.56 કરોડ રૂપિયાની પુરાંત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.